કોરોના વાઇરસ માં તણાવ અને ડિપ્રેશન થી બચવા ના ઉપાય

કોરોના વાયરસથી જેટલા લોકો સંક્રમિત થયા અને જેટલા લોકો માર્યા ગયા છે તેના કરતાં વધુ લોકો તેનાથી વધુ તણાવ અને ડિપ્રેશન ના ભોગ બન્યા છે. ત્યારબાદ કોરોના વાયરસને ફેલતો  અટકાવવા માંટે આખા દેશ માં લોકડાઉન જાહેર કરાયો હતો. જે પછી લોકોમાં તણાવ અને ડિપ્રેશન ની સમસ્યા વધુ થઈ ગઈ છે.

Image Source

ઘણા રાજ્યોમાં કોવિડ -19 નુ સંક્રમણ ઘણુ વધી રહ્યું છે. આ સાથે લોકોમાં તણાવ અને ડિપ્રેશન  વધી રહ્યા છે. આ સમસ્યા તે લોકોમાં સામાન્ય રહી છે કે જેમણે લાંબા સમય સુધી ઘરે એકલા રહે છે.

કોરોના દરમિયાન વધતા તણાવ અને ડિપ્રેશન ના કારણો

Image Source

  • કોરોના વાયરસમાં તણાવ અને ડિપ્રેશન નું સૌથી મોટું કારણએ છે  લોકોના મનમાં બીમારીનો ભય હોવો જે તેમના માંટે તણાવ નું કારણ બને છે. લોકોને યોગ્ય સારવાર અથવા રસી ન મળે ત્યાં સુધી તેમના મનમાં ભય રહેશે.
  • આ લોક ડાઉનમાં તેની સમસ્યા એકલા રહેતા લોકો માટે વધુ છે. લોકડાઉન થવાને કારણે તમે બહાર કોઈને મળવા પણ જઈ શકતા નથી, તેથી મોટાભાગે તમારે ઘરે એકલા રહેવું પડતું. જેના કારણે તમે ડિપ્રેશન માં આવી જાવ છો.
  • એકલા રહેવા ને કારણે લોકો નશો પણ કરવાનું ચાલુ  કરે છે, જેનાથી તેઓ ડિપ્રેસ ફીલ  કરે છે.
  • આખો દિવસ ઘરે રહેવાથી તમારું રૂટિન પણ  બગડે છે અને જેના કારણે તમે સમયસર ખાઈ કે સૂઈ શકતા નથી જેનાથી ડિપ્રેશન અને તણાવ વધે છે.
  • નિંદ્રાના કારણે તમે તણાવ માં રહો છો અને તેના લીધે તમને બીજી ઘણી બીમારીઓ થાય છે.
  • જ્યારે તમે તણાવમાં હોવ છો  ત્યારે તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે અને તમે નાની નાની વાત પર ગુસ્સો કરો છો.

કોરોના વાયરસ ના સમય માં તણાવ અને ડિપ્રેશન થી બચવા માટેની રીતો

Image Source

સંગીત અને પ્રિય પુસ્તકો

સંગીત સાંભળવાથી મનને શાંતિ મળે છે. તેથી જ્યારે પણ તણાવ અનુભવો  ત્યારે તમારે તમારી પસંદનું ગીત સાંભળો. તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે. સંગીત સાંભળવા થી  તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.ચિંતા ને દૂર કરવા માટે તમે તમારું પ્રિય પુસ્તક પણ વાંચી શકો છો. ફ્રી સમયમાં તમારે આ જ કરવું જોઈએ. તે કરવાથી તમે કોરોના વાયરસમાં તણાવ અને ડિપ્રેશન થી બચી શકો છો.

વ્યાયામ અને યોગ

વૈજ્ઞાનિકોએ સંશોધનમાં પણ દાવો કર્યો છે કે વ્યાયામ અથવા યોગ એ તમારા તણાવ  અને હતાશાને દૂર કરવાનો બેસ્ટ રસ્તો છે. યોગ અને કસરત થી આપણું મન સ્થિર અને એકાગ્ર રહે  છે. તે કરવાથી તમારા મનમાં સકારાત્મકતા પણ આવે છે. તે તમારા ડિપ્રેસનમાં વધારો કરનારા નકારાત્મક વિચારોને પણ ઘટાડે છે.

તમારા કામ નો સમય નક્કી કરો.

તમારા કામ પ્રમાણે ટાઇમ મેનેજમેન્ટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમને કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.અને જાતે જ તમારા તણાવ અને ડિપ્રેશન ને ઘટાડશે. ટાઇમ મેનેજમેન્ટને સુધારવાની એક ખૂબ જ સરળ રીત છે. જરૂરીયાત કરતાં વધુ કામ નો ભાર ન લેવો. તમારા પ્લાનિંગ માં પરિવાર માંટે નો સમય પણ ફળવવો જરુરી છે.

મેડિટેશન કરો

તણાવ અને ડિપ્રેશન દૂર કરવા માટે મેડિટેશન કરવું એ સારો રસ્તો છે. આ કરવાથી, તમારું મન હંમેશાં શાંત રહેશે અને તે કરતી વખતે, જો તમે ઓમનો જાપ કરો છો, તો તે તમારા માટે વધુ સારું રહેશે. જો તમે ઇચ્છો, તો તમે કંઈક પોજેટીવ વિચારી શકો છો. રોજ મેડિટેશન કરવાથી તમે માત્ર તણાવથી દૂર નહીં રહો  પરંતુ તે તમને સ્વસ્થ પણ રાખશે.

વધારે વિચારશો નહીં

જો તમને તણાવ અને ડિપ્રેશન થાય છે, તો વધારે પડતા કોઈ વિચાર કરવા નહીં, તેનાથી તમારા મગજમાં તણાવ વધે છે. જેના કારણે માનસિક સમસ્યાઓ પણ ફરીવાર શરૂ થઈ જાય છે. જ્યારે પણ તમને કોઈ બાબતની ચિંતા હોય, ત્યારે તેને તમારા મિત્રો અથવા પરિવાર સાથે શેર કરો અને શક્ય હોય તેટલું ઓછું વિચારો. જો તે તમારી સાથે વારંવાર થતું હોય, તો તમે તમારા ડોક્ટર સાથે સંપર્ક કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment