હિન્દુ ધર્મ માં મલમાસ ને ખૂબ જ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. જે અધિક માસ કે પુરષોત્તમ માસ ના નામ થી પણ ઓળખાય છે.
આ વખતે મલમાસ 18 સપ્ટેમ્બર થી શરૂ થાય છે. અને 16 ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ માસ માં શુભ કામ કે લગ્ન જેવા કામો થતાં નથી.
શસ્ત્રો માં પુરષોત્તમ માસ ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.
યસ્મિન્ ચન્દ્રે ન સંક્રાન્તિ: સો અધિમાસો નિગહ્યતે
તત્ર મંગલ કાર્યાની નવે કુર્યાત્ કદાચન।
અર્થાત જે ચંદ્ર માસ માં સુર્ય ની કોઈ પણ સંક્રાંતિ નથી થતી,તેને અધિક માસ કહે છે. આ સમયે કોઈ પણ પ્રકાર ના શુભ કાર્ય,જેમ કે, બાબરી, વિવાહ, ગૃહ પ્રવેશ વગેરે જેવા કામો થતાં નથી. તેમ જ કોઈ પણ નવી વસ્તુ ખરીદવી ન જોઈએ.
આ કારણ થી કહેવાય છે ‘ પુરષોત્તમ માસ’
એવું કહેવાય છે કે આ માસ નો કોઈ સ્વામી નથી. એટલે જ દેવ-પિતર વગેરે ની પૂજા અને મંગલ કાર્યો આ માસ ત્યાજ્ય માનવામાં આવે છે.
ગોવર્ધન ધરં વંદે ગોપાલ ગોપરૂપિણમ્।
ગોકુલોત્સવ મીશા ગોવિંદ ગોપિકપ્રિયમ્।
આ મંત્ર નો જાપ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ મંત્ર ના જાપ થી ભગવાન વિષ્ણુ ની કૃપા થી બધા જ અટકેલાં કામો જલ્દી જ પૂર્ણ થાય છે.
આ વખતે થઈ રહ્યો છે વિશેષ સંયોગ
જ્યોતિષ ના કહેવા પ્રમાણે માસ ની ગણતરી સુર્ય અને ચંદ્ર ની ગતિ ને પ્રમાણે થાય છે. ચંદ્રમાં ની કાળા ને આધારે ચંદ્રમાસ અને કોઈ એક રાશિ માં સુર્ય ના પરિભ્રમણ ના સમય કાળ ને સૌરમાસ કહે છે. આ પ્રકાર ની ગણતરી પર એક ચાંદ્રમાસ 354 દિવસ 22 કલાક અને 1 પળ નો હોય છે. અને એક સૌરમાસ 365 દિવસ 15 કલાક અને 22 પળ નો હોય છે. આ રીતે દર વર્ષે 11 દિવસ નો ફરક આવે છે. આ સમય અંતરાલ ને ક્ષય થતાં થતાં ત્રણ વર્ષો માં 32 દિવસ નો થાય છે. આ સમય અંતરાલ ને બરાબર કરવા માં માટે ભારતીય પંચાંગ માં દર ત્રીજા વર્ષે એક મહા મહિનો વધી જાય છે. એટલે જ આ માસ ને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી ઉત્તમ ગણાય છે.
મલમાસ માં ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી ખૂબ જ સારી ગણવામાં આવે છે. તેમા સત્યનારાયણ ની પૂજા કરવી ખૂબ જ યોગ્ય ગણવામાં આવે છે. જેનાથી ભગવાન વિષ્ણુ ની સાથે માં લક્ષ્મી પણ પ્રસસન્ન થાય છે. જેનાથી તમારા ઘર માં હમેશા ધન ધન્ય ભરેલું રહે છે.
મલમાસ માં મહા મૃત્યુંજય નો જાપ કરવો ઉત્તમ ગણાય છે. તેના થી બધા જ દુખો દૂર થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team