માથા નો દુખાવો આમ તો ખૂબ જ સામાન્ય રોગ છે પણ જે કોઈ પણ વ્યક્તિ ને માથા નો દુખાવો થાય છે તે વ્યક્તિ ન તો શાંતિ થી બેસી શકે છે ન તો કોઈ કાર્ય કરી શકે છે. આવા માં તે માથા ણા દુખાવા થી રાહત મળે તે માંટે પેન કીલર નો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. તો ચાલો તમને જણાવી દઈએ કે એવા કેટલાક ઘરેલુ નુસખા અને આયુર્વેદિક ઔષધિઓ વિશે જેનાથી તમને તરત રાહત મળશે.
ઘરેલુ નુસખા
તુલસી ના 30 પત્તા, 12 નંગ મરી અને એક કળી લસણ લઈ ને તેમા થોડું પાણી નાખી ને તેને વાટી નાખો. આ મિશ્રણ ને કપડાં માં રાખી ને એક શીશી માં નિચોવી લો. આ શીશી ને દિવસ માં થોડી થોડી વારે સૂંઘયા કરવું. જૂનો માથા નો દુખાવો પણ સારો થઈ જશે. શીતઋતુ માં તુલસી ની ચા બનાવી ને પીવાથી પણ રાહત મળે છે.
માથા ના દુખાવા માં જો નાક બંધ થઈ જાય તો તુલસી ના પત્તા અને લવિંગ ને થોડા ઘી સાથે આગ પર રાખી ને તેના ધુમાડા ને સૂંઘવા થી રાહત મળે છે. જૂનો માથા નો દુખાવો પણ સારો થઈ જશે. ગરમી ના કારણે માથા નો દુખાવો થતો હોય તો દૂધી ના ટુકડા ને માથા પર રગડવા થી ફાયદો થશે.
એક ચમચી વરિયાળી ને ચાવી ને ખાવ અને તેના પર દૂધ પી લો. પેટ અને માથા ના દુખાવા માં રાહત મળશે.
ડુંગળી નો થોડો રસ, મરી, અને મહુઆ ના બીજ ને લઈ ને તેને પીસી ને ગાળી લો. ગાળેલા અર્ક ના થોડા ટીપા નાક માં નાખવા થી રાહત મળે છે. અડધા માથા માં દુખાવો થતો હોય તો દેશી ઘી માં મરી પાવડર નાખી ને તેના ટીપા નાક માં નાખો. અથવા તો ડુંગળી ને ખૂબ જીણું કાપી ને તેને પગ ના તળિયે લેપ લગાવો. તેનાથી માથા નો દુખાવો દૂર થશે.
ખૂબ જ વધુ માથું દુખતું હોય તો તેજબલ ના પાન ના સ્વરસ લેવાથી લાભ થાય છે.
હિંગ માથા ના દુખાવા માટે ખૂબ લાભદાયી છે. જેને શિયાળા માં માથું દુખતું હોય તેમણે હિંગ ઘસી ને ચંદન ની જેમ લેપ લગાવો જોઈએ. અને હિંગ ને થોડા પાણી સાથે ગળી પણ જવી જોઈએ.
ફૂદીના ના રસ ને ગરમ કરી ને માથા પર લગાવા થી માથા ણા દુખાવા માં રાહત મળે છે. સાથે ફૂદીના નુ શરબત પીવાથી પણ ફાયદો થાય છે.
તરબૂચ ના ગુદા ના રસ માં થોડી મીશ્રી મિક્સ કરી ને વહેલી સવારે પીવાથી ફાયદો થાય છે. અને મગજ પણ ફ્રેશ થાય છે. તરબૂચ ના બીજ ની ગિરિ ને ખરલ માં પાણી સાથે ખૂબ જીણું વાટી લો. આ લેપ ને માથા પર લગાવા થી ફાયદો થાય છે.
તમાલ પત્ર ની કાળી ચા માં લીંબુ નો રસ નાખી ને પીવાથી માથા ના દુખાવા માં ઘણી રાહત થાય છે. સફેદ ચંદન પાવડર ને ચોખા ના પાણી માં મિક્સ કરી ને તેનો લેપ લગાવા થી ફાયદો થાય છે.
લસણ ને પાણી માં વાટી ને તેનો લેપ લગાવા થી પણ આરામ મળે છે.
સફેદ સુતરાઉ કાપડ ને પાણી માં પલાળી ને માથા પર મૂકવા થી ફાયદો થાય છે.
લાલ તુલસી ના પાન નો રસ માથા પર લગાવા થી માથા ના દુખાવા માં આરામ મળે છે.
ચપટી ભરી ને મીઠું જીભ પર રાખો. અને 10 મિનિટ પછી પાણી પી લો. માથા ના દુખાવા માં ખૂબજ રાહત મળશે.
બબુલ ના ફૂલ, કોથમીર, કોળા ના બીજ ને બરાબર માત્રા માં વાટી લો. એક ચમચી રોજ સેવન કરવાથી ફાયદો થશે.
ડુંગળી ને જીણી સમારી ને તેનો લેપ પગ ના તળિયે લગાવા થી માથા ના દુખાવા માં રાહત મળે છે.
500 mg કપૂર, 2 gm વરિયાળી બંને બારીક વાટી લો. તેને સાફ શીશી માં ભરી લો. જ્યારે પણ માથું દુખતું હોય ત્યારે તેને સૂંઘી લો.
માથું દુખતું હોય ત્યારે તજ ને બારીક વાટી લો અને પાણી સાથે તેનો લેપ બનાવો અને તેને માથા પર લગાવો.
મૂળેઠી ને સૂંઘવા થી માથા નો દુખાવો દૂર થાય છે.
શરદીના લીધે માથાનો દુખાવો થતો હોય તો કેટલાક તુલસીના પાન, કાળા મરી, આદુ, મોટી એલચી, એક ચપટી જાયફળના પાવડરનો ઉકાળો બનાવો. અને તેનું સેવન કરો.
તજને પાણીમાં બારીક પીસી લો અને માથા પર તેનો લેપ લગાવો. તેનાથી ખૂબ જ ફાયદો થશે.
પીપળ, સૂંઠ, મૂળેઠી, વરિયાળી ને સમાન માત્રા માં લઈ ને ચૂર્ણ બનાવો. હવે તેમા થોડું પાણી નાખી ને તેનો લેપ બનાવો અને તેને માથા પર લગાવો. માથા ના દુખાવા માં આરામ મળશે.
લીંબુ ના પાન ના રસ ને ગરમ પાણી માં મિક્સ કરી દો. અને તેની સ્ટીમ લેવી. દેશી ઘી ના 5-6 ટીપા ને નાક માં નાખવા થી બધા જ પ્રકાર ના દર્દ માંથી રાહત મળે છે.
જ્યારે પણ તમને માથા માં દુખતું હોય તો બોગનવેલીયા ના તાજા ફૂલ લગાવો. તેને તકિયાં ના નીચે રાખી ને સુવા થી પણ ફાયદો થાય છે.
કુંઠ અને એરંડ ના મૂળ ને પીસી ને તેનો લેપ લગાવા થી પણ આરામ મળે છે.
માથા ના પાછળ ના ભાગ માં અને ગરદન ની નીચે રોજ સરસવ ના તેલ થી માલિશ કરવી.
માથું દુખવા પર જે ભાગ દુખતો હોય તેને પલંગ ની નીચે લટકાવી દો. માથા નો જે ભાગ દુખતો હોય તે બાજુ ના નાક માં સરસવ ના તેલ ના ટીપા નાખવા. અને તે પછી જોર થી સ્વાસ લેવો.
ગોંદતી ભસ્મ તેમ જ પ્રવાલ ભસ્મ અને નાની ઈલાયચી ને વાટી લો. સવારે ઉઠી ને આ ચૂર્ણ ને દહી અને પાણી સાથે લેવું. આના થી માથા ના દુખાવા માં રાહત મળશે.
પેટ માં ગરબડ થાય ત્યારે જે માથું દુખે છે તેની માટે મોટી ઈલાયચી,મરી,સિંધવ મીઠું,અજમો,હિંગ,વરિયાળી,ફૂદીનો બધા ને મિક્સ કરી ને ઉકાળો બનાવો.
રૂમાલ ને હલકું ગરમ કરી ને તેને દર્દ વાળા ભાગ માં રાખી ને માલિશ કરવી.
પુષ્કર મૂળ ને ઘસી ને તેનો લેપ માથા પર લગાવા થી સારો ફાયદો થાય છે.
આયુર્વેદિક નુસખા
માથું દુખતું હોય તો તેને ઓછું કરવા માંટે પહેલા તો તમે જે કામ કરી રહ્યા છો તેને થોડી વાર માટે મૂકી દો. અથવા તો માથા નો જે ભાગ દુખતો હોય તે બાજુ ના નાક માં સરસવ ના તેલ ના ટીપા નાખવા. અથવા ષડીબંદૂ તેલ ના બે ટીપા નાખવા. ત્યાર બાદ જોર થી સ્વાસ ઉપર ખેચવો.
ત્રિફલા ચૂર્ણ ને 500 મિ.ગ્રામ ને 1 ગ્રામ મીશ્રી ની સાથે મિક્સ કરી ને રાતે સૂતા પહેલા લેવાથી આરામ મળે છે.
મહાલક્ષ્મી વિલાસ ની એક એક ગોળી સવાર સાંજ લેવાથી ફાયદો થાય છે.
માથા ના દુખાવા માં ગોંદતી ભસ્મ 450 મિ.ગ્રામ, 1 ગ્રામ મીશ્રી અને 10 ગ્રામ ગાય નું ઘી મિક્સ કરી ને દિવસ માં ત્રણ લેવાથી ફાયદો થાય છે.
ત્રિકટુ, પુષ્કરમૂલ,રાસ્ત્રા અને અસગંધ ના 25 gm ચૂર્ણ ને 2 કપ પાણી માં કાઢો બનાવી ને નાક માં બે બે ટીપા નાખવાથી આરામ મળે છે.
શૂલાદીવજ્ર રસ ની એક એક ગોળી સવાર સાંજ મીશ્રી ની સાથે લેવાથી માથા ના દુખાવા માં ફાયદો થાય છે.
શરદી ના લીધે માથું વધુ દુખતું હોય માથા પર બદામ રોગન તેલ થી માલિશ કરવું.
આઇસાઇટ ને સારું કરવા માંટે આમળા નો પાવડર કે ત્રિફલા નું સેવન કરવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team