દિવાળી આવવાની બસ થોડા જ દિવસોની વાર છે ત્યારે બધા લોકો ખર્ચની બાબતમાં વિચારતા હોય છે અને સામાન્ય માણસને પણ પૈસાની જરૂર હોય છે. પણ બધા માટે આ સીઝનમાં એક ખુશીના સમાચાર છે, જે તમને પણ જાણીને ખુબ આનંદ થશે. કારણ કે, સરકારના એક નિર્ણયે લોકોને રાજી કરી દીધા છે. જી હા, CNG અને PNG એટલે કે ઘરમાં વપરાતો ગેસના ભાવમાં ઘટાડો થયો છે.
શું પેટ્રોલ/ડીઝલના ભાવ પણ ઘટ્યા?
અત્યારના સમયમાં માથાદીઠ વાહનો થઈ ચુક્યા છે ત્યારે પેટ્રોલ/ડીઝલના ભાવ પણ પરસેવો લાવી દે એવા થઈ ચુક્યા છે. અત્યારે પેટ્રોલ/ડીઝલના ભાવમાં ચડઉતર થયા કરે છે ત્યારે સરકારે CNG અને PNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, પણ પેટ્રોલ/ડીઝલના ભાવ હાલના સમયમાં જે છે એમ જ છે.
આજ રાતથી CNG અને PNGના નવા ભાવ આ મુજબ રહેશે
આજ રાતથી CNG અને ઘરમાં વપરાતો ગેસ એટલે કે PNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આઈજીએલ કંપનીએ બંને ગેસના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે; એ કારણે દરેક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને કાયમી જરૂરિયાત અને ખર્ચમાં થોડો ફેરફાર થશે એવી રાહત રહેશે.
આઈજીએલ કંપનીએ CNG માં પ્રતિ કિલો એક રૂપિયાની રાહત આપી છે. આ છૂટ રાતના ૧૨ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધી મળશે. આ છૂટ ભારતના અમુક રાજ્યો તેમજ વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવી છે. થોડી વિગત વધુ જોઈએ તો ભાવ ઘટાડો દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજીયાબાદમાં છે. હવેથી દિલ્હીના ફીલિંગ સ્ટેશનો પર રાતના ૧૨ વાગ્યા થી લઈને સવારના ૬ વાગ્યા સુધી નવી CNG ની કિંમત ૪૪.૨૦ રૂપિયા છે, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજીયાબાદમાં નવો ભાવ ૫૦.૩૫ રૂપિયા કિલો છે.
PNG ગેસમાં પણ દિલ્હી અને ઉતર પ્રદેશમાં ૩૦.૧૦ રૂપિયા પ્રતિ ઘન મીટરનો ઘટાડો થયો છે. જો કે ઉલ્લેખનીય છે કે, ભાવમાં થયેલો ઘટાડો હજુ ગુજરાતમાં આવ્યો નથી. ગુજરાત રાજ્યના પેટ્રોલ/ડીઝલ, LPG/CNG કે PNG ગેસના ભાવ રાબેતા મુજબ છે.
અવનવી અને રોચક માહિતી જાણવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરી લો અને તમામ અપડેટ મેળવે સૌથી પહેલા…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel