કેફીન નું સેવન ઓછું કરવાથી મળે છે તમને આ ખાસ ફાયદા જેનાથી સ્વસ્થ રહેવામાં પણ મદદ મળે છે

Image source

કોફી અને ચા વધારે પડતા લોકો માટે એક મનપસંદ પીણું છે, ચા અને કોફીની મદદથી લોકો ઓફિસમાં કલાકો સુધી કામ કરી શકે છે અને પોતાના થાકને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક લોકો માટે કેફીનનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરવું એ પણ ફાયદાકારક છે. જી હા, મોટાભાગે તમે જોયું હશે કે જ્યારે કોઈને ખૂબ વધારે થાક, ચિંતા કે બીજી સ્વાસ્થ્યની નબળાઈ હોય છે ત્યારે તે ચા અને કોફીની સંપર્ક કરે છે પરંતુ આ ટેવ કેટલાક લોકો માટે નુકશાનકારક બની શકે છે. જેનાથી બચવા માટે જરૂરી હોય છે કે તમે તેનું સેવન બંધ કરી દો. અમે તમને આ લેખમાં જણાવીશું કે કેફીન ને સંપૂર્ણ રીતે બંધ કરવાથી તમને કેટલા ફાયદા થાય છે.

ઊંઘ માટે છે ફાયદાકારક.

Image source

થાક અને ચિંતા કરવા માટે જેટલું સારું લોકો કોફી અને ચા ને માને છે, એટલું જ તે ઊંઘ માટે ખરાબ છે. કેફીન નું વધુ પડતું સેવન તમારી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પાડી શકે છે. રાતે કોફી અને ચા પી ને સૂતા પછી તમને રાત્રે પરેશાન કરી શકે છે જેના લીધે તમે રાત્રે ઘણી વાર જાગી જાવ છો. તેના લીધે તમે તમારી ઊંઘ સરખી નથી લઈ શકતા.

કોલેજન ઉત્પાદનમાં અડચણ આવતી નથી.

Image source

ઘણી વાર જ્યારે આપણે વધુ પડતી ચા અને કોફીના બંધાણી થઈ જઈએ છીએ, તો ત્યારે તેનાથી તમારી ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. જો તમે વધુ કેફીન નું સેવન કરો છો તો આ તમારી ત્વચા માં કોલેજન ઉત્પાદન ને સંપૂર્ણ રીતે બાધિત કરે છે જેનાથી ત્વચાને નુકશાન થાય છે. તેમજ સમયસર જો તમે કેફીન ની માત્રને ઓછી અથવા બંધ કરી દો છો તો તે તમારી ત્વચા માટે ફાયદાકારક હોય છે.

શ્રેષ્ઠ રીતે પોષણ અવશોષિત થાય છે.

Image source

શરીર માં કેફીન ની વધુ માત્રા હોવાથી ફક્ત તમારી ત્વચા પર જ નહિ પરંતુ તમારા પોષણ પર પણ અસર થાય છે. ઘણા અભ્યાસ માં સામે આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ પ્રમાણમાં કેફીન નું સેવન કરે છે તો તેનાથી શરીરમાં બધા જરૂરી પોષણને આવશોષિત કરવામાં સમસ્યા નો સામનો કરવો પડે છે.

રક્તચાપ ઓછું રહે છે.

Image source

કેફીન નું વધારે સેવન કરનારા વધારે પડતાં લોકોમાં હંમેશા રક્તચાપ થાય છે. જો તમે કેફીન ની માત્રાને ઓછી કરો છો તો તેની મદદ થી તમે તમારા રક્તચાપ હંમેશા ઓછું રાખી શકો છો. જેના લીધે તમને તમારા હદય પર કોઈપણ પ્રકારનો ભયનો અહેસાસ નહિ થાય અને પોતાને હળવા અને તનાવમુક્ત રાખી શકશો.

સ્ત્રીઓમાં હોર્મોન્સ સંતુલિત રહે છે.

એક અભ્યાસ મુજબ, કેફીન નુ સેવન કરવાથી સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન નું સ્તર ખરાબ થવાનો ભય રહે છે. એટલા માટે જે સ્ત્રીઓ ઓછી ચા અને કોફીનું સેવન કરે છે તેના ઈસ્ટ્રોજન ના સ્તરમાં હંમેશા સામાન્યતા જોવા મળે છે. તમે કેફીન નું સેવન ઓછું કે સીમિત કરો છો તો તમારા હોર્મોન્સ સ્થિર રહી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે શંસોધનો એ પણ બતાવે છે કે આ સંખ્યા હિસાબથી જુદા જુદા પરિણામ પણ આપી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment