સામગ્રી.
- ૨૫૦ ગ્રામ – ચણા દાળ૧ કપ – પૌઆ
- ૩ ચમચી – તેલ
- ૨ ચમચી – આદુ લસણ ની પેસ્ટ
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી – હળદર પાવડર
- ૧/૪ ચમચી – મરી પાવડર
- ૧/૨ ચમચી – લાલ મરચું
- ૧/૨ ચમચી – મીઠું સ્વાદ મુજબ
- ૧ સેચેટ – ઈનો પાવડર
રીત.
૧.ચણા ની દાળ લો તેને સામાન્ય પાણી માં ૪-૫ કલાક પલાળો.
૨.દાળ પલળી જાય પછી તેની સ્મુથ પેસ્ટ બનાવો.
૩.પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેમાં લાલ મરચું આદુ ની પેસ્ટ નાખી ને સાથે ચપટી હિંગ નાખી ને મિક્સર માં ફરી સ્મુથ પેસ્ટ બનાવો.
૪. આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને ગરમ જગ્યા એ ૩-૪ કલાક ઢાંકણ ઢાંકી ને રાખી દો.
૫. જ્યારે તમારે લોચો બનાવવાનો હોય તેની ૧૦-૧૫ મિનિટ પહેલા પૌઆ ને ૨-૩ પાણી એ ધોઈ ને વધારાનું પાણી કાઢી ને સુકાવા માટે રાખી દો.
૬. ચણા દાળ નું ખીરું તૈયાર છે તેમાં હળદર પાવડર અને એક ચમચી મરચા આદું ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને ખીરા ને સરખી રીતે મિક્ષ કરી લો.
૭. હવે ખીરા માં પૌઆ ની પેસ્ટ બનાવી ને નાખવાની છે.
૮.હવે ટીન નું વાસણ ગરમ કરવા મૂકી દો અને છેલ્લે ખીરા માં ઈનો નાખી ને તેને એક જ દિશા મા સરખી રીતે ફીટવુ.
૯.ખીરા ની જાડાઈ એવી હોવી જોઇએ કેમ કે ઢોકળાની.
૧૦. હવે ટીન ની પ્લેટ માં કે પછી જેમાં પણ તમારે લોચો બનાવવાનો હોય તે વાસણ મા તેલ લગાવી ને ખીરું નાખો.
૧૧.હવે ગરમ કરેલા વાસણ મા પ્લેટ રાખી ને તેની ઉપર થી લાલ મરચા નો પાવડર અને મરી પાવડર નાખી ને ૧૦-૧૫ મિનિટ ગરમ થવા દો.
૧૨. બફાઈ ગયું છે હવે પ્લેટ ને બહાર કાઢી લો.
૧૩. ગરમ ગરમ સુરતી લોચા ની સાથે લીલી ચટણી, કાંદા અને કાચી કેરી નું સલાડ સ્વાદિષ્ટ લાગે છે.
૧૪. ઉપર થી તેલ અને લાલ મરચા નો પાવડર છાંટવાથી લોચો વધુ સ્વાદિષ્ટ લાગે છે.
સુરતીઓનો તંદુરસ્ત અને મનપસંદ નાસ્તો તૈયાર છે. તમે પણ બનાવો અને આનંદ કરો
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
All Image Source
Author: FaktGujarati Team