ખુબજ સરળ છે દેશી ગુજરાતી શાક ની આ રેસીપી

તમે જુદા જુદા રીતના બટાટાના શાક બનાવ્યા હશે પણ આજે અમે તમને દેશી ગુજરાતી બટાકાનું શાક બનાવતા શીખવાડીશું. ગુજરાતી શાકમાં મીઠા , મસાલા અને ખટાશ જેવા અન્ય સ્વાદ આવે છે.

કેટલા લોકો માટે -4
રાંધવામાં લાગતું સમય- 15 મિનિટ
તૈયારીમાં લાગતું સમય – 15 મિનિટ
 

સામગ્રી-

  • બટાટા- 500 ગ્રામ
  • આદું પેસ્ટ 1 ચમચી
  • ટ્મેટો પ્યૂરી- 2 ચમચીદહીં- 2 ચમચીહળદર- 1 નાની ચમચી
  • મરચા પાવડર- 2 ચમચીજીરા પાવડર- 
  • 1 ચમચીધાણા પાવડર- 1 ચમચીખાંડ- અડધી ચમચી
  • મીઠું સ્વાદપ્રમાણેતેલ – ચમચીપાણી અડધા કપ

વિધિ-

પેનમાં તેલ ગરમ કરો એમાં હીંગ અને ખાંડ નાખો અને ધીમા તાપે હળવું ચલાવો

જ્યારે ખાંડ ભૂરી થઈ જાય તો એમાં આદું પેસ્ટ નાખી શેકો પછી એમાં ટ્મેટો પ્યૂરી નાખી હળદર પાવડર र, જીરા પાવડરर, ધાણા પાવડરर, મરચા પાવડર નાખી મિક્સ કરો.

પછી બટાકાના કટકા નાખી ફ્રાઈ કરો હવે દહીં નાખી હલાવતા રહો.

2 મિનિટ સુધી રાંધતા એમાં મીઠું અને ગરમ પાણી નાખી પેનને ઢાંકીને મૂકી દો.

ધીમા તાપે 10 મિનિટ રાંધ્યા પછી એક વાર જોઈ લો કે શાક તૈયાર છે કે નહી

જ્યારે બટાકા થઈ જાય તો ગૈસ બંદ કરી નાખો અને શાક સર્વ કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment