મિત્રો, ફુદીનાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ચટણી બનાવવી ખૂબ જ સરળ હોય છે. આ સ્વાદિષ્ટ ફુદીનાની ચટણી બનાવવા માટે તાજા ફુદીનાના પાંદડા ની જરૂર પડે છે. આ ઉપરાંત તેને બનાવવા માટેની બધી જ સામગ્રીઓ તમારા ઘરે ખુબ જ સરળતાથી મળી રહે છે, તો ચાલો આજે આ લેખમા આપણે આ સ્વાદિષ્ટ ફુદીનાની ચટણી બનાવવા માટેની રેસીપી વિશે માહિતી મેળવીએ.
સામગ્રી :
- ફુદીનાના પાન : ૧ બાઉલ
- લીલા મરચા : ૨-૩ નંગ
- લસણ : ૩-૪ નંગ
- આદુ : ૧/૨ નંગ
- ખાંડ : ૧ ચમચી
- લીંબુનો રસ : ૧ ચમચી
- પાણી : ૧ ચમચી
- નમક : સ્વાદ અનુસાર
બનાવવાની રીત :
- આ ફુદીના ની ચટણી બનાવવા માટે સૌથી પહેલા ફુદીનાના પાનને સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તેને સાફ કરો.
- હવે મિક્સરની જારમાનમક , લીલુ મરચુ,ખાંડ, લસણ અને આદુ ઉમેરો.
- ત્યારબાદ તેને યોગ્ય રીતે પીસી લો.
- ત્યારબાદઆ મિશ્રણમા ફુદીનાના પાન,
- લીંબુનો રસ અને ૧ ચમચી પાણી ઉમેરો.
- ત્યારબાદ આ બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડરમા પીસીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને બે કે ત્રણ વખત હલાવીને વ્યવસ્થિત રીતે ગ્રાઇન્ડ કરો અને તેને મિક્સ કરો.હવે તેને એક પાત્રમા બહાર કાઢી લો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ફુદીના ની ચટણી.
આ ચટણી બનાવવા માટે ૧૫ મિનીટ જેટલો સમય લાગે છે. આ સ્વાદિષ્ટ ચટણી ને તમે ઢોસા , સેન્ડવીચ અને પકોડા સાથે ખાઈ શકો.તો એકવાર આ સ્વાદિષ્ટ ચટણી ને તમારા ઘરે અવશ્ય ટ્રાય કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team