મિત્રો, ઢોસા એ એક દક્ષિણ ભારતીય વાનગી છે પરંતુ, હવે તે આપણા ભારતમા જ નહી વિદેશમા પણ પ્રખ્યાત છે. વિદેશમા અનેકવિધ એવા રેસ્ટોરન્ટ છે કે જ્યા માત્ર મસાલા ઢોસા જ ઉપલબ્ધ છે અથવા એમ કહેવાય છે કે, આ હોટેલની વિશેષતા મસાલા ઢોસા છે. મસાલા ઢોસા એ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને અદભૂત વાનગી છે અને તેને બનાવવા પણ ખુબ જ સરળ છે.
મોટાભાગના લોકો સવારે નાસ્તામા આ મસાલા ઢોસા ખાવાનુ પસંદ કરે છે. આ વાનગી બાળકો અને વૃદ્ધ લોકો બંને જ ખાવાનુ પસંદ કરે છે. કોઈપણ લગ્ન કે પાર્ટીમાં તમને ત્યાં મસાલા ઢોસા નો સ્ટોલ ચોક્કસપણે જોવા મળશે. તો ચાલો આજે આ લેખમા આપણે મસાલા ઢોસા બનાવવાની રેસીપી વિશે માહિતી મેળવીશુ.
સાધન-સામગ્રી :
- અડદની દાળ : ૧ બાઉલ
- ચોખા : ૧ બાઉલ
- પનીર : ૧ બાઉલ
- આદુ : ૧ નંગ
- લીલા મરચા : ૨-૩ નંગ
- ડુંગળી : ૧ નંગ
- જીરુ : ૧/૪ ચમચી
- લાલ મરચુ : ૧ ચમચી
- કેપ્સિકમ : ૧ નંગ
- ટમેટા : ૧ નંગ
- ઓઈલ : ૧ ચમચી
- નમક : સ્વાદ મુજબ
બનાવવાની રીત :
- મસાલા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળ અને ચોખા પલાળીને ૭-૮ કલાક રાખો.
- ત્યારબાદ તેને ગ્રાઇન્ડરમા બારીક પીસી લો.
- હવે આ મિશ્રણને થોડીવાર તડકામા રાખો, જેથી આ મિશ્રણ ફૂલી જશે અને ઢોસા પણ મુલાયમ બનશે.
- ત્યારબાદ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ વગેરે શાકભાજી ને બારીક કાપી લો.
- હવે બટાકા લો અને તેમાં સમારેલી બધી શાકભાજી ઉમેરો.
- ત્યારબાદ ગેસ પર કડાઈ મૂકો અને તેમા તેલ ગરમ કરો. ત્યારબાદ તેમા જીરુ ઉમેરો અને આદુ ઉમેરીને ફ્રાય કરો.
- ત્યારબાદ તેમા બાકીની શાકભાજી ઉમેરી ફ્રાય કરો.
- ત્યારબાદ તેમા નમક, લાલ મરચુ, ચીઝ વગેરે ઉમેરો. ત્યારબાદ મસાલા ને બરાબર તળી લો અને તેને ઠંડુ થવા દો.
- ત્યારબાદ ગેસ પર નોન સ્ટીક તવા મૂકો અને તેને ગરમ કરો.
- તૈયાર થયેલ બેટર મિશ્રણ ને ગ્રીલ પર ફેલાવો અને એક બાજુથી શેકી લો.
- ત્યારબાદ હળવેથી બીજી બાજુ ફેરવીને શેકી લો.
- હવે તેમા આવશ્યકતા મુજબ મસાલો ઉમેરો.
- ત્યારબાદ ઢોસા ને બંને બાજુથી ફોલ્ડ કરો. હવે આ સ્ટફ્ડ ઢોસા બંને બાજુ શેકવા. તો તમારા ગરમ-ગરમ મસાલા ઢોસા તૈયાર છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team