લગ્ન થયા પછી જીવનસાથી વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે, જેના લીધે તમારા સંબંધને તમે આગળ વધારી શકો છો. પરંતુ ઘણા લોકોને મજબૂરીને લીધે તેમના લગ્ન પછી તેમના જીવનસાથીથી દુર રહેવું પડે છે. જેના લીધે દરરોજ મળવાનું અને વાત કરવાનું ઓછું થતું જાય છે. આજ કારણોને લીધે બંને વચ્ચે લડાઈ અને ઝઘડા થવા લાગે છે અને સંબંધોમાં કડવાશ આવવા લાગે છે. જો દૂરથી ચાલતા લગ્નના સંબંધોને સમયસર સંભાળવામા ન આવે તો આ સંબંધ હંમેશા માટે તૂટી પણ જાય છે. જે તમારા અને તમારા જીવનસાથી માટે દર્દનાક પણ હોઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે દૂરથી પણ તમારા સંબંધમાં પ્રેમ અને ખુશીઓ લાવો. તેના માટે તમારે પરેશાન થવાની જરૂર નથી, અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે કેવી રીતે તમે તમારા લગ્નજીવનને દૂરથી પણ ચલાવી શકો છો અને સંબંધમાં આવેલી કડવાશ કેવી રીતે દૂર કરી શકો છો.
ખોટી ધારણાઓ ન પાળો.
મોટેભાગે જ્યારે આપણે આપણા જીવનસાથીથી દુર રહીએ છીએ ત્યારે આપણે આપણા જીવનસાથી ની વાતોને લીધે અમુક ધારણાઓ બનાવવા લાગીએ છીએ. પરંતુ ઘણીવાર આ ધારણાઓ ખોટી હોય છે. આ ખોટી ધારણાઓ ને લીધે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે શંકા અને ઝઘડા થવા લાગે છે જેના લીધે તમારા સંબંધો પણ બગડવા લાગે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે આ ધારણાઓને ન બનાવો અને સીધા તમારા જીવનસાથી સાથે વિષય પર વાત કરો. જો તમે તમારી વાતને સ્પષ્ટ નહિ કરો તો તમારો સંબંધ તૂટી પણ શકે છે.
વિશ્વાસ જાળવી રાખો.
સંબંધ ગમે તેવો હોય તેમાં વિશ્વાસ અને પ્રેમ હોવો જરૂરી છે, આ ત્યારે વધુ અહમ બની જાય છે જ્યારે લગ્નના સંબંધની વાત આવે. મોટાભાગે જ્યારે જીવનસાથી દૂર રહે છે ત્યારે કોઈને કોઈ કારણોસર એકબીજા પર વિશ્વાસ ઓછો કરવા લાગે છે, જે સંબંધમાં કડવાશ ઉત્પન્ન કરવા માટેનું મુખ્ય કારણ છે. જો તમારો સાથી તમારા પર ઓછો વિશ્વાસ કરે છે તો તમે પ્રયત્ન કરો કે તેનો વિશ્વાસ જીતી શકો અને તેને આશ્વાસન આપો કે તમે જે કંઈપણ કહી રહ્યા છો કે બતાવી રહ્યા છો તે બધુ સાચું છે. જ્યારે તમારા સંબંધ માં વિશ્વાસ વધવા લાગે છે તો તેમાં શંકા સંપૂર્ણ રીતે અદૃશ્ય થઇ જાય છે, જેનાથી તમારા સંબંધ પણ સારા થઈ શકે છે.
ટેકનોલોજીનો ઉપયોગ કરો.
દૂર રહેવાના લીધે જીવનસાથી એકબીજા સાથે કેટલાય મહિના કે કેટલાક અઠવાડિયા સુધી વાત નથી કરી શકતા કે એકબીજાને જોઈ પણ નથી શકતા. એવામાં તમારો સાથી તમારાથી નારાજ પણ થઇ શકે છે અને પોતાને એકલવાયો અનુભવી શકે છે. જો તમે દરરોજ નથી મળી શકતા તો મોબાઈલ કે લેપટોપ દ્વારા તમારા સાથી સાથે જોડાઈ શકો છો. તમે દરરોજ વિડિયો કોલ કે ચેટિંગ દ્વારા હંમેશા જોડાયેલા રહી શકો છો. તેનાથી તમારા જીવનસાથીને પણ અનુભવ થશે કે તમે હંમેશા તેમની સાથે જ છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “લગ્ન પછી દૂર રહેવાના કારણે તમારા સંબંધમાં પણ કડવાશ આવી રહી છે, તો આ રીતે તમારા સંબંધમાં લાવો ખુશીઓ”