તમારી રિલેશનશિપ શા માટે ખરાબ થાય છે? જરા જાણી લો આ કારણ તો નથી ને…

અત્યારે રિલેશનની દુનિયામાં એક નવો ટ્રેન્ડ ચાલે છે કે, જલ્દીથી રીલેશન ક્રિએટ થઇ જાય છે પણ જયારે એ રીલેશનને સાચવવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ફેઈલ થઇ જાય છે. રીલેશન ક્રિએટ કરવા કરતા તેને નિભાવવા મતલબ કે સાચવવા ખુબ જ અધરું કામ છે. એકબીજાને સમજીને રહેવું અને એકબીજાને કાયમ માટે સમજતા થઇ જવું એ થોડું મુશ્કેલ કામ છે પણ આજના લેખમાં તમને અમુક ટીપ્સ જાણવા મળશે જેનાથી રિલેશનને સ્ટ્રોંગ રાખી શકશો અને તમે જાણી શકશો કે શા માટે તમારી રિલેશનશિપ ખરાબ થઇ રહી છે?

અમુક એવા કારણો છે તમારા રીલેશનને ખરાબ કરી શકે છે અને એ રિલેશનમાં તિરાડ પાડી શકે છે તો એવા મુદ્દાઓ ચર્ચા કરીશું આજના આ લેખમાં :

(૧) ખુશી જાહેર કરવા માટે એક સરળ રીત હોવી જોઈએ; જે પાર્ટનરને પસંદ પણ આવવી જોઈએ. જો તમારી પાસે ખુશીના કોઈ સમાચાર છે તો પાર્ટનરને મોડેથી જણાવો છો અથવા યોગ્ય રીતે જણાવતા નથી તો એ રિલેશનમાં વિશ્વાસને ડગમગાવી શકે છે.

(૨) અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે તમે સોશિયલ મીડિયા પર એક્ટીવ હોવા છતાંય પાર્ટનરને રિસ્પોન્સ નથી આપતા તો એ રિલેશનને ઓછો કરવા અથવા તેના રિએકશનમાં રીલેશનને બ્રેક કરવાનું કારણ બની શકે છે. પાર્ટનરને દરેક સમયે યોગ્ય રીતે રિસ્પોન્સ આપવામાં આવે તો તેને અન્ય કોઈ વ્યક્તિના વિકલ્પની જરૂર પડતી નથી.

(૩) નોકરી કે બીઝનેસમાં વધુ સમય ચાલ્યો જતો હોય અને પાર્ટનરને યોગ્ય સમય ન આપી શકવાને કારણે પણ રિલેશનમાં કોઈ તકરાર ઉભી થાય છે. આ બાબતે પાર્ટનર એવું મહેસૂસ કરે છે કે તેને રિલેશનમાં કોઈ રસ રહ્યો નથી. 

(૪) પહેલી વખત જયારે મળ્યા ત્યારે એકબીજાના મનમાં એક અલગ રોમાંસ હતો એ સમય જતા ધીમે ધીમે ગાયબ થતો જાય છે એ માટેનું કારણ તમે તો નથી ને? પહેલી વખત તેની આંખોમાં આંખ નાખીને અને હાથમાં હાથ રાખીને સમય પસાર કર્યો હતો અને હવે કદાચ માત્ર સમય પસાર કરવા માટે જ તેની સાથે રહેતા હોય તો રિલેશનને ખરાબ થવાનું કારણ બની શકે છે.

(૫) રિલેશનમાં એકબીજાની સંભાળ અગત્યનો ભાગ ભજવે છે. જો કોઈ એક પાર્ટનર રિલેશનને સંભાળીને ચાલતું હોય અને અન્યને એવી કોઈ કિંમત ન હોય તો રિલેશન ખરાબ થવાનું કારણ બની શકે છે. રીલેશનનો મતલબ જ એ છે કે એકબીજાને ‘સમર્પિત’ થઈને રહેવું અને એકબીજાને ગમે એ રીતે રહેવું.

આ એવા મુદ્દાઓ છે, જે વર્ષો જૂના રીલેશનને નાની અમથી વાતમાં પણ બ્રેકઅપ કરવા માટે મજબૂર કરી શકે છે. આવ અન્ય મુદ્દાઓ પણ જીવનમાં યાદ રાખવા જોઈએ જેનાથી સારા રિલેશનને-સારા સમય સુધી અને સારા વ્યક્તિની ઉણપ ન સર્જાય.

રોચક માહિતી પ્રદાન કરતું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી”ના માધ્યમ થકી તમે આ લેખ વાંચી રહ્યા હતા અને આ લેખ પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે પણ શેયર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

1 thought on “તમારી રિલેશનશિપ શા માટે ખરાબ થાય છે? જરા જાણી લો આ કારણ તો નથી ને…”

Leave a Comment