સંઘ લોક સેવા આયોગ ની સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. આ પરીક્ષામાં સફળતા તે વ્યક્તિને જ મળે છે જે સંપૂર્ણ મહેનત સાથે તૈયારી કરે છે અને એ જ કારણ છે કે આ પરીક્ષામાં પસંદ કરાયેલ વિદ્યાર્થી અન્ય માટે પ્રેરણારૂપ બની જાય છે. એવી જ એક વાત નિશા ગ્રેવાલ ની છે. હરિયાણાના ભિવાની જિલ્લાના બામલા ગામની રહેનાર નિશા માત્ર 23 વર્ષની ઉંમરમાં જ પહેલી જ વખતમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે તેમને 2020 ની પરીક્ષા માં સંપૂર્ણ ઇન્ડિયામાં 51મો રેન્ક મેળવ્યો છે.
આસાન નહતો અહીં સુધીનો સફર
નિશા માટે અહીં સુધી આવવું બિલકુલ આસાન ન હતું નિશાએ ગામડામાં સુવિધાઓના અભાવના કારણે દિવસ-રાત આ સફળતા માટે મહેનત કરી અને તેમને પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય દાદા રામફળ ને આપ્યો છે નીશાના દાદા નિવૃત્ત ગણિતના અધ્યાપક છે. નિશા ના પિતા સુરેન્દ્ર ગ્રેવાલ વીજળી વિભાગ માં સહાયક સબસ્ટેશન ઇન્ચાર્જ છે જ્યારે તેમની માતા ગૃહિણી છે.
દાદાની મહેનત રંગ લાવી
નિશાના જણાવ્યા અનુસાર સિવિલ સર્વિસીસની પરીક્ષા તેમને સ્કૂલ જવાની સાથે જ શરૂ થઈ ગઈ હતી નિશાના દાદા રામફળ ગણિતના અધ્યાપક હતા તેથી જ તેમને બાળપણથી જ નિશા ને તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું ગણિત સિવાય બીજા અન્ય વિષયોના ભણતરમાં પણ તેની નિશાની મદદ કરતા હતા આ જ કારણ હતું કે નિશાની સમજ દરેક વિષયમાં ખૂબ જ વધી ગઈ હતી.
નિશાને સફળતા મળી શકે તેથી તેમના દાદા શરૂઆતથી જ તેમને આગળના ધોરણનું ભણાવતા હતા એક વર્ષમાં બે પરીક્ષાનું ભણતર કરવાના કારણે નિશાની સમજ શક્તિ ખૂબ જ વધી ગઈ હતી અને તેમને કોઈપણ વિષય ભણાવવામાં આવે ત્યારે તે તૈયારીમાં જ પોતાની પકડ બનાવી લેતી હતી નિશાએ દિલ્હી વિશ્વવિદ્યાલયના મીરાંડાના હાઉસ મહિલા મહાવિદ્યાલયથી વર્ષ 2019 માં રાજનીતિ વિજ્ઞાનમાં બીએ કર્યું હતું. ત્યારબાદ સિવિલ સર્વિસની પરીક્ષામાં લાગી ગયા હતા.
અન્ય અભ્યાર્થીને નિશાની ટિપ્સ
યુપીએસસી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને લઈને નિશાન નું કહેવું છે કે જો પરીક્ષાની તૈયારી કરતી વખતે સમય લાગે છે કે તમને કોઈ વિષય કમજોર છે તો કોઈ ચિંતા હોવી જોઈએ નહીં તમારે બેઝિક તે વિષયનું ટ્યુશન લગાવવું જોઈએ કારણ કે ઘણી વખત ગુરુના જ્ઞાન વગર આપણને કંઈ જ જાણકારી મળતી નથી. અને જો તમને લાગે કે તમે કોઈપણ ટ્યુશન વગર સારી તૈયારી કરી શકો છો તો તમારે ટ્યૂશનમાં જવાની જરૂર નથી.
તે સિવાય નિશાનું કહેવું છે કે સિવિલ સેવા ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકના પ્રકાશક નું નામ બદલીને ભણતર કરવું જોઈએ નહીં કારણ કે તેનાથી કન્ફ્યુઝન વધી જાય છે. તેની સાથે જ વિદ્યાર્થીઓએ સિલેબસને વારંવાર પુનરાવર્તન કરીને વાંચવો જોઈએ જેથી પહેલાનું ભણેલું યાદ રહે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team