આ વેલેન્ટાઈન પર વાંચો તમારા દિલને ભાવુક કરનારી એક લવ સ્ટોરી

મિત્રો, આજે હું તમને એક સુંદર ઈમોશનલ લવ સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું. આ સ્ટોરી બે જુદાજુદા ગામમાં રહેનારા પ્રેમીઓની છે. તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ તેમના આ પ્રેમ વિશે તેના ઘરના લોકોને બિલકુલ પણ જાણ નથી. તો શું તેમના પ્રેમ વિશે ઘરના લોકોને જાણ થશે? અને જાણ થશે તો શું તેમના ઘરના લોકો રાજી થશે કે નહીં કે પછી તેઓ હંમેશા માટે જુદા થઈ જશે. તેના વિશે તમને સ્ટોરી વાંચીને જ જાણ થશે. તો પછી સમય વેડફ્યા વગર તમે અમારી આ ઈમોશનલ લવ સ્ટોરી વાંચો. આશા છે કે તમને આ સ્ટોરી પસંદ આવશે.

આ લવ સ્ટોરી એક નાનકડા ગામમાં રહેનારા એક યુવકની છે, જે તેના નજીકના ગામમાં રહેનારી એક યુવતીને પ્રેમ કરતો હતો. તેઓ એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા, પરંતુ તેઓ જાણતા હતા કે તેમના આ સંબંધને ઘરના લોકો ક્યારેય પણ સ્વીકારશે નહીં. યુવકનું નામ અભિષેક હતું અને યુવતીનું નામ માધુરી. અભિષેક એક નાના ખેડૂતનો દીકરો હતો અને માધુરી એક મોટા જમીનદારની દીકરી હતી. બંનેની સ્થિતિમાં ઘણી અસમાનતા હતી, પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય દરરજો જોઈને કરાતો નથી.

અભિષેક દરરોજ સાંજે છ વાગ્યે માધુરીને મળવા ચોરી છુપે તેના ગામ જતો હતો. ત્યાં તેઓ તળાવના કિનારે બેસીને તેમના લગ્નના સ્વપ્નને સાકાર કરવાની વાતો કરતા હતા.

ચોરીછુપે મળવું એ તેઓની મજબૂરી હતી. કેમકે ગામમાં મોટાભાગે આવા સંબંધો ઉપર હંમેશા સવાલ કરવામાં આવે છે, અને ગામના લોકોની હંમેશા એવી ઇચ્છા હોય છે કે તેમના બાળકોના લગ્ન તેમની જ્ઞાતિમા જ થાય તેની બહાર નહીં. અભિષેક અને માધુરીની જ્ઞાતિ પણ જુદી જુદી હતી, તેથી તેઓને આ વાતનો પણ ભય લાગતો હતો. દરરોજ આવી રીતે અભિષેકનું ઘરેથી એક જ સમયે નીકળવું અને નજીકના ગામમાં જવું એ તેમના પિતાજીને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું કે તે દરરોજ આ સમયે શું કરવા જાય છે.

એક દિવસ પોતાની શંકાને દૂર કરવા માટે તેના પિતાએ તેનો પીછો કરવાનું વિચાર્યુ અને તેના પિતાએ પછીના દિવસે અભિષેકનો પીછો કર્યો. જ્યારે અભિષેક બીજા ગામમાં પહોંચ્યો ત્યારે તેના પિતાએ જોયું કે તે તુલંગ ગામના જમીનદારની દીકરી માધુરીને મળી રહ્યો છે અને તેને ગળે મળી રહ્યો છે. આ બધું જોઇને તેના પિતાને ઘણી શરમનો અનુભવ થયો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

જ્યારે થોડા સમય પછી અભિષેક ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું કે આજે તું તુલંગ ગામમાં શું કરી રહ્યો હતો. ત્યારે અભિષેકે કહ્યું કે પિતાજી હું ફક્ત મારા મિત્રને મળવા ગયો હતો, તેનું આ જુઠાણું સાંભળીને તેના પિતા ગુસ્સામાં આવી ગયા અને એક થપ્પડ લગાવી દીધી. તેમણે કહ્યું કે મિત્રને મળવા ગયો હતો કે અય્યાશી કરવા ગયો હતો.

મેં તને આજે તુલંગ ગામના જમીનદારની દીકરી સાથે જોયો હતો. તું તેની સાથે શું કરી રહ્યો હતો? તને જરા પણ શરમ ના આવી કે તારા માતા પિતાનું નામ તમે આ રીતે ખરાબ કરી રહ્યા છો. ભગવાનની કૃપાથી આજે મેં તમને જોયા જો ગામની કોઈ બીજી વ્યક્તિ જોત તો આપણી બદનામી તો થાત જ અને સાથે તે છોકરીના ભાઈઓએ તારા હાથ પગ તોડી નાખ્યા હોત.

અભિષેક પોતે કરેલી ભૂલ પર શરમ અનુભવે છે અને તેના પિતાને કહે છે કે મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ. મારે આ વાત પહેલા જ જણાવી જોઈતી હતી કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તેના વગર એક ક્ષણ પણ જીવી નહીં શકું.

પિતાએ કહ્યું કે બેટા જો આ વાતની તને પણ જાણ છે કે તે આપણાથી કેટલા ઊંચા હોદ્દાના છે અને તેઓ તારા સંબંધને ક્યારેય પણ સ્વીકારશે નહીં તેથી તું તેને ભૂલી જાય તે જ યોગ્ય છે. પોતાના પિતાની વાત સાંભળીને અભિષેક ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને સંપૂર્ણપણે તૂટી જાય છે.

ઘણા દિવસો વીતી જાય છે, અભિષેક અને માધુરી એકબીજાને મળ્યા નથી, માધુરી ઘણી ચિંતિત થાય છે કે ઘણા દિવસોથી અભિષેક તેને મળવા કેમ નથી આવી રહ્યો. થોડા દિવસો પછી માધુરીને વધારે ચિંતા થવા લાગે છે, તેથી તે મૂળ વાત સુધી પહોંચવા માટે અભિષેકના ગામ તરફ અભિષેકને મળવા માટે જાય છે. ત્યારે અચાનક તેની મુલાકાત એક છોકરા સાથે થાય છે અને તે છોકરો બીજો કોઈ નહીં પરંતુ અભિષેક જ હોય છે. તે તેને જોઈને ભેટી પડે છે અને રડી રડીને તેની હાલત ખરાબ થઈ જાય છે અને તે તેને કહે છે કે તું મને આટલા દિવસો સુધી મળવા કેમ નહતો આવી રહ્યો. તને ખબર છે હું કેટલી ચિંતિત થઇ રહી હતી કે તને કંઈક થઇ તો નથી ગયું, પરંતુ ભગવાનની કૃપાથી તું ઠીક છે.

અભિષેક માધુરીને ચુપ કરે છે અને તેને પોતાની બધી વાત જણાવી દે છે, કે તેમના પિતાએ તેને તમને મળતા જોયા હતા અને આપણને એકબીજાને ભૂલી જવાનું કહ્યું છે. તેથી માધુરી અભિષેકને કહે છે કે તારો પ્રેમ શું આટલો જ સાચો છે કે કોઈ મુશ્કેલી આવે તો તું આપણા પ્રેમને ભૂલી જાય.

મુશ્કેલી આવી છે તો આપણે બંને ચોક્કસપણે તેનો સામનો કરીશું. હું આજે જ મારા પિતાને તારી વાત કરીશ કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. એટલામાં અભિષેક માધુરીને કહે છે કે ના તું એવું કંઈ નહીં કરે. હું નથી ઈચ્છતો કે તું પોતાના પરિવાર સામે શરમ અનુભવે તેઓને ઠેસ પહોંચે, તેથી યોગ્ય રહેશે કે આપણે એકબીજાને ભૂલી જઈએ.

આટલું કહીને અભિષેક ત્યાંથી ચાલ્યો જાય છે, પરંતુ તે પોતે ખૂબ જ રડી રહ્યો હોય છે કે તેઓનો આટલા વર્ષોનો પ્રેમ હવે સમાપ્ત થઇ જશે. માધુરી ખૂબ જ ઉદાસ થઈને ઘરે પહોંચે છે પરંતુ તે અભિષેકની વાત માનતી નથી અને તેના પિતાને પોતાના સંબંધ વિશે જણાવે છે. તે જણાવે છે કે તે અભિષેકને કેટલો પ્રેમ કરે છે. આ સાંભળીને માધુરી ના પિતા તેના પર ખૂબ જ ગુસ્સે થાય છે. એ વાત પર નહીં કે તેણીએ પ્રેમ કર્યો પરંતુ તે વાત પર કે તેણીએ એક ખેડૂતના દીકરાને પ્રેમ કર્યો.

માધુરીના પિતાએ કહ્યું કે તું ભલે મરી જાય પરંતુ હું તારા લગ્ન તેની સાથે ક્યારેય નહીં કરાવું. તારે આપણો દરજ્જો જોઇને પ્રેમ કરવો જોઈતો હતો. અમારી પણ ઈજ્જત છે. તારા લગ્ન તે છોકરા સાથે થશે તો આપણી ગામમાં બદનામી થશે અને તેવું હું જીવતેજીવ ક્યારેય નહીં થવા દઉં. માધુરીના લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેણીના પિતાએ તેની વાત માની નહીં અને તેને એક રૂમમાં બંધ કરી દે છે.

થોડા દિવસો પછી માધુરીના પિતા તેણીના લગ્ન તેના એક મિત્રના પુત્ર સાથે નક્કી કરે છે. માધુરી આ લગ્ન માટે તૈયાર નહતી, પરંતુ પોતાની ઈજ્જત જવાના ભયથી તેણીના પિતાને આ નિર્ણય મજબૂરીમાં લેવો પડ્યો.

માધુરીના લગ્નના સમાચાર સાંભળીને અભિષેકને એક આંચકો લાગ્યો હતો. માધુરીના લગ્નને ફક્ત બે દિવસ રહ્યા હતા. માધુરી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી પરંતુ માધુરીને તે વાતની જાણ હતી કે અભિષેકના દિલમાં હજુ પણ તેના માટે પ્રેમ જીવંત છે. બીજા દિવસે માધુરીએ નક્કી કર્યું કે જો તે જીવશે તો અભિષેકની સાથે અને મરશે તો પણ અભિષેકની સાથે જ આ હેતુથી તે પોતાની રૂમની બારીમાંથી ભાગી ગઈ અને સીધી અભિષેક પાસે પહોંચી ગઈ.

જ્યારે તે અભિષેક પાસે પહોંચી ત્યારે અભિષેક તેને જોઈને ખૂબ જ ખુશ થઇ ગયો અને તેઓ એકબીજાને ભેટી પડ્યા. ત્યારબાદ માધુરીએ તેને જણાવ્યું કે તે બધું છોડીને તેની પાસે આવી ગઈ છે. ગમે તેવા સંજોગોમાં પણ તેણી તેની સાથે જ જીવવા અને મરવા માંગે છે. તેણીની આવી વાતો સાંભળીને અભિષેક પણ ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેણે પણ પોતાના જીવનના અંત સુધી તેનો સાથ નિભાવવાનું વચન આપ્યું.

આ બાજુ માધુરીના ઘરના લોકોએ જોયું કે માધુરી ઘરે નથી, તેણી ઘરેથી ભાગી ગઈ છે. તેથી તેણીના પિતાની શંકા સીધી અભિષેક ઉપર જાય છે કે તે તેના ઘરે જ ભાગી હશે તેથી પોતાનો સમય બગાડ્યા વગર તેણીના પિતા તેના માણસો સાથે સીધા અભિષેકના ઘર તરફ નીકળે છે. અભિષેક અને માધુરી ત્યાંથી ક્યાંક દૂર જવાનું વિચારે છે એટલામાં માધુરીના પિતા ત્યાં આવી પહોંચે છે અને તે માધુરીને ત્યાંથી લઈ જાય છે ત્યારે અભિષેક માધુરીના પિતાને વિનંતી કરે છે કે અમને અલગ ન કરો. અમે એક-બીજા વગર નહીં જીવી શકીએ, પરંતુ માધુરીના પિતા તેની વાત સાંભળતા નથી અને તેને ગોળી મારીને હત્યા કરે છે તેઓ વિચાર કરીને કે હવે આ છોકરો જ નહીં રહે તો માધુરી પણ હવે ક્યાંય નહીં જાય. સાથે જ ગામમાં તેની ઈજ્જત પણ બચી જશે.

અભિષેક મૃત્યુ પામ્યો હતો અને બીજા દિવસે માધુરીના લગ્ન થવાના હતા પરંતુ આ લગ્ન માટે માધુરી તૈયાર ન હતી, પરંતુ તે અભિષેકના દુઃખ માં ડૂબી ગઈ હતી અને તેણીએ વચન લીધું હતું કે જો તે જીવશે તો અભિષેક માટે અને મરશે તો પણ અભિષેક માટે જ.

હવે લગ્ન માટે થોડો સમય હતો તેમ છતાં માધુરી હજી સુધી તૈયાર થઈ ન હતી. આ દુઃખમાં વિચારતા વિચારતા અચાનક તેની નજર ઉંદર મારવાની દવા પર પડી અને કઈ પણ વિચાર્યા વગર તે દવા લે છે અને તેને ખાઈ જાય છે. તેવું વિચારીને કે જીવતા તો તે અભિષેકની ન થઈ શકી, પરંતુ મરીને તો થઈ શકશે અને થોડી ક્ષણો પછી માધુરીનું મૃત્યુ થાય છે.

મિત્રો, આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ સારી લાગી હશે. જો પસંદ આવી હોય તો તેને વોટ્સએપ અને ફેસબુક પર શેર જરૂર કરો જેથી કોઈ બીજા પ્રેમી કે પ્રેમિકા પણ સ્ટોરીને વાંચી શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “આ વેલેન્ટાઈન પર વાંચો તમારા દિલને ભાવુક કરનારી એક લવ સ્ટોરી”

Leave a Comment