
ઉંદર માટે ઘર હોય? આવું વિચારીએ તો પણ હસવું આવે છે પરંતુ આ અજીબ લાગતું એક સત્ય છે. જેમ હોલીવૂડ મૂવી સ્ટૂઅર્ટ લીટલ ફિલ્મમાં જોયું હોય. પણ અહીં હકીકતમાં ઉંદર માટે એક ગામનું સર્જન કરવામાં આવ્યું છે. અર્થાત્ ઉંદર માટે એક અલગ દુનિયા બનાવવામાં આવી છે.

બ્રિટનના એક ફોટોગ્રાફરની કમાલથી ઉંદરને પણ એક અલગ દુનિયા મળી છે, જેમાં એ માણસની જેમ ખુશ રહી શકે છે. બ્રિટનના આ ફોટોગ્રાફર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફ્સ લેવામાં માસ્ટર છે અને તેના આ શોખને એ કાયમ જીવિત પણ રાખે છે. સાથે તેને કરેલ કાર્યની આખા વિશ્વમાં નોંધ લેવાય છે.

‘સાઈમન ડેલ’ નામના આ વ્યક્તિએ તેના બગીચામાં ઉંદર માટે એક દુનિયાની રચના કરી છે અને જેમ માણસો માટે સુવિધા ઉપલબ્ધ હોય એ રીતે ઉંદરને પણ તમામ સુવિધા મળે એ રીતે ગોઠવણ કરી છે.
બગીચામાં જ તેને ઉંદર માટે ‘મીની વિલેજ’ની રચના કરી છે. એ વિલેજને ખુબસુરતીથી બનાવવામાં આવ્યું છે. સાથે ઉંદરને રોયલ ફિલ આવે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉંદરનું ઘર બનાવવા માટે તેને પથ્થર, લાકડું અને ફૂલની મદદ લીધી છે, જેના વડે ઉંદરને આલીશાન ઘર બનાવીને અર્પણ કર્યું.

સાઈમનને ઉંદર પ્રત્યે એટલો લગાવ છે કે તેને માત્ર ઘર બનાવ્યું એવું નથી પણ માણસની જેમ ઉંદરને આધુનિક સુવિધા મળે એવી પણ વ્યવસ્થા કરી છે. જેમાં ઉંદર માટે ખાસ પ્રકારનું ‘ડાઈનીંગ ટેબલ’ પણ બનાવવામાં આવ્યું છે.

અહીં પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે ઉંદર માટે ડાઈનીંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉંદર તેના પર બેસીને આરામથી ખાવાનું ખાઈ શકે છે. ઉંદરના ઘર પાસે સફેદ પથ્થરની હાર કરવામાં આવી છે, જેનાથી ઉંદરને તેના ઘરનો રસ્તો યાદ રહે.
ઘરને બનાવવા માટે લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઘરની છત પર ઘાસ ઉગાડવામાં આવ્યું છે, અને માણસોના ઘરને દરવાજા હોય એ રીતે ઉંદરના ઘરને પણ દરવાજા બનાવવામાં આવ્યા છે. એક લાકડાનું ફેશનેબલ ટેબલ પણ બનાવ્યું છે, જેના પર ‘ક્યુટ એન્ડ સ્મોલ’ આઈટેમ રાખવામાં આવી છે.

ઘરમાં નાની સાઈઝના વાસણો રાખવામાં આવ્યા છે, જેમ માણસને પણ જરૂર પડતી હોય!! ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દરવાજામાં નાનો હોલ રાખવામાં આવ્યો છે જેનાથી ઉંદર આસાનીથી આવન જાવન કરી શકે.

ઉંદરની અલગ દુનિયા વિકસાવવા માટે ઉંદર ભાઈ તો સાઈમનને ‘થેન્ક્સ’ કહે છે, એમ આપણે પણ કહેવું પડે કારણ કે ઉંદર પ્રત્યેની તેની લાગણી જોઇને ખરેખર દિલથી વાહ..વાહ બોલવું પડે એમ છે.
આવી જ અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”નું ફેસબુક પેજ લાઈક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે પણ આ લેખને શેયર કરજો.
Author : Ravi Gohel