મેષ : મેષ રાશિના જાતકોએ આજે પોતાનું કામ ઈમાનદારીથી કરવાનું રહેશે. તમારી મહેનત અને તમારી કામ પ્રત્યેની લગન તમને આગળ વધવા માટે મદદ કરશે, ઘરમાં બાળકોની નવી એક્ટિવિટી જોઈને મન પ્રસન્ન થઈ જશે.
વૃષભ : વૃષભ રાશિના જાતકોએ આજે ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે. સ્વભાવ શાંત બનાવી રાખો. આજે વધારાના ખર્ચમાં કંટ્રોલ કરો. મનમાં અમુક મુશ્કેલીઓ બની રહી છે. કોઈ નિર્ણય લેવાને લઈને હેરાન રહેશો. તમારા મનનો અવાજ સાંભળો.
મિથુન : આજે સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. નોકરી અને વેપારમાં અટકેલાં કામ જલ્દી પૂરા થશે. નોકરી કરતાં મિત્રોને સ્થાન પરિવર્તન થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે. જીવનસાથીની તબિયતને ઇગ્નોર કરશો નહીં.
કર્ક : આજના દિવસે તમે બધી ચિંતાથી મુક્ત રહેશો. ગુસ્સા પર કંટ્રોલ રાખો. કોઈપણ કામ સમજી વિચારીને કરો. તમારો સમય સારો ચાલી રહ્યી છે. તમારો સ્વભાવ આજે તમને નુકશાન પહોંચાડશે. કામમાં જવાબદારીઓ વધી શકે છે.
સિંહ : આજે તમને અલગ અલગ કામમાં સફળતા મળશે. ભવિષ્યને લઈને કોઈ યોજના હમણાં બનાવશો નહીં. ધર્મ કર્મમાં મન લાગશે. તમે ધ્યાન કે યોગની મદદ લઈ શકો છો. ઓફિસના કામ વધુ સારી રીતે પૂરા થશે.
કન્યા : આજે તમને કોઈ ખુશખબરી મળવાની સંભાવના છે. આર્થિક સમસ્યાને તમે અલગ રીતે વિચારી સુલઝાવી શકશો. જો કોઈ પાસે પૈસા લેવડદેવડનો વ્યવહાર કરવા માંગો છો તો સાવધાની રાખો. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફમાં રાહત મળશે.
તુલા : આજે તમારી મિલકતમાં વધારો થશે. જૂના મિત્રોથી તમને આર્થિક મદદ મળશે. આજે સિઝનલ બીમારી તમને હેરાન કરશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. પરણિત મિત્રોના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
વ્રુશિક : આજે કોઈપણ નાની નાની વાતે ગુસ્સો આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. જો આજે નોકરી કે વેપારમાં કોઈ નિર્ણય લેવો પડે તો ઉતાવળમાં અને લાગણીમાં આવીને લેશો નહીં. કોમર્સના વિદ્યાર્થીઓનો દિવસ સારો રહેશે.
ધન : આજે મિત્રોનો તમને સહકાર મળશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરી શકશો. નોકરી કરતાં મિત્રોને આજે કેટલાક પરિવર્તન થઈ શકે છે. આર્થિક યોજના સારી રીતે પૂરી કરી શકશો. પગમાં દુખાવા સંબંધિત કોઈ મુશ્કેલી હેરાન કરશે.
મકર : આજે તમારા સ્વભાવમાં ગુસ્સો અનુભવશો, તેનાથી તમારા પર નકારાત્મક પ્રભાવ રહેશે. વેપારીઓને મિત્રો કે સંબંધીઓની મદદથી સારી ડીલ મળશે. પારિવારિક જીવનમાં આ જાતકોના સંબંધ વધુ સારા બનશે. આજે મન સ્થિર નહીં રહે.
કુંભ : આજનો દિવસ સારો પસાર થશે. માતા પિતા સાથે આજે સારો સમય પસાર કરી શકશો. જો વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે પરિવારની મરજી જાણી લેવી. સરકારી નોકરી કરી રહેલ મિત્રોને તેમના કામથી ઓળખવામાં આવશે.
મીન : પૈસાની સમસ્યાને લીધે તમારે કેટલાક જરૂરી કામ ટાળવા પડશે. જે લોકો લાંબા સમયથી જોબ શોધી રહ્યા છે તેમને આજે સારા સમાચાર મળી શકે છે. જે લોકો પારિવારિક વેપાર કરી રહ્યા છે તેમને સફળતા મળશે. સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે.