બોલીવુડમાં એક પછી એક કપલ લગ્નના તાંતણે બંધાય રહ્યા છે. દીપિકા અને પ્રિયંકા બોલીવુડની બંને મજબૂત અભિનેત્રીઓ છે. લોકચાહનાની દ્રષ્ટિએ પણ બંને અભિનેત્રીઓએ સારૂ માર્કેટ બનાવ્યું છે. તેની સેક્સી અદાથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે.
લગ્ન ધામધુમથી અને શાહી અંદાજથી કર્યા બાદ હવે હનીમૂન પ્લાનિંગ ચાલે છે. દેશ-વિદેશના ખૂણે આ કપલ હનીમૂન માટે બેસ્ટ લોકેશન પર જવાના છે. સાથે લોકોથી એકાંતમાં રહી શકાય અને કપલ હોવોના આનંદ માણી શકાય એ રીતે વિદેશમાં ફરવા જવાના છે. સમજી ગયા ને અમે શું કહેવા માંગીએ છીએ..!!
રણવીર સિંહ તો અત્યાર સુધી સિંબાના શુટિંગમાં વ્યસ્ત હતો. દીપિકા પણ બીજા ઘણા નાના-મોટા પ્રોજેક્ટમાં બીઝી હતી પણ હવે એ એકાંતની પળો માણવાના છે. પ્રોજેક્ટ અને કામ બાજુ પર મુકીને કપલ ફરવા માટેની વિચારણા કરી રહ્યા છે. જ્યાં પણ બેસ્ટ લોકેશન હશે ત્યાં ફરવા જવા માટે વિચારી રહી છે. આમ તો હવે બંનેની બોલીવુડ સિવાય હોલીવુડ પણ નોંધ લેવા લાગ્યું છે. બંને આવનારા સમયમાં પ્રગતિના પંથે છે.
દીપિકા અને રણવીરના લગ્ન પછી તેના ફેમીલી પ્લાનિંગને લઈને ચર્ચા વધુ થઇ રહી છે. હજી તો લગ્ન થયા છે અને ફેમેલી પ્લાનિંગની વાતો હવામાં વાયુવેગે પ્રસરી ગઈ છે. મીડિયા પણ તેને આવા સવાલો પૂછી રહ્યું છે. રણવીરને જયારે ફેમેલી પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને હસીને જણાવ્યું હતું કે હજુ સમય લાગશે એવું જણાવ્યું હતું. એ સમય આવતા બધાને ખબર પડી જશે. આ વાતથી બધાની ઇન્તેજારી વધારી દીધી હતી.
તો એ પાક્કું છે કે આવનારા સમયમાં દીપિકા અને રણવીરના લગ્નની જેમ તેના બાળકની ખબર પર મીડિયા પર વધુ લાઈટમાં રહેશે. પછી એ પણ બધાની જેમ રેગ્યુલર ફિલ્મી લાઈનમાં આવી જશે. આજ કારણ છે જેને લીધે બોલિવુડમાં હંમેશા હરીફાઈ રહે છે.
અમુક વખતે તો એવું થાય છે કે બોલીવુડમાં નવસીખીયાને કામ મળી જાય છે અને રીયલમાં જેનામાં ટેલેન્ટ છે તે રહી જાય છે. એ સમયે માં-બાપનું નામ જોવાતું હોય છે કદાચ ત્યાં સ્કીલ કે ટેલેન્ટને કોઈ સ્થાન નથી હોતું. જો કે બહુ સંપતિના માલિક હોય એટલે એક-બે ફિલ્મ જાતે બનાવી નાખે એટલે બોલીવુડમાં એન્ટ્રી મળી જાય.
રણવીરે દીપિકાને સંબોધીને એવું પણ કહ્યું હતું પહેલા એ મારી વાઈફ છે પછી એ બાળકની માં બનશે. મતલબ બંને હજુ ખુશીના દિવસોને, રોમાન્સના દિવસોને સાથે પૂર્ણ રીતે જીવી લેવા માંગે છે. પછી ફેમીલી પ્લાનિંગની વાત કરશે જેના કારણે જીંદગીમાં કોઈ ખુશી જીવવાની બાકી ન રહે.
વાહ રે વાહ… બાકી જબરદસ્ત પ્લાનિંગ છે. આવી જ રીતે બધાની જીંદગીમાં ખુશી આવતી હોય તો કેવું સારૂ!! અઢળક રૂપિયાની કમાણી અને બાદશાહી ફેમ, જીવવા માટે તમામ સગવડ. પણ એ તો બધું ઠીક ઊંઘ તો નાના દરજ્જાના માણસને આવે એવી તો ન જ આવે!! ગમે તેટલા પૈસાદાર હોય તો પણ ખાવા માટે તો રોટલી જ જોઈએ તેમાં થોડા રૂપિયાની નોટો ખાઈ શકીએ છીએ…
તો દરરોજ નવી માહિતી અને આર્ટીકલ વાંચવા માટે અમારા આ ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલશો નહીં. એકમાત્ર ફેસબુકનું પેઇઝ – “ફક્ત ગુજરાતી”
#Author : Ravi Gohel