બોલીવુડના મોસ્ટ રોમાન્ટિક કપલ આલિયા – રણબીર ની લવ સ્ટોરી કોઈના થી છુપાયી નથી, પછી એ બાળકો હોય કે યુવાન બધાય ને તેમના પ્રેમ વિષે જાણ છે.. છેલ્લા કેટલા સમય થી એ ખબર ચાલી રહી હતી કે આ જોડી જલ્દી લગ્ન ના બંધન માં બંધાવાની છે. આટલુજ નહી પણ થોડા સમય પહેલા એક એવો ફોટો વાયરલ થયો હતો જેમાં આ કપલ એકબીજાને વરમાળા પહેરતા નજર આવ્યા હતા. પણ એ ફોટો ફેક નીકળ્યો, અને હવે એમના લગ્નની કંકોત્રી વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન ની કંકોત્રી ઘણી વાયરલ થઇ રહી છે. આ કંકોત્રી અનુસાર આલિયા-રણબીર ના લગ્ન ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજે થવાના છે. આ કાર્ડ ને વાયરલ કરી એ દાવો કરી રહ્યા છે કે તેમના લગ્ન સાચેજ આવતા વર્ષે થવાના છે. આ કાર્ડ અનુસાર લગ્ન રાજસ્થાન ના ઉમેદ ભવન પેલેસ માં યોજાશે. આ એજ પેલેસ છે જ્યાં ગત વર્ષે પ્રિયંકા અને નીક ના લગ્ન થયા હતા. પણ કોક લોકો આ કાર્ડ ને ફેક ખી રહ્યા છે તે કોક સાચ્ચું ખી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ કાર્ડ એકદમ ફેક છે. જો તમે આ કાર્ડને ધ્યાન થી જોશો તો એમાં આલિયા ભટ્ટના નામની સ્પેલિંગ ખોટી છે. તેની સાથેજ આલિયા ભટ્ટ ના પિતા ના નામની સ્પેલિંગ પણ રોંગ છે. આલિયા ના પપ્પા નું નામ મહેશ ભટ્ટ છે પણ કાર્ડ માં તેના કાકા મુકેશ ભટ્ટ નું નામ છે. આલિયા થી નજીકના સુત્રોએ જણાવ્યું કે આ કાર્ડ ફેક છે અને બન્ને માં થી કોઈએ આવી કોઈ ઘોષના કરી નથી.
આમ જોવા જઈએ તો એક લુક માં આ કાર્ડ ઓરીજનલ હોય એમજ લાગે છે અને તેમના ફેંસ પણ ઘણા ઉત્સાહિત થઇ ગયા હતા. પણ તેમનું પણ દિલ તૂટી ગયું કારણકે ફેંસ બન્ને ને લગ્ન ના સબંધમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. અફવા હતી કે રિશી કપૂર ના કેન્સર ની સારવાર બાદ તરતજ આલ્યા અને રણબીર લગ્ન કરી લેશે. પણ નાં તો આલિયા કે રણબીર બન્ને માંથી કોઈએ આ વિષય પર કોઈ કમેન્ટ કર્યું નથી.