ભાઈ અને બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધે છે.
ચાલો જાણીએ 10 પ્રસિદ્ધ બહેનો ના નામ..
1 ભગવાન શિવ ના બહેન:
ભગવાન શિવ ના બહેન નું નામ અશાંવરી હતું. કહેવાય છે કે પાર્વતી માંતા એકલા રહેતા હતા ત્યારે એમને શિવજી ને કીધું કે મને એક નણંદ હોય તો સારું. ત્યારે શિવજી તેમની માયા થી તેમના બહેન ની ઉત્પતિ કરી. આ ઉપરાંત શિવજી ની પુત્રી જ્યોતિ પણ હતા.
2. ભગવાન વિષ્ણુ ના બહેન:
શાક્ત પરંપરામાં ત્રણ જીવનનું રહસ્ય છે- પ્રધાનીક,વૈકરુટિક અને મુક્તિ. આ રહસ્ય અનુસાર કહેવાય છે કે મહાલક્ષ્મી ના દ્વારા વિષ્ણુ અને સરસ્વતી ની ઉત્પતિ થઈ હતી એટલે સરસ્વતી અને વિષ્ણુ બંને ભાઈ બહેન હતા.
3. બાલી ના બહેન:
જ્યારે ભગવાન વામને બાલી પાસે થી 3 પગ ભૂમિ માંગી ને પાતાળલોક ના રાજા બનાયા હતા. ભગવાન વામન ને ફરી થી લક્ષ્મીજી જોડે જવું હતું પરંતુ તેઓ આ વચન આપી ને ફસાઈ ગયા કે તેઓ ત્યાં જ રાતસલ માં બાલી ની સેવા કરશે. લક્ષ્મીજી ખૂબ ચિંતા માં હતા. ત્યારે ત્યાં નારદમુની આવ્યા અને તેમણે લક્ષ્મીજી ને કહ્યું કે તમે બાલી ના હાથ પર રાખડી બાંધી દો. આવું કરતાં જ બાલી લક્ષ્મીજી ના ભાઈ થઈ ગયા અને તેઓ પોતાના પતિ ને લઈ ને જતાં રહ્યા.
4. યમરાજ ના બહેન:
ભાઈ બીજ ને યમ દુત પણ કહે છે. કહેવાય છે કે એક દિવસ યમુના એ પોતાના ભાઈ યમરાજ ને ઘરે બોલાવી ને ટીકો લગાવી ને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.જેનાથી યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે પોતાની બહેન ને અખંડ સૌભાગ્ય વતી નું વરદાન આપ્યું હતું. આ દિવસે જે ભાઈ બહેન આ રિવાજ નિભાવીને યમુના માં સ્નાન કરે છે તેને યમરાજ યમ ની યાતના નથી આપતા.
5. રામજી ના બહેન:
રામજી ને બે બહેનો હતી એક શાંતા અને બીજા કુકબી. રામ ના સૌથી મોટા બહેન શાંતા હતા જે ચારે ભાઈ માં મોટા હતા. શાંતા એ દશરથ અને કૌશલીયા ના પુત્રી હતા. પરંતુ રાજા દશરથે તેમની પુત્રી ને રોમપદ ના રાજા ને સોંપી દીધી. શાંતા નું પાલન પોષણ રાજા રોમપદ એ જ કર્યું. શાંતા ના પતિ મહાન ઋષિ હતા .રાજા દશરથ અને કૌશલીયા ને એ જ વાત ની ચિંતા હતી કે તેમણે કોઈ પુત્ર ન હોવા થી તેમનો ઉતરાધિકારી કોણ બનશે? એટલે તેમણે તેમના જમાઈ દ્વારા પુત્ર માટે યજ્ઞ ની વાત કરી .
6.કૃષ્ણ ના બહેન :
કહેવાય છે નરકાસુર નો વધ કર્યા પછી કૃષ્ણ તેમના બહેન સુભદ્રા ને મળવા માટે ભાઈ બીજ દિવસે ગયા હતા. સુભદ્રા એ તેમનો સ્વાગત માથે તિલક લગાઈ ને ભોજન થી કર્યું. સુભદ્રા સિવાય તેમની એક બીજા પણ બહેન હતા એકાનંગા(યશોદા ના પુત્રી). આ ઉપરાત કૃષ્ણ દ્રૌપદી ને પણ પોતાની બહેન જ માનતા હતા.
7. સૂર્યદેવ ના બહેન:
ભગવાન સુર્યદેવ ની બહેન અને બ્રહ્મા ની માનસ પુત્રી છઠ મૈયા ના નામ થી પ્રસિદ્ધ છે. નવરાત્રી ની ષષ્ટિ એ તેમની પૂજા થાય છે.
8. રાવણ ના બહેન:
રાવણ ને બે બહેનો હતી. એક હતા સુર્પનખા અને બીજા હતા કુંભીની. કુંભીની મથુરા ના રાજા મધુ રાક્ષસ ના પત્ની હતા.
9. કંસ ના બહેન:
ઘણા દુર્ગુણો હોવા છતાં કંસ પોતાની નાની બહેન પ્રત્યય ખૂબ પ્રેમ હતો. દેવકી ના લગ્ન વખતે જો આકાશવાણી ન થઈ હોત તો તે આવું દુષ્કર્મ ક્યારેય ન કરત.
10. દુર્યોધન ના બહેન:
100 કૌરવો ને એક બહેન પણ હતા. તેમનું નામ હતું દુશાલા. દુશાલા ના લગ્ન સિંધ દેશ ના રાજા જયદ્રથ જોડે થયા હતા. જયદ્રથ એ દ્રૌપદી નું અપહરણ કર્યું હતું. એટલે દ્રૌપદી એ તેમનું અપમાન કર્યું હતું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team