શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આમ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિએ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈનું ખૂબ જ સારું લાંબુ આયુષ્ય થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે, અને તેના બદલામાં જ ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. આમ આ વખતે પણ દર વખતની જેમ રક્ષાબંધનની તારીખ ને લઈને ખૂબ જ કન્ફ્યુઝનમાં લોકો આવી ગયા છે. અમુક લોકો 11 ઓગસ્ટે રક્ષાબંધન છે તેવું જણાવી રહ્યા છે ત્યારે અમુક લોકો 12 ઓગસ્ટે આ તહેવાર આવી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે. તો આવો આજે અમે તમને રક્ષાબંધનની તારીખ, તથા રાખડી બાંધવા માટેનું યોગ્ય શુભ મૂર્હત વિશે વિસ્તારથી જણાવીશું.
11 અથવા 12 ક્યારે છે રક્ષાબંધન?
હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણની પૂર્ણિમા તિથિ 11 ઓગસ્ટ 2022 એ સવારે 10 વાગ્યા ને 38 મિનિટથી પ્રારંભ થશે અને બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટે સવારે સાત વાગ્યાથી 05 મિનિટ સુધી રહેશે. પરંતુ રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટના દિવસે જ મનાવવામાં આવશે આ વખતે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા ના ચાર શુભ મૂર્હત છે.
રક્ષા બંધનનો શુભ સમય
- અભિજીત મુહૂર્ત – બપોરે 12.06 થી 12.57 સુધી
- અમૃત કાલ – સાંજે 6.55 થી 8.20 સુધી
- બ્રહ્મ મુહૂર્ત – સવારે 04.29 થી 5.17 મિનિટ સુધી
રક્ષાબંધનના શુભ યોગ
- આયુષ્માન યોગ- 10 ઓગસ્ટે સાંજે 7.35 થી 11.03.31 સુધી
- રવિ યોગ- 11 ઓગસ્ટ સવારે 5.30 થી 6.53 સુધી
- શોભન યોગ – 11 ઓગસ્ટના 3.32 થી 12 ઓગસ્ટના રોજ 11.33 સુધી.
રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો
જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા સાથે મનાવવામાં આવશે.11મી ઓગસ્ટે એટલે કે રક્ષાબંધનના દિવસે સાંજે 5.17 વાગ્યાથી ભદ્રાની છાયા રહેશે. અને ભદ્રાની છાયા 5.17 થી 6.18 સુધી રહેશે.આ પછી સાંજે 6.18 થી 8 વાગ્યા સુધી મુખ ભદ્રા રહેશે.આ દિવસે ભદ્રાની છાયા રાત્રે 8:51 કલાકે સંપૂર્ણ સમાપ્ત થઈ જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team