એરડીયું(કેસ્ટર ઓઇલ) ચામડી અને સ્વાસ્થ્ય માટે બહુજ સારૂ માનવામાં આવે છે .પરંતુ ઘણા લોકો એના ફાયદા વિશે જાણતા નથી. એટલું જ નહિ,પણ ઘણા લોકો તેના ગુણધર્મો પણ જાણતા નથી .એરડીયું એના ઘણા ફાયદા ઓ માટે જાણીતુ છે .જેવુ કે ખીલ નેમટાડવા ,સોજાઉતારવામાં ,કરચલીઓ ઓછી કરવામાં વગેરે .આની સાથે તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ માટે પણ કરવામાં આવે છે .કારણકે આ તમારા મેકઅપ ને પાણીદાર (હાઈડ્રેટીંગ ઇફેક્ટ) આપે છે .અને તમારી ત્વચાને મેકઅપ થી ખરાબ થતા બચાવે છે .
એરડીયું તમારી પાંપણો માટે કેવીરીતે વાપરી શકો?
કોઈ પણ એરડીયા ની બાટલી ખરીદતા પહેલા એ જોઈ લેવું કે એ સાચું એરડીયું છે કે નહિ. કારણકે બજારમાં ઘણા નકલી તેલ પણ મળે છે .જેને કેસ્ટર ઓઇલ ના નામે વેચવામાં આવે છે .જે એરડીયા મા બીજા વનસ્પતિ જન્ય તેલ ભેળવેલા હોય તેના થી તમારી ચામડી ઉપર બળતરા થશે .અને તમને તેના ફાયદા ઓ નહી દેખાય .
બ્યુટી માટે બે પ્રકારના કેસ્ટર ઓઇલ વપરાય છે .
પહેલુ – કોલ્ડ પ્રેસડ ઓઇલ ,જેને કોઇ રંગ નથી હોતો અને એ બિલકુલ પાણી જેવું જ દેખાય છે .
બીજુ – જમાયકન બ્લેક કેસ્ટર ઓઇલ , જેનો રંગ ડાર્ક બ્રાઉન હોય છે .
જમાયકન બ્લેક કેસ્ટર ઓઇલ ઘણીબધી બ્યુટી ટ્રીટમેન્ટ માટે વપરાય છે .અને આ બંને પ્રકારના કેસ્ટર ઓઇલ (જમાયકન અને કોલ્ડ પ્રેસડ ઓઇલ ) મા એક પ્રકાર નો પદાર્થ હોય છે જે તમારી પાંપણો ને વધરવા માટે ઉપયોગી થાય છે .
તમારી પાંપણો ઉપર કેસ્ટર ઓઇલ (એરડીયું) લગાડતા પહેલા તેલ નુ એક ટીપુ તમારી ત્વચા ઉપર લગાવો એટલે કે હાથ ના કોઈપણ ભાગ ઉપર ,અને જુઓ કે ત્યારબાદ તમને તેનાથી કોઇ પ્રકારની બળતરા તો નથી થતી ને, અને જો બળતરા ન થાય તો એ તમારી ત્વચા ઉપર લગાવવા માટે સુરક્ષિત છે .
તમારી પાંપણો ઉપર એરડીયું અજમાવવા નો સાચો સમય , રાત ના સુતા પહેલા , તમારી પાંપણો ઉપર એરડીયું આવી રીતે લગાવો .
– ધ્યાન રાખો કે , તમારી પાંપણો ઉપર મેકઅપ નો હોય .
– રૂ ને એરડીયા મા ડૂબાડો.
– હળવા હાથો થી રૂ ને તમારી પાંપણો ઉપર લગાવો અને ધ્યાન રાખો કે તેલ તમારી આંખો મા નો જાય .
– સવારે ઉઠતા ની સાથે પાંપણો ઉપર લગાવેલા એરડીયું ને પાણી થી
અથવા મેકઅપ રિમુવર થી કાઢો .
તમારી પાંપણો ઉપર એરડીયું લગાડતા પહેલા આ બાબતો નુ ધ્યાન રાખો .
તમારા પાંપણો ઉપર એરડીયું લગાડતા પહેલા આટલું ધ્યાન રાખો કે એ તમારી આખો માં નો જાય , જો ભુલ થી આંખો મા જાય તો તરત પાણી છાંટો.
જોકે ,એરડીયું એકદમ સુરક્ષિત હોય છે .પરંતુ તે છતા ઘણા લોકોને તેની એલર્જી થવાની શકયતા હોય છે .તમારા ચહેરા ઉપર એરડીયું લગાવતા પહેલા તેને ૨૪ કલાક પહેલા તમારા હાથ અથવા બીજા ભાગ ઉપર લગાવી ને જોવો કે તમને કોઈ પ્રકારની એલર્જી તો નથી ને ? તો જ તેનો ઉપયોગ કરવો .
છેલ્લી વાત
જોકે ,એવા ઘણા ઉત્પાદક છે જે તમારી પાંપણો વધારવાનો દાવો કરે છે .પરંતુ તેમની કિંમત ઘણી અલગ અલગ હોય છે .જ્યારે એરડીયું એ એક પ્રાકૃતિક ઉત્પાદક છે .જે સસ્તુ હોવાની સાથે તમારી ચામડી માટે પણ લાભદાયક છે.
એરડીયું નો ઉપયોગ કરવામાં એકદમ સરળ છે. થોડી ધીરજ અને ચોક્કસાઈ થી વાપરતા તમને ઘણા ઓછા સમયમાં તમારી ખબસુરત પાંપણો જોવા મળશે .
ALL IMAGE CREDITS : GOOGLE IMAGES
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI