રાજકોટ – ગુજરાતનું એક રંગીલું શહેર છે, ચાલો જાણીએ રાજકોટના બેસ્ટ ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળો વિશે

Image Source

ગુજરાતના સૌરષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું “રાજકોટ” ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. આ શહેર તેના પર્યટન સ્થળો ઉપરાંત તેના ઉદ્યોગો, મીઠાઈઓ, પારંપરિક નાસ્તા, નવરાત્રિ મહોત્સવ, હસ્ત શિલ્પ (ચાંદીનું કામ, પટોળા) માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. રાજકોટમાં ફરવા માટે ધાર્મિક સ્થળો થી લઈને ઐતિહાસિક સ્મારકો સુધી ઘણા વિકલ્પો રહેલા છે જે પ્રવાસીઓને તેના ઇતિહાસનો પરિચય કરાવે છે, અને આ ક્ષેત્રની પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરવાનો અવસર પ્રદાન કરે છે.

રાજકોટને એ સ્થાન રૂપે પણ ઘણી પ્રસિદ્ધિ મળી છે, જ્યાં મહાત્મા ગાંધીએ તેનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત રાજકોટનો સમાવેશ ભારતના સ્વચ્છ શહેરોમાં પણ થાય છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. જો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ પર્યટક સ્થળો શોધી રહ્યા હોય, તો પછી રાજકોટને તમારા પ્રવાસ માટે પસંદ કરી શકો છો.

તો ચાલો આ લેખમાં આપણે રાજકોટના પ્રખ્યાત પ્રવાસ સ્થળો અને રાજકોટના પ્રવાસ સંબંધિત માહિતીને વિસ્તારથી જાણીએ.

રાજકોટનો ઇતિહાસ:

1620 માં ઠાકુર સાહેબ વિભોજી અજોજી જાડેજા દ્વારા રાજકોટ ની સ્થાપના કરવામાં આવી હતી . જે નવાનગરના જામ શ્રી સુત્તરસલ (સાતજી) વિભાજી જાડેજાના પૌત્ર હતા, રાજકોટ બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉતર ભાગો માટે ભારતીય સ્ટેટ એજન્સી નું પ્રશાસનિક કેન્દ્ર પણ હતું.

રાજકોટમાં ફરવાલાયક સ્થળો:

1. ખંભાલીડા ગુફાઓ રાજકોટ –

Image source

“ખંભાલીડાગુફાઓ” રાજકોટ શહેર થી થોડે અંતરે આવેલ ગોંડલ પાસે આવેલી છે. જેને રાજકોટ ગુફાઓના રૂપે પણ જાણવામાં આવે છે. આ ગુફાઓ ત્રણ બૌદ્ધ ગુફાઓનો એક સમૂહ છે, જેમાંથી કેન્દ્ર ગુફાનું નામ ચૈત્ય છે અને એક બીજા નું નામ ઘસાયેલો સ્તૂપ છે. આ ગુફાઓ લગભગ ઈ.સ. ની ૪થી કે ૫મી સદીની માનવામાં આવે છે, તેને પસંદ કરેલા પથ્થરના ખડકોથી કાપીને બનાવવામાં આવ્યુ હતુ. ખંભાલીડા ગુફાઓ રાજકોટના મુખ્ય એતિહાસિક સ્થળમાંથી એક છે, તેથી આ ગુફાઓની જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

જે પણ પ્રવાસીઓ રાજકોટમાં ફરવા માટે સૌથી સારી જગ્યા શોધી રહ્યા છે તેને ખંભાલીડા ગુફાઓની યાત્રા જરૂર કરવી જોઈએ જે પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે.

ખંભાલીડા ગુફાનો સમય

  •  સવારે ૮ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)

2. કબા ગાંધીનો ડેલો રાજકોટ –

Image source

જો તમે મહાત્મા ગાંધીને તમારા આઇડલ માનો છો, અને રાજકોટમાં યાત્રાની શરૂઆત તેમની સ્મૃતિઓ થી કરવા માંગો છો, તો તમારે કબા ગાંધીના ડેલાથી તમારી યાત્રા શરૂ કરવાની જરૂર છે.

કબા ગાંધીનો ડેલો તે સ્થાન છે જ્યાં ગાંધીજીએ તેમનુ બાળપણ વિતાવ્યું હતુ, જેને આજે ગાંધીસ્મૃતિ માં એક સંગ્રહાલયના રૂપે બદલવામાં આવ્યું છે, જે ફોટાના માધ્યમથી તેના જીવનને પ્રદર્શિત કરે છે. એક સંગ્રહાલય હોવા સિવાય, બિલ્ડિંગનો ઉપયોગ યુવાન છોકરીઓ માટે સિવણ અને ભરતકામ ના વર્ગો માટે પણ કરવામાં આવે છે, જેને તમે કબા ગાંધીના ડેલાની યાત્રામાં તાલીમ મેળવતા જોઈ શકશો.

કબા ગાંધીના ડેલાનો સમય

  • સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)

કબા ગાંધીના ડેલા ની પ્રવેશ ફી

  •  મફત

3. પ્રદ્યુમ્ન ઝુઓલોજીકલ ઉદ્યાન રાજકોટ –

Image source

રાજકોટમાં લાલપરી તળાવ ની પાસે આવેલું “પ્રદ્યુમ્ન ઝુઓલોજીકલ ઉદ્યાન” કે “રાજકોટ ઝુઓલોજિકલ ઉદ્યાન” રાજકોટના સૌથી આકર્ષક સ્થાનો માંથી એક છે. આ ઉદ્યાન લગભગ ૩૭ એકરમાં ફેલાયેલું છે, જેમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રવાસી પક્ષીઓ ની પ્રજાતિઓને જોઈ શકાય છે. આ ઉદ્યાનની આજુબાજુ લાલપરી તળાવ અને રવિન્દ્ર તળાવ નામના બે તળાવ પણ છે, જે તેના આકર્ષણમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે.

આ ઉદ્યાન પ્રવાસીઓની સાથે સાથે સ્થાનીય લોકોના ફરવા માટે અને પિકનિક સ્થળો માટે ઘણું પ્રખ્યાત છે.

જો તમે પણ તમારા બાળકો સાથે ફરવા માટે કે પિકનિક માટે રાજકોટનું સૌથી શ્રેષ્ઠ શોધી રહ્યા છો, તો પ્રદ્યુમ્ન ઝુઓલોજીકલ ઉદ્યાન સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજકોટ ઝૂઓલોજીકલ ઉદ્યાન એક એવી જગ્યા છે, જ્યાં તમે તમારા પરિવાર સાથે પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો અને વર્ડ વૉચિંગ જેવી આકર્ષક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

પ્રદ્યુમ્ન ઝુઓલોજીકલ ઉદ્યાનનો સમય

  • સવારે ૯:૦૦ વાગ્યા થી ૬:૦૦ વાગ્યા સુધી(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)

4. રણજીત વિલાસ પેલેસ રાજકોટ –

Image source

રણજીત વિલાસ પેલેસ રાજકોટના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે. આ ફક્ત ઇતિહાસ અને સંસ્કૃતિ ને લીધે જ મહત્વપૂર્ણ નથી પરંતુ પરિવાર અને મિત્રો સાથે ફરવા જવા માટે પણ યોગ્ય સ્થળ છે.

લગભગ ૨૨૫ એકર જમીનમાં ફેલાયેલું રણજીત વિલાસ પેલેસનુ નિર્માણ મહારાજા અમરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું, જેને મુગલ, ડચ, ગોથિક, વિક્ટોરિયન વાસ્તુકલા ના સંયોજન સાથે બનાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓને આ પેલેસ ની અંદર જવાની અનુમતિ નથી, પરંતુ પ્રવાસીઓ આ પેલેસ ને બહાર થી જોઈ શકે છે અને પરિસરમાં ફરી શકો છો.

રણજીત વિલાસ પેલેસ નો સમય

  • સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી.(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)

5. ગોંડલ રાજકોટ –

Image source

રાજકોટની દક્ષિણે લગભગ ૩૫ કિમી ના અંતરે આવેલું ” ગોંડલ શહેર” રાજકોટના મુખ્ય પ્રવાસ સ્થળ ના રૂપે લિસ્ટેડ છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ની હાજરી નોધવામાં આવે છે. જો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક દિવસના પ્રવાસ માટે રાજકોટના શ્રેષ્ઠ સ્થળ શોધી રહ્યા છો, તો ગોંડલ તમારી મુસાફરી માટે ઉત્તમ વિકલ્પ છે.

ગોંડલ શહેર કુશળ માર્ગ નેટવર્ક, સુંદર પેલેસ, દરબારગઢ જેવા પ્રખ્યાત પ્રવાસ સ્થળો અને ખળભળાટ બજારો માટે જાણીતું છે. જ્યારે તેની ઘુમાવદર શેરીઓ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. ગોંડલ શહેર રાજકોટમાં ફરવા માટેની એક એવી જગ્યા છે જ્યાં પ્રવાસી એક દિવસમાં તેના આકર્ષક સ્થળો ની મુસાફરી કરી શકે છે અને ગોંડલની પ્રખ્યાત બજારમાં ખરીદી કરીને તેમની યાત્રાને યાદગાર બનાવી શકે છે.

6. જગત મંદિર રાજકોટ –

રામકૃષ્ણ પરમહંસને સમર્પિત જગત મંદિર રાજકોટના મુખ્ય મંદિર અને ધાર્મિક સ્થળ માંથી એક છે, જે સ્થાનીય લોકો સાથે સાથે દેશના જુદા જુદા ખૂણામાંથી શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે. જગત મંદિર એક સાર્વભૌમિક મંદિર છે, જેમાં રામકૃષ્ણ પરમહંસની સાથે સાથે જુદા જુદા દેવતાઓની મૂર્તિઓ સ્થાપેલી છે. આ મંદિર હિંદુ, ઈસાઈ, દ્વીપ અને બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખે છે, તેથી બધા ધર્મના લોકો અહી પ્રાર્થના કરવા માટે આવે છે.

આ મંદિર તેની ધાર્મિક વિશિષ્ટતાઓની સાથે સાથે પોતાની વાસ્તુકલા માટે પણ જાણીતું છે. લાલ પથ્થરથી બનેલું મંદિર ૬૦ સ્તંભો ઉપર ઉભેલુ છે જે ગ્રેનાઈટ અને બલુઆ પથ્થરથી બનેલું છે જે પોતાનામાં અદ્વિતીય છે. આ વિશિષ્ટતાઓ આ મંદિરને પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને કલા પ્રેમીઓ બધાને ફરવા માટે રાજકોટની સૌથી સારી જગ્યાઓ માંથી એક છે.

7. ઈશ્વરીયા પાર્ક રાજકોટ –

Image source

ઈશ્વરીયા ઉદ્યાન રાજકોટમાં ફરવાલાયક એક વધુ સ્થળ છે. આ ઉદ્યાનને પ્રવાસીઓને ફરવા માટે ઈ.સ. ૨૦૦૮ માં ખોલવામાં આવ્યું હતું, જેનું ઉદ્દઘાટન ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ કરેલું હતું. ત્યારથી આ સુંદર ઉદ્યાન લાખો લોકોને આકર્ષિત કરે છે.

૭૭ એકરમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં શાંત વાતાવરણ અને લીલીછમ હરિયાળી ની સાથે સાથે એક મોટું તળાવ પણ છે, જ્યાં પ્રવાસીઓ નૌકા વિહાર નો આનંદ માણી શકે છે. આ ઉદ્યાન રાજકોટની એક એવી જગ્યા છે, જ્યાં તમે તમારા બાળકો સાથે પિકનિક માટે અને યુવાનો તેના કપલ સાથે સુખદ પળો ની આનંદ માણવા માટે અહી આવી શકે છે. આજ આકર્ષણો ને જોતા ઈશ્વરીયા ઉદ્યાન ને પરિવાર, મિત્રો અને કપલ સાથે ફરવા માટે રાજકોટના સૌથી સારા સ્થળો માં સમાવેશ કર્યો છે.

ઈશ્વરીયા પાર્ક નો સમય

  • બપોરના ૧ વાગ્યા થી ૮ વાગ્યા સુધી

8. સ્વામિનારાયણ મંદિર રાજકોટ

Image source

રાજકોટ જંકશન થી આશરે ૪ કિમીના અંતરે કાલાવડ રોડ પર આવેલું “સ્વામિનારાયણ મંદિર”  રાજકોટનું એક પ્રખ્યાત હિંદુ મંદિર છે, જે ભગવાન સ્વમિનારાયણ ને સમર્પિત છે. સ્વામિનારયણ મંદિર ની સ્થાપના બોચાસનીવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, તેથી તેને બોચાસનીવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિારાયણ ના નામે પણ જાણવામાં આવે છે.

આ મંદિર શહેરનું મુખ્ય આસ્થા કેન્દ્ર હોવાની સાથે સાથે તેની સ્થાપત્ય પ્રતિભા માટે પણ જાણીતું છે, માનવામાં આવે છે કે આ મંદિર ની સ્થાપના હાથથી બનાવેલા પથ્થરથી કરવામાં આવી હતી. આ મંદિર એક સામાજિક – આધ્યાત્મિક સંગઠન પણ છે, તેથી બધા ધર્મના લોકો અહી આવે છે.

9. લાલપારી તળાવ રાજકોટ –

Image source

રાજકોટના બહારના વિસ્તારમાં આવેલું “લાલપારી તળાવ” રાજકોટનું પ્રખ્યાત પિકનિક સ્થળ છે, જ્યાં પ્રવાસીઓની સાથે સાથે સ્થાનીય લોકો પણ પોતાના બાળકો અને પરિવાર સાથે પિકનિક માટે આવે છે.

જ્યારે પણ તમે લાલપારી તળાવ આવશો ત્યારે વિશ્વાસ કરો કે તેની સુંદરતા અને મનોરમ્ય દ્રશ્યો જોઈને એક ક્ષણ માટે તમે બધું જ ભૂલીને તેમાં ખોવાઈ જશો.

આ તળાવ વર્ડ વૉચિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે, કેમ કે આ તળાવ ઘણા પ્રવાસી પક્ષીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેને સરળતાથી તળાવના કિનારે થી જોઈ શકાય છે.

10. વૉટસન સંગ્રહાલય રાજકોટ –

Image source

જુબલી ગાર્ડન પાસે આવેલું “વૉટસન સંગ્રહાલય” રાજકોટના સૌથી હદયસ્પર્ષી સ્થળો માંથી એક છે. આ સંગ્રહાલય ગુજરાતમાં સૌથી જૂના સંગ્રહાલયો માંથી એક પણ માનવામાં આવે છે, જે રાજકોટ રિયાસતના સંસ્થાપક અને જાડેજા રાજપૂત વંશના ઘણા કલાકૃતિઓ અને સમાન ને પ્રદર્શિત કરે છે. જો તમે ઇતિહાસમાં રુચિ ધરાવતા હોય અને રાજકોટમાં ફરવા માટે સ્થળ શોધી રહ્યા હોય તો તમારે આ સંગ્રહાલય ની મુલાકાત જરૂર લેવી જોઈએ.

આ સંગ્રહાલય નું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે જેને રાજ્યના લાંબા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભાગ રૂપે સંરક્ષીત કર્યું છે. આ સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાંથી તમે સંગ્રહાલય દ્વારા પ્રકાશિત પુસ્તકો વાંચી કે ખરીદી શકો છો.

વૉટસન સંગ્રહાલય નો સમય

  • સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)
  • જ્યારે આ મ્યુઝિયમ દરેક બુધવાર અને રાષ્ટ્રીય રજાઓ દરમિયાન બંધ રહે છે.

11. ન્યારી ડેમ રાજકોટ –

Image Source

જો તમે રાજકોટના મુખ્ય પ્રવાસ સ્થળોની મુસાફરી માટે એક એવી જગ્યા શોધી રહ્યા છો, જ્યાં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે આરામદાયક સમય વિતાવી શકો, તો તેના માટે તમે તમારી મુસાફરી માટે થોડી સમય કાઢીને ન્યારી ડેમ જરૂર જજો.

રાજકોટથી આશરે 10 કિમીના અંતરે આવેલો ન્યારી ડેમ રાજકોટના સૌથી આકર્ષિત સ્થળોમાંથી એક છે. જે પ્રવાસીઓ અને સ્થાનીય લોકો બંને માટે સમાન રૂપે લોકપ્રિય બનેલું છે. આ સ્થળ વર્ડ વોચર અને યુગલો ને પણ ઘણું આકર્ષિત કરે છે, કેમ કે અહી યુગલો સાંજના સમયે સુખદ પળો વિતાવવાનું ખૂબ જ પસંદ કરે છે.

12. રોટરી ડોલ મ્યુઝિયમ રાજકોટ –

Image source

રોટરી ડોલ મ્યુઝિયમ રાજકોટ ના પ્રખ્યાત પ્રવાસ સ્થળો અને હદયસ્પર્શિ સ્થળો માંથી એક છે. આ મ્યુઝિયમમાં જુદા જુદા દેશોમાંથી લાવવામાં આવેલી ૧૦૦૦ થી પણ વધારે ઢીંગલીઓનો સંગ્રહ છે, જે પ્રવાસીઓને અહી આવવા માટે મજબૂર કરી દે છે. જણાવી દઈએ કે આ મ્યુઝિયમમાં બધી જ ઢીંગલીઓ અદ્વિતીય છે કેમકે તે વિશ્વભરની જુદી જુદી પરંપરાઓ અને સંસ્કૃતિઓની વાર્તા કહે છે.

આ મ્યુઝિયમમાં એક સિનેમેથિક પણ દર્શાવવામાં આવ્યું છે જે ડિસ્કવરી ચેનલ, નેશનલ જ્યોગ્રાફિક ચેનલ, બ્રિટાનિકા અને ઘણી બીજા દ્વારા બનાવેલી ફિલ્મો અને દસ્તાવેજોને નિભાવે છે. રોટરી ડોલ મ્યુઝિયમ રાજકોટ માં ફરવા માટે એક એવું સ્થળ છે, જેને તમે તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને તમારા બાળકો સાથે ફરવા માટે જઈ શકો છો. આ મ્યુઝિયમ તમને અને તમારા બાળકોને ખૂબ આકર્ષિત કરશે.

રોટરી ડોલ મ્યુઝિયમ નો સમય

  • 10.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી અને સાંજે 2.30 વાગ્યાથી 7 ( જ્યારે દર સોમવારે બંધ રહેશે.)

13. રાષ્ટ્રીય શાળા રાજકોટ –

Image source

રાજકોટમાં ડો. યજ્ઞિક રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળા નિશ્ચિત જ રાજકોટના મુખ્ય પ્રવાસ સ્થળો માંથી એક છે. આ જગ્યા ખાસ કરીને તે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સ્થાન છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના વિચારોથી પ્રભાવિત છે અને તેના વિશે વધારે માહિતી મેળવવા માટે રુચિ ધરાવે છે. આશરે ૬૬ એકર જમીન ક્ષેત્રમાં ફેલાયેલું રાષ્ટ્રીય શાળા એક એવી સંસ્થાન છે, જેના વિશે માનવામાં આવે છે કે તેની સ્થાપના આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ ૧૯૨૧ માં કરી હતી. વર્તમાનમાં રાષ્ટ્રીય શાળા રાજકોટનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ હોવાની સાથે સાથે સંસ્થા વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રશિક્ષણ આપનારી એક શૈક્ષણિક કેન્દ્ર પણ છે.

રાષ્ટ્રીય શાળાનો સમય

  •  સવારે ૮ વાગ્યાથી ૬ વાગ્યા સુધી(અત્યારે સમય કદાચ જુદો હોય શકે છે)

રાષ્ટ્રીય શાળા ની પ્રવેશ ફી

  • મફત

14. ફન વર્લ્ડ રાજકોટ –

Image source

ફન વર્લ્ડ, રાજકોટમાં આવેલું, ગુજરાતનું પહેલું મનોરંજન પાર્ક છે, જેને 1986 to 1990 માં સાર્વજનિક ઉપયોગ માટે ડીઝાઇન અને ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ફન વર્લ્ડ પરિવાર અને મિત્રો સાથે એક આનંદદાયક દિવસ વિતાવવા માટે એક સારી જગ્યા છે, જ્યાં બાળકો થી લઈને વૃદ્ધો બધા વર્ગોના લોકો માટે ઘણું બધું છે.

તેથી આ જગ્યા સ્થાનીય લોકોની સાથે સાથે રજકોટના પ્રખ્યાત પ્રવાસ સ્થળની યાત્રાએ જનારા પ્રવાસીઓ માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બનેલું છે જ્યાં દર વર્ષે ૧.૨ મિલિયન પ્રવાસીઓની હાજરી નોંધવામાં આવે છે.

ફન વર્લ્ડનો સમય

  • બપોરના 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી

15. લેંગ પુસ્તકાલય રાજકોટ –

Image source

રાજકોટના જવાહર રોડ પર આવેલું “લંગ પુસ્તકાલય” શહેરનું સૌથી જૂનું પુસ્તકાલય છે, જે પ્રાચીન સાહિત્યના અમૂલ્ય સંગ્રહને ગૌરવ આપે છે. આ પુસ્તકાલય એ લોકો માટે શ્રેષ્ઠ સ્થળ છે જે પોતાને પાઠકો સાહિત્યના પારખી માને છે. લંગ પુસ્તકાલયમાં ચર્મપત્રો અને શાહી થી લખાયેલા ગામઠી પુસ્તકોનો અદભુત સંગ્રહ છે, જે દેશભરના પ્રવાસીઓ અને કવિઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

આ પુસ્તકાલયના મોટાભાગના પુસ્તકો કાઠિયાવાડી અને ગુજરાતી સાહિત્ય પર આધારિત છે, જે વસાહતી યુગ વિશેની કલ્પાનિક અને સંદર્ભ સામગ્રીનો એક વ્યાપક ભંડાર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પુસ્તકાલયમાં ત્રણ લાખથી પણ વધુ પુસ્તકો છે, જે પોતાનામાં એક આકર્ષણ છે.

લંગ પુસ્તકાલય નો સમય

  • સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી

16. અનલગઢ હિલ રાજકોટ –

Image source

અનલગઢ હિલ રાજકોટ પાસે ગોંડલ શહેર થી 14 to 17 કિમીના અંતરે આવેલું એક નાનું હિલ સ્ટેશન છે, જે સ્થાનિક લોકો માટે એક સુંદર ફરવાલયક સ્થળ રૂપે કાર્ય કરે છે. આ જગ્યા શહેરની ભીડથી દૂર છે, જે તેને પરિવાર સાથે ફરવા માટે રાજકોટના સૌથી આકર્ષક જગ્યાઓમાં એક બનાવે છે.

જ્યારે પણ તમે અહી આવશો તો ખીણ થી નીચેના દ્રશ્યોનો આનંદ માણતા સુરમ્ય વાતાવરણ મા તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આ ખીણમાં એક પ્રાચીન હિંદુ મંદિર પણ છે, જ્યાં ઘણા ભક્તો અને તીર્થયાત્રીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે.

આ જગ્યા તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓની સાથે સાથે યુગલોને પણ મોટી સંખ્યામાં આકર્ષે છે, જ્યાં ઘણીવાર યુગલો તેમની ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે આવે છે.

રાજકોટમા ફરવા જવા માટે સૌથી સારો સમય –

જો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે રાજકોટના પ્રખ્યાત પ્રવાસ સ્થળે ફરવા જવા માટે શ્રેષ્ઠ સમય શોધી રહ્યા છો, તો અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઓક્ટોમ્બર થી માર્ચ સુધીનો સમય રાજકોટ માં ફરવા માટે સૌથી સારો સમય હોય છે. આ દરમિયાન રાજકોટનુ વાતાવરણ ઘણુ સારુ હોય છે અને તાપમાન પણ ખૂબ ઓછું અને સરસ હોય છે જે રાજકોટના જોવાલાયક સ્થળ માટે ઉત્તમ હોય છે.

રાજકોટમાં રોકાવા માટે હોટલ –

Image source

રાજકોટમાં રોકાવા માટે હોટલની શોધ કરનારા પ્રવાસીઓને જણાવી દઈએ કે, રાજકોટમાં નીચા બજેટથી લઈને ઉચ્ચા બજેટ સુધી બધા પ્રકારની હોટલ ઉપલબ્ધ છે. જેને તમે તમારી પસંદ અને બજેટ મુજબ પસંદ કરી શકો છો.

  •  હોટલ સિલ્વર પેલેસ
  •  પ્રાઈડ રિસોર્ટ એન્ડ કનવેશન સેન્ટર
  •  હોટલ પ્લેટિનમ
  •  નિરાલી રિસોર્ટ

રાજકોટ કેવી રીતે પહોચવું –

જો તમે તમારા મિત્રો સાથે રાજકોટના શ્રેષ્ઠ પ્રવાસ સ્થળે ફરવા જવાનું વિચારી રહ્યા છો, અને શોધી રહ્યા છો કે અમે રાજકોટ કેવી રીતે જઈએ, તો અમે તમારી માહિતી માટે બતાવી દઈએ કે, તમે વિમાન, રેલગાડી કે રસ્તા માંથી કોઈપણ મુસાફરી કરીને રાજકોટ જઈ શકો છો.

તો ચાલો નીચે વિસ્તારમાં જાણીએ કે આપણે વિમાન , રેલગાડી કે રસ્તાથી કેવી રીતે પહોંચવું –

રાજકોટ વિમાનથી કેવી રીતે જવુ –

Image source

જો તમે રાજકોટ ફરવા જવા માટે વિમાનની પસંદગી કરી છે, તો તમને જણાવી દઈએ કે રાજકોટમાં એક વિમાનમથક છે જે ભારતના ઘણા એરપોર્ટ સાથે જોડાયેલુ છે. પરંતુ જો તમે આંતરાષ્ટ્રીય એરપોર્ટ થી ફ્લાઈટ લેવા જઈ રહ્યા છો તો તેના માટે તમારે મુંબઈ અથવા અમદાવાદ એરપોર્ટ માટે ફ્લાઈટ લેવાની રહેશે અને ત્યાં થી આપ ટ્રેન અથવા બસ દ્વારા રાજકોટ જય શકશો.

રેલગાડીથી રાજકોટ કેવી રીતે જવુ –

Image source

રેલગાડીથી મુસાફરી કરીને રાજકોટની યાત્રા પર જતા પ્રવાસીઓને જણાવી દઈએ રાજકોટમાં તેમનુ પોતાનુ એક રેલવે જંક્શન રહેલુ છે જે ઘણી એક્સ્પ્રેસ અને સુપર ફાસ્ટ રેલગાડી ઓથી રાજ્યના અને દેશના મુખ્ય શહેરો સાથે જોડાયેલી છે, તેથી રેલગાડીથી મુસાફરી કરીને રાજકોટ જવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

રાજકોટ રસ્તા માર્ગે કેવી રીતે પહોંચવુ –

Image source

રાજકોટ રાજ્યના વિવિધ શહેરોથી રસ્તા માર્ગ સુધી સારી રીતે જોડાયેલો છે. તેથી દેશના કોઈપણ ભાગથી રાજકોટની યાત્રા કરવી ઘણી સરળ છે. રાજકોટ માટે ગુજરાતના તમામ શહેરોથી નિયમિત રૂપે બસો પણ ચલાવવામાં આવે છે જેમાંથી કોઈપણ યાત્રા કરીને સરળતાથી રાજકોટ પહોંચી શકાય છે. બસ સિવાય પ્રવાસીઓ પોતાની કાર અથવા ટેક્સીબુક કરીને પણ રાજકોટ જઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment