આ ઉનાળા માં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી

વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે.

સખત તાપમાં છાશ તો બધા પીવે છે. આ વખતે છાશથી ઘરમાં રાજસ્થાની રબડી બનાવીને નવી ડ્રિંકનો મજા લઈ શકો છો.

આ લાભકારી અને યૂનિક ડ્રિંકથી તમે મહેમાનોનો આવકાર પણ કરી શકો છો.

રાજસ્થાની રાબડી માટે સામગ્રી

  • છાશ – 2 કપ
  • બાજરીનો લોટ – 1 મોટી ચમચી
  • ખુ જીરુ – અડધો નાની ચમચી
  • મીઠુ – સ્વાદમુજબ
  • સેકેલુ જીરુ – 1 નાની ચમચી
  • ફુદીનાના પાન – 4-5

રાજસ્થાની રબડી કે બાજરીની રબડી બનાવવા માટે સૌ પહેલા બાજરીનો લોટને ચાળી મુકો. ત્યારબાદ કોઈ મોટા વાસણમાં છાશ લો અને તેમા થોડો થોડો બાજરીનો લોટ નાખીને ચલાવતા રહો.
આ વાતનુ ધ્યાન રાખો કે લોટ નાખ્યા પછી છાશમાં ગાંઠ ન પડે.

ત્યારબાદ આ મિશ્રણમાં મીઠુ અને જીરુ મસળીને નાખી દો અને પછી તમારી જરૂર મુજબ હિસાબથી પાણી મિક્સ કરો.

આ તૈયાર મિશ્રણને ધીમા તાપ પર ચઢાવી દો અને સતત હલાવતા રહો. મિશ્રણમાં એક ઉકાળો આવ્યા પછી તેને 10-15 મિનિટ સુધી પકવો.

આ રીતે તૈયાર થઈ જશે રાજસ્થાની રબડી.

રબડીને આખી રાત મુક્યા પછી ગ્લાસમાં થોડી રબડી અને છાશ મિક્સ કરતા તેમા સેકેલુ જીરુ અને ફુદીનાના પાન મિક્સ કરીને પીવામાં આવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Comment