ઘરથી બહાર જવાનો પ્લાન થાય કે તરત જ આપણે બસ, ટ્રેન કે બીજા વાહનોની વ્યવસ્થા માટે વિચારી લઈએ છીએ. એવી રીતે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે રેલ્વેએ જબરદસ્તની સુવિધા શરૂ કરી છે. જેનાથી ઘણાખરા વ્યક્તિઓના મન રાજી થઈ ગયા.
ચાલો, જાણીએ Railwayની વિગતવારની માહિતી. એ પણ સચોટ સ્ટેપ બાય સ્ટેપ…
હવે, રેલ્વેની ટીકીટ બુકિંગ કરાવ્યા બાદ પણ પેસેન્જરનું નામ બદલી શકાશે. મતલબ કે, બુકિંગ કરાવેલી રેલ્વે ટીકીટમાં અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકશે. ટીકીટ પહેલેથી બુકિંગ કરાવી હોય ત્યારે જેનું નામ દાખલ કર્યું હોય એ પછી પણ અન્ય વ્યક્તિનું નામ તે જગ્યાએ ઉમેરી શકાશે.
રેલ્વેની બુકિંગ સિસ્ટમ આમ તો સહેલી છે. એ સાથે નવી સુવિધા પણ લોકોને આપવામાં આવી છે. વ્યક્તિ એકવાર ટીકીટ બુક કરાવી લેશે પછી તેમાં નામ પણ બદલી શકશે. પણ એક વાત છે ટીકીટને બલ્ડ રીલેશન ધરાવતા ફેમીલી મેમ્બરના નામે જ માત્ર ટ્રાન્સફર કરી શકાશે. ખાસ અગત્યની વાત એ છે કે ટીકીટ કેન્સલ કરવવાની જરૂર પડતી નથી અને બુક કરાવેલ ટીકીટમાં જ ફેમીલીની અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકે છે.
- આવી રીતે નામને બદલી શકાય છે
જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક થઇ ગઈ હોય તો પણ તમે નીચેના સ્ટેપને ફોલો કરીને નામમાં સુધારો કરી શકો છો.
- સૌથી પહેલા બુક કરેલ ટીકીટની હાર્ડ પ્રિન્ટ કાઢી લો.
- ત્યારબાદ એ પ્રિન્ટ લઈને તમારે નજીકના રેલ્વે સ્ટેશન પર જવાનું રહેશે.
- જે નવા વ્યક્તિના નામે ટીકીટ ટ્રાન્સફર કરાવવી છે, તેનું ઓરીજીનલ આઈડી પ્રૂફ લઈને જવું.
- કાઉન્ટર પર નામ બદલવાનું ફોર્મ ભરીને નામ બદલી શકો છો.
- તમારા ખુદના નામમાં પણ મિસ્ટેક થઇ ગઈ હોય તો આ રીતે જ નામ બદલી શકાશે.
રેલ્વેએ મુસાફરોને સ્પેશિયલ સુવિધાની ભેટ આપી છે. જેનાથી બધા ખુશ થઇ ગયા છે. કારણ કે મુખ્ય નામે બુક કરાવેલ ટીકીટના પૈસા બચી જશે તેમજ મુસાફરી કરનાર વ્યક્તિનું બહાર જવાનું કેન્સલ થતા ટીકીટને કેન્સલ કરાવવી નહીં પડે. આ સુવિધાને કારણે બુકિંગ કરાવનાર મુસાફરોને ઘણો ફાયદો થયો છે.
જો કોઈ કારણસર મુખ્ય મુસાફર એટલે કે જેના નામે ટીકીટ છે તે બહાર જઈ શકતા નથી તો એ અન્ય ફેમીલી મેમ્બરના નામે આ ટીકીટને ટ્રાન્સફર કરી શકે છે. ખાસ યાદ રાખવાની વાત એ છે કે, જેનું નામ ઉમેરવાનું છે તેની સાથે બ્લડ રીલેશન હોવા જોઈએ. તેનું કોઇપણ આઈડી પ્રૂફ દેખાડીને ટીકીટને નવા વ્યક્તિના નામે બદલી શકાય છે. આ સુવિધાથી ટીકીટ કેન્સલ કરવાની માથાકૂટમાંથી શાંતિ મળશે. ઉપરાંત અન્ય મુસાફરોના નામે પણ ટીકીટનું નામ ટ્રાન્સફર કરી શકાય છે.
આ સુવિધાએ ઘણા મુસાફરોને રાજી કરી દીધા છે. સાથે કાયમી બુકિંગ કરાવીને મુસાફરી કરતા લોકો માટે પણ પ્લસ પોઈન્ટ બન્યો છે. વાહ…રેલ્વે…વાહ…
#Author : Ravi Gohel