વિકેન્ડ પર બનાવો એક દમ ચટાકેદાર રગડા પેટીસ, એ પણ સરળ રીતે..

તમે અત્યાર સુધી રગડા પેટીસ નું નામ તો ખૂબ સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે આ ડીશ મરાઠી અને ગુજરાતી લોકો ની પહેલી પસંદ છે. રગડા પેટીસ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કોરોના સંક્રમણ ને લીધે બહાર નું ખાવું અત્યાર માટે ખૂબ જ રિસ્કી કામ છે. આવા માં ઘરે જ રગડા પેટીસ બનાવી ને તમે તમારા ઘર પરિવાર ને સ્વસ્થ પણ રાખી શકશો અને વિકેન્ડ માં કઈક ટેસ્ટી ખાવાનું પણ ખાઈ શકશો.

Image Source

પાંચ લોકો માટે રગડા પેટીસ બનાવા માટે ની સામગ્રી.

  • બાફેલા બટેકા 6-7
  • સફેદ વટાણા- 1 કપ
  • કોથમીર
  • આદું ની પેસ્ટ
  • 2-3 લીલા મરચાં જીણા  સમારેલા
  • એક ડુંગળી જીણી સમારેલી
  • ચાટ મસાલો
  • લાલ મરચું પાવડર- ½ ચમચી
  • મરી પાવડર-½ ચમચી
  • જીરું પાવડર-½ ચમચી
  • કસૂરી મેથી- એક ચપટી
  • હિંગ
  • હળદર- ½ ચમચી
  • પેટીસ શેકવા માટે તેલ
  • મીઠું સ્વાદનુસાર

રગડો બનવાની વિધિ

Image Source

રગડો બનાવા માટે સૌ પહેલા સફેદ વટાણા લો. તેને પાણી ધોઈ નાખો ત્યાર બાદ તેને 7-8 કલાક માટે હૂંફાળા પાણી માં પલાળી રાખો. 7-8 કલાક પછી તેને કુકર માં બાફવા મૂકો. બાફતા ની સાથે તેમા મીઠું, હળદર, અને હિંગ નાખો. કુંકુર ની 2 સિટી વાગે એટલે કુકર બંધ કરી દો.

કુકર ને ઠંડુ પાડો. કુકર ઠંડુ પડતાં જ તેમા થી વટાણા કાઢી લો અને તેને મેશ કરો. તેમા લાલ મરચું પાવડર, મરી પાવડર, જીરું પાવડર નાખો અને બરાબર મિક્સ કરી દો. રગડો તૈયાર છે.

પેટીસ બનાવા માટે

Image Source

બાફેલા બટાકા ના છોતરાં કાઢી ને તેને મેશ કરી લો. હવે તેમા આદું ની પેસ્ટ, 2-3 લીલા મરચાં જીણા સમારેલા, એક ડુંગળી જીણી સમારેલી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મરી પાવડર, જીરું પાવડર, કસૂરી મેથી, હળદર, મીઠું વગેરે નાખી ને મિક્સ કરો.

થોડું તેલ હાથ માં લઈ ને તેને પેટીસ જેવો આકાર આપો. હવે નોન સ્ટિક પેન માં થોડું તેલ નાખો. પેટીસ ને પેન માં રાખો. હવે તેને ટિક્કી ની જેમ બંને બાજુ થી શેકો. આછા ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી તેને શેકો.

સર્વ કરવાની રીત

એક પ્લેટ લો. તેમા બે પેટીસ મૂકો. તેની ઉપર રગડો નાખો. હવે તેના પર મીઠી ચટણી નાખો. અને સેવ, કોથમીર અને દાડમ ના દાણા થી સજાવટ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment