કેટલાક લોકો ને રાત્રે આડા પડતાં જ ઊંઘ આવી જાય છે. પણ કેટલાક લોકો ને રાત્રે જલ્દી સૂઈ જવામાં પણ તકલીફ થાય છે. જો કે, “ નેશનલ સ્લીપ ફાઉંડેશન” નું કહેવું છે, દરરોજ રાત્રે 7-9 કલાક ની ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. પણ ઘણા લોકો તેના કરતાં ઓછી ઊંઘ લે છે.
પણ મજા ની વાત એ છે કે એવા ઘણા ઉપાય છે જેના કારણે તમે તમારા શરીર અને મસ્તિષ્ક ને જલ્દી સુવા માટે તૈયાર કરી શકો છો. આમ કરવા થી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સવારે જલ્દી ઉઠી જશો.
તો ચાલો તમને જણાવીએ રાત્રે જલ્દી સુવાના ઉપાય અને ફાયદા..
રાત્રે જલ્દી સુવાના ઉપાય
સૂવાનો સમય નક્કી કરો.
જો તમે ઉમર લાયક છો તો રોજ 7.5 થી 8.5 ની આસપાસ ઊંઘ લઈ લેવી જોઈએ. બાળકો અને કિશોરો માટે 8.5 થી 11 કલાક ની ઊંઘ એટલે આ ઉમર માં વયસ્ક કરતાં વધુ ઊંઘ ની જરૂર હોય છે.
તમારી જીવન શૈલી અને ઉમર ને આધારે રાત્રે જલ્દી સુવાનૉ સમય નક્કી કરો. જેનાથી તમે તમારી ઊંઘ ને પૂરી કરી શકો છો.
પૂરતી ઊંઘ ન લેવાથી તમારા મગજ પર તેની અસર થાય છે. જેના કારણે સવારે તમે તમારા કાર્ય બરાબર રીતે નથી કરી શકતા. એટલા માટે રાત્રે જલ્દી સુવા માટે પોતાની જાત ને પ્રેરિત કરો.
દિવસ દરમિયાન એવું તો શું કરવું જેથી રાત્રે જલ્દી ઊંઘ આવે.
રાત્રે સુવાની પહેલા કેફીન પદાર્થ નું સેવન ન કરવું.
જો તમે રાત્રે જલ્દી સુવાની કોશિશ કરો છો તો કોફી કે અન્ય કેફીન વાળા પદાર્થ અને નિકોટિન થી દૂર રહો. તેમનો પ્રભાવ ઘણા કલાક સુધી રહે છે. અને તમે સુવા પણ માંગતા હોવ તો પણ તેના કારણે તમે સૂઈ નહીં શકો. જેમ કે તમે દારૂ પીવો છો તો તેનાથી જલ્દી જ ઊંઘ આવી જાય છે. પણ આ ઊંઘ ઊંડી અને સારી નથી હોતી.
રાત્રે ખાવાનું વધુ ન ખાવું.
તમારું રાત નું ખાવાનું ઊંઘવા ના 2-3 કલાક પહેલા જ થઈ જવું જોઈએ. જો તમે સુવાના થોડા સમય પહેલા વધુ ખાવાનું ખાશો તો તમને ઊંઘવા માં તકલીફ થશે અને આખી રાત તમને જગ્યા જ રહેશો.
રાત્રે સૂતા પહેલા તરત જ વ્યાયામ ન કરો.
રોજ નું વ્યાયામ તમારી ઊંઘ ને સારી રાખવામાં મદદ કરે છે. ક્યારે પણ રાત ના સૂતા પહેલા વ્યાયામ ન કરવું. વ્યાયામ માં ઉત્તેજિત કરવા નો પ્રભાવ હોય છે. જે રાત્રે સુવામાં પરેશાની પેદા કરે છે.
ઊંઘ ના જોકા ને નિયંત્રિત કરવું.
થકાવા ને ઉતારવા માટે જોકું લેવું ખૂબ જ આવશ્યક બની જાય છે. પણ પૂરા દિવસ માં ક્યારે પણ લાંબુ જોકું ન લેવું. અને રાત ના સૂતા પહેલા ક્યારેય જપકી ન લેવી. નહીં તો રાત્રે સુવામાં તકલીફ થશે.
દિવસ દરમિયાન હલકી રોશનીમાં રહો.
સવારે અને દિવસ દરમિયાન બની શકે તો પ્રાકૃતિક રોશની લેવી. રાત માં રોશની ને થોડી ઓછી કરી દેવી. જેનાથી તમને રાત્રે સુવામાં કોઈ તકલીફ નહીં થાય.
રાત્રે ઊંઘવા માટે સારું વાતાવરણ બનાવો.
સુવાનું અને ઊઠવાનું રૂટિન બનાવો.
રાત માં સૂતા પહેલા એવી વસ્તુ ઓ કરો કે જેથી તમને ઊંઘ આસાની થી આવે. જેમ કે પુસ્તક વાંચો, ગીતો સાંભળો, વગેરે.
આરામદાયક પથારી પસંદ કરો.
તમારી પથારી આરામદાયક હોવી જોઈએ. જેનાથી રાત્રે સુવામાં તકલીફ ન થાય.
થાકાવો લાગવા પર સૂઈ જવું.
- જો તમે થાકેલું અનુભવો છો તો, તમારે એ સમયે સુવા જતું રહેવું જોઈએ. જબરદસ્તી થી ન જાગવું. બીજી બાજુ જો તમે થાકેલા ન હોવ તો જબરદસ્તી થી સુવા ન જાવ.
રાત માં જલ્દી સુવા માટે શું ખાવું.
- રાત માં જલ્દી સુવા માટે આ ઉપાયો સિવાય તમે સારા એવા ખાધ્ય પદાર્થ પણ ખાઈ શકો છો. આ ખાધ્ય પદાર્થ ખાવાથી જલ્દી અને સારી ઊંઘ આવી શકે છે.
- ચેરી , દૂધ, કેળું, બદામ, બાફેલું ઈંડું, સલાડ ના પત્તા અને હર્બલ ચા વગેરે.
- રાત્રે સૂતા પહેલા આ ખાધ્ય પદાર્થ ને ખાવો. તેનાથી તમને જલ્દી જ ઊંઘ આવશે. અને સાથે ઊંઘ ની ગુણવત્તા પણ વધશે.
રાત્રે જલ્દી સુવાના ના ફાયદા
રાત્રે જલ્દી સુવાથી કેન્સર થી બચી શકાય છે.
શું તમને ખબર છે કે રાત્રે મોડા સુધી કામ કરવાથી તેમને બ્રેસ્ટ કેન્સર કે કોલન કેન્સર નો જોખમ વધી શકે છે. વિશેષજ્ઞ નું કહેવું છે કે હળવી રોશની મેટાલોલીન હાર્મોન નું સ્તર ઓછું કરી દે છે. મેટાલોલીન હાર્મોન સુવાના અને જાગવા ના ચક્ર ને જાળવી રાખે છે. આ હોર્મોન કેન્સર થી તમને બચાવે છે. અને ટયૂમર ને ઘટાડવામાં મદદ કરે છે. એ વાત ને સુનિશ્ચિત કરી લો કે તમારા રૂમ માં અંધારું હોવું જોઈએ. અને રાત્રે સૂતા પહેલા કોઈ પણ જાત ના ઉપકરણ નો ઉપયોગ ન કરવો. જેના કારણે તમારું શરીર જરૂરત પ્રમાણે મેટાલોલીન હાર્મોન બનાવી શકે.
રાત્રે જલ્દી સુવાથી તણાવ ઓછો થાય છે.
જ્યારે ઊંઘ પૂરી નહીં થાય તો તણાવ વધતો જ જશે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે અને તણાવ ને વધારનારા હોર્મોન પણ વધતાં જાય છે. હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને સ્ટોક નું જોખમ પણ વધતું જાય છે. સાથે જ સ્ટ્રેસ હોર્મોન થી તમને સુવામાં તકલીફ થશે. સ્ટ્રેસ ના પ્રભાવ ને ઓછું કરનારી વસ્તુઓ નું સેવન કરવું.
રાત્રે જલ્દી સુવાથી સોજા નથી આવતા.
ઊંઘ ની કમી ને કારણે શરીર માં સ્ટ્રેસ હોર્મોન વધે છે. જેનાથી શરીર માં સોજા નું પ્રમાણ પણ વધે છે. રાત્રે જલ્દી ન સુવાથી હર્દય ને લગતી સમસ્યા, કેન્સર અને શુગર નું જોખમ પણ વધે છે.
રાત્રે જલ્દી સુવાથી તમે ફ્રેશ ફીલ કરશો.
રાત્રે જલ્દી સુવાથી શરીર ઉર્જા થી ભરપૂર અને ફ્રેશ રહે છે. ચુસ્ત રહેવાથી તમને સારું લાગશે સાથે જ આગળ ના દિવસે પણ સારી ઊંઘ આવશે.
ઊંઘ થી યાદશક્તિ સુધરે છે.
શોધકર્તા પૂરી રીતે સમજી નથી શક્યા કે આપણે કેમ ઊંઘી જઈએ છીએ અને કેમ આપણ ને સપના આવે છે? પણ તેમને મળ્યું કે ઊંઘ યાદશક્તિ ને સુધારવામાં અહમ ભૂમિકા ભજવે છે. ઊંઘ દરમિયાન તમારું શરીર આરામ કરે છે. પણ તમારું મગજ ભાવનાઓ, યાદશક્તિ અને અન્ય સંબંધ માં વ્યસ્ત હોય છે. યાદશક્તિ ને સારી બનાવા માટે ઊંડી ઊંઘ ખૂબ જ જરુરી છે.
ઊંઘ તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.
રિસર્ચ થી માલૂમ પડ્યું છે કે જે લોકો 7 કલાક કરતાં પણ ઓછી ઊંઘ લે છે તેમનું વજન વધી શકે છે. ઊંઘ ઓછી હોવાને કારણે શરીર ના હોર્મોન્સ અસંતુલિત થાય છે. જેના કારણે તમારી ભૂખ માં પણ બદલાવ આવી શકે છે. ઘ્રેલીન અને લેપટિન જે ભૂખ ને નિયંત્રિત કરે છે, જે ઊંઘ ના કારણે અનિયંત્રિત થઈ જાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, અથવા મેન્ટેન રાખવા માંગો છો તો રોજ પર્યાપ્ત ઊંઘ લો.
રાત્રે જલ્દી સુવાથી ડિપ્રેશન નું જોખમ ઓછું થાય છે.
ઊંઘ સેરોટોનીન સમેત તમારા શરીર ના બીજા ઘણા કેમિકલ પર અસર કરે છે. જે લોકો ને સેરોટોનીન ઉણપ હોય છે તે વધુ ડિપ્રેશન નો ભોગ બને છે. ડિપ્રેશન થી છૂટકરો મેળવવા માટે રોજ 7-9 કલાક ની ઊંઘ લો.
ઊંઘ શરીર ને સારું રાખે છે.
ઊંઘ માં શરીર આરામ તો કરે જ છે. સાથે જ તે વખતે તણાવ, સુર્ય ની કિરણો,અને અન્ય વિકશાત પદાર્થ થી થતાં નુકશાન ને પણ ઠીક કરે છે. જ્યારે તમે સૂઈ જાવ છો તો શરીર ની કોશિકાઓ પ્રોટીન નું ઉત્પાદન કરે છે.
રાત્રે જલ્દી સુવાથી શુગર નું જોખમ ઓછું થાય છે.
કેટલાક રિસર્ચ થી ખબર પડી છે કે જો પર્યાપ્ત ઊંઘ નથી લેતા તો,તમને ટાઇપ 2 ડાયાબિટિસ થઈ શકે છે. ઊંઘ પૂરી ન થતાં શરીર માં ગ્લુકોસ ની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. અને શુગર નું જોખમ વધી શકે છે.
રાત્રે જલ્દી સુવાથી તમારું હર્દય સ્વસ્થ રહે છે.
રોજ રાત્રે જલ્દી સુવાથી તમારા હર્દય ની પ્રણાલી માં સુજન અને તણાવ નું સ્તર ઓછું થઈ જાય છે. જેનાથી સ્ટ્રોક કે અટેક નું જોખમ ઓછું થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team