Image Source
શિયાળાની ઋતુ આવતા જ દરેક વ્યક્તિને એક સારા ક્રીમ ની જરૂર હોય છે. તેથી જ આ ઋતુમાં બજારમાં અલગ-અલગ સ્કીન અનુસાર અલગ અલગ ફેસ ક્રીમ મળે છે અને આ ક્રીમ મોંઘી હોય છે અને તેની સાથે જ તેનો પ્રભાવ પણ ખૂબ જ ઓછા સમય માટે આપણી ત્વચા ઉપર રહે છે, અને અમુક ક્રીમ ખૂબ જ ચીંકણી હોય છે.
એવામાં જો તમે એક સારી અને નોન સ્ટિકી ફેસ ક્રીમ શોધી રહ્યા છો તો તમે તેને ઘરે જ બનાવી શકો છો, તેને બનાવવું ખૂબ જ આસાન છે. અને મુખ્ય વાત તો એ છે કે આ ફેસ ક્રીમ ને યુઝ કરવાથી આપણી ત્વચાને બીજા અલગ અલગ પ્રકારના લાભ પણ મળશે.
ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ એ પોતાની યુ ટ્યૂબ ચેનલ દીપીકા કી દુનિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમને ઘરે નોન સ્ટિકી ફેસ ક્રીમ બનાવવાનો એક ખૂબ જ આસાન ઉપાય જણાવ્યો છે ચાલો આ રીત અમે તમને જણાવીએ.
વિન્ટર ફેસ ક્રીમ ડ્રાય સ્કિન માટે
સામગ્રી
- 1 ચમચી બેબી ક્રીમ
- 1 ચમચી પેટ્રોલિયમ જેલી
- 1 ચમચી ઓલિવ તેલ
- 1 વિટામીન-ઇ કેપ્સ્યુલ
- 5 ટીપા ગ્રેપ સિડ્સ એસેન્શિયલ ઓઈલ
- 5 ટીપા રોઝમેરી એસેન્શીયલ ઓઇલ
- 5 ટીપાં લોબાન તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં બેબી ક્રીમ લો અને તેમાં પેટ્રોલિયમ જેલી નાખો. બેબી ક્રીમ ની જગ્યાએ તમે ઈચ્છો તો તમે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. જે તમારી ત્વચાને સુટ કરે છે. આમ તો બેબી ક્રીમ કોઈપણ પ્રકારની ત્વચા ઉપર વાપરી શકાય છે. હવે તેને સારી રીતે મિક્સ કરો, પેટ્રોલિયમ જેલી ને મિક્સ કરવું થોડું કઠિન હશે, તેથી તેને મિક્સ કરવામાં થોડો સમય લાગી શકે છે.
- ત્યારબાદ આ મિશ્રણમાં ઓલિવ ઓઈલ નાખો અને સારી રીતે મિક્સ કરો.
- હવે વિટામિન ઈ કેપ્સુલ આ મિશ્રણમાં નાંખો અને સારી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ ગ્રેપ સિડ્સ એસેન્શિયલ ઓઈલ, રોઝમેરી એસેન્શિયલ ઓઈલ અને લોબાન તેલના પાંચ પાંચ ટીપા નાખો અને સારી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ તમારી હોમમેઈડ નોન સ્ટિકી ફેસ ક્રીમ તૈયાર છે હવે તમે તેને એરટાઇટ ડબ્બામાં ભરીને ઘણા બધા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો.
ઓઇલી સ્કિન માટે વિન્ટર ફેસ ક્રીમ
આ ક્રીમમાં ગ્રેપ સિડ્સ એસેન્સિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ તેલમાં વિટામિન અને તેની સાથે સાથે બીટા કેરેટીન પણ જોવા મળે છે તેની સાથે જ આ તેલ એન્ટિઓક્સિડન્ટ નો ખજાનો હોય છે ત્વચા ઉપર તેને લગાવવાથી ફોલ્લીઓની સમસ્યામાં રાહત મળે છે. ત્વચા પર થતા બ્રેકઆઉટ ને રોકે છે તેની સાથે જ ત્વચાના રંગને પણ સુધારે છે.
રોઝમેરી ઓઇલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે જો તમારી ત્વચા ઉપર કોઈ ઘા અથવા સોજો છે તો તે રોજ મેરી અર્થી ઓછો થઈ જશે તે વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે તેનાથી ત્વચા ઉપર કોલેજન બુસ્ટ થાય છે અને ત્વચા યુવાન દેખાય છે. એન્ટી બેક્ટેરિયલ પણ હોય છે જેનાથી બેક્ટેરિયાથી દૂર રહી શકાય છે તેથી આપણી ત્વચાના કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકે છે.
લોબાન તેલ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો તમારા ચહેરાની ત્વચામાં ઢીલાશ આવી રહી છે તો અથવા કરચલીઓની સમસ્યા થઈ રહી છે તો તમારે લોબાન તેલને તમારી તેમની સાથે મિક્સ કરીને બે અને નાઈટ સ્કિન કેર રૂટીન માં સામેલ કરવું જોઇએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team