એક દિવસ પછી ધૂળેટીનો તહેવાર છે. લોકો એકબીજાને પાણી અને કલર ઉડાડીને ધૂળેટી મનાવશે. અમુક લોકો એવા પણ હોય છે જેને ધૂળેટીમાં કલર વડે રમવું નથી ગમતું. માત્ર કારણ એટલું જ હોય છે કે, કલર વડે રમ્યા બાદ કલર શરીર પરથી જતો નથી. તો તમે આ આર્ટીકલ ખુબ કામ આવશે. માત્ર એક વસ્તુનો ઉપયોગ કરો અને ધૂળેટીનો પાક્કો કલર પણ આસાનીથી નીકળી જશે.
બ્યુટી એકસપર્ટ જણાવે છે કે, કલરને શરીર પરથી દૂર કરવા માટે એક પ્રોસેસ છે. માત્ર એક ચીજ થી કલર દૂર કરવાનું એકદમ આસન થઇ જશે. પરંતુ જયારે રમવા બહાર નીકળો ત્યારે એક વસ્તુ શરોર પર લગાડવાની ભૂલવાની નહીં.
હોળીના રંગથી બચવા માટે તમારે એલોવેરાની જરૂર પડશે. ચાલો જણાવી દઈએ કે એલોવેરા કેવી રીતે તમને કલરથી બચાવશે?
મેકઅપ ફિલ્ડ તેમજ બ્યુટી એક્સપર્ટના માસ્ટર લોકો કહે છે કે, ધૂળેટીએ બહાર નીકળો ત્યારે શરીર પર એલોવેરા જેલ વ્યવસ્થિત રીતે લગાડી દો. જેથી પાક્કો કલર ચામડી પર બેસસે નહીં. પરિણામે આસાનીથી પાક્કા કલરને શરીર પરથી કાઢી શકાશે.
એલોવેરાને વાળ પર પણ લગાવી શકો છો. જેનાથી વાળને ખરાબ થતા અટકાવી શકાય. એલોવેરા જેલ લગાવી દેશો પછી તો ડેઈલી યુઝ કરતા હોય તેવું શેમ્પુથી પણ વાળ સાફ થઇ જશે. એટલે તો ખાસ યાદ રાખો કે ધૂળેટીમાં બહાર રમવા નીકળો ત્યારે વાળમાં અને શરીર પર સારી રીતે એલોવેરા જેલ લગાવવાની ભૂલાઈ નહીં.
આ નાની એવી વાત છે પણ જો યાદ રાખવામાં આવે તો ધૂળેટીને વધુ મજાથી માણી શકાય છે. એલોવેરા જેલને પ્રથમ લગાડી દો પછી બિન્દાસ્ત કોઇપણ કલરથી ધૂળેટીનો આનંદ માણો. તો બધા યાદ રાખો અને તમારા ગ્રુપમાં પણ આ આર્ટીકલની લીંક શેયર કરો જેથી જોઈતી માહિતી અન્યને મળી રહે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel