રામનગરી અયોધ્યા માં દીપોત્સવ ની તૈયારી થઈ રહી છે. અયોધ્યા ને સજાવાનું કામ પૂર જોશ માં ચાલુ થઈ ગયું છે. રામ ની પૈડી થી લઈ ને સરયૂ ઘાટ અને રામ કથા પાર્ક ને ભવ્ય બનાવા માટે કાર્યદાયી એજન્સિ કામે લાગી ગઈ છે. રામ મંદિર નો ફેસલો આવ્યા બાદ પહેલી વખત દીપોત્સવ ને લઈ ને અયોધ્યાવાસી માં ઉલ્લાસ છેજો કે કોરોના ને લીધે શાંશન દ્વારા કોઈ ગાઈડ લાઇન પ્રદર્શિત કરવામાં આવી નથી.
વનવાસ પછી ભગવાન રામ ના અયોધ્યા પાછા ફરવાની ખુશી માં ત્રેતાયુગ જેવી દિવાળી મનાવની પરંપરા 2017 માં યોગી સરકાર એ શરૂ કરી હતી. ત્યાર થી જ દર વર્ષે દીપ પ્રગટાવાનો રેકોર્ડ નોંધાય છે. રામ મંદિર માટે ભૂમિ પૂજન થયા બાદ દીપોત્સવ ને લઈ ને લોકો માં બહુ ઉત્સાહ છે. અને એટલા માટે જ દીપોત્સવ માં એક નવો રેકોર્ડ પણ બની શકે છે. જો કે કોરોના સંક્રમણ ને લઈ ને દીપોત્સવ નું સ્વરૂપ શું હશે, ભીડ ને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે, આ બાબત ને લઈ ને પ્રશાંશન એ હજી કોઈ તૈયારી નથી કરી.
આ વખતે દીપોત્સવ માં દીપ પ્રગટાવાનો દાયરો વધી શકે છે. રામ ની પૈડી નો વિસ્તાર બમણો થઈ ગયો છે. રામ ની પૈડી થી લઈ ને ચરણ સિંઘ ઘાટ સુધી પૈડી ના ઘાટ ના વિસ્તાર નું કામ તેજી થી થઈ રહ્યું છે.
લગભગ 500 મીટર ના ઘાટ નું નિર્માણ પૂરું થવા આવ્યું છે. એવા માં દીપોત્સવ નો દાયરો 1 km સુધી નો હોઈ શકે છે. જ્યાં બીજી બાજુ રામ કથા પાર્ક નો વિસ્તાર પણ વધ્યો છે અને તેનું કામ પણ અંતિમ ચરણ માં જ છે. હવે રામકથા પાર્ક માં દર્શક સંખ્યા વધી ને દોઢ ગણી થઈ ગઈ છે.
સફાઇ વ્યવસ્થા પર ફોકસ
મહાપોર ઋષિકેશ ઉપાધ્યાય એ કહ્યું છે કે દીપોત્સવ ને લઈ ને હજી કોઈ ગાઈડ લાઇન બહાર નથી પાડી.તો પણ નગર નિગમ એ પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારે તો અયોધ્યા ની સફાઇ વ્યવસ્થા પર ફોકસ છે. સરયૂ ઘાટ, રામ ની પૈડી સહિત વિભિન્ન મંદિર ની જગ્યા ની સફાઇ ને દુરુસ્ત રાખવામાં માટે ક્ષેત્રવાર ટીમ બનાવી છે. સફાઇ વ્યવસ્થા ની રોજ મોનીટરીંગ પણ કરવામાં આવે છે. તેમણે કીધું કે નવો ઘાટ,રામ ઘાટ,રામ કથા પાર્ક,રામ ની પૈડી, સરયૂ ઘાટ વગેરે ક્ષેત્રો ની સફાઇ વ્યવસ્થા નું પણ નિરીક્ષણ કરવામાં આવે છે.
દેશ- વિદેશ ના મહેમાન અને પર્યટકો ના આવવા પર સંશય
કોરોના ના ને કારણે આ વખતે દીપોત્સવ નું સ્વરૂપ કેવું હશે એ હજી કોઈ ને ખબર નથી. તેવા માં દેશ-વિદેશ ના મહેમાનો અને પર્યટકો ના આવવા પર પણ સંશય છે. જો કે અયોધ્યા ના નાગરિકો અને સાધુ સંતો માં દીપોત્સવ ને લઈ ને ઘણો ઉત્સાહ છે. તેઓ રામ મંદિર ના ફેસલા પછી થી જ દીપોત્સવ માટે ને ભવ્ય બનાવા માટે તૈયારી કરી રહ્યા છે. ભૂમિ પૂજન દરમિયાન 3-5 ઓગસ્ત એ દીપોત્સવ ને લઈ ને લોકો માં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ક્ષેત્રીય પર્યટક અધિકારી r. p યાદવ નું કહેવું છે કોરોના ના ને કારણે દીપોત્સવ ને લઈ ને નવી ગાઈડ લાઇન જહેર કરશે. થોડા સમય પહેલા પર્યટન મંત્રી ની બેઠક માં વર્ચુયલ દીપોત્સવ ની વાત થઈ હતી. પણ દીપોત્સવ નું સ્વરૂપ શું હશે એ હજી કોઈ ને ખબર નથી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team