ગર્ભાવસ્થા દરમિયાન તમારી ખાણી પીણી ના ધ્યાનની સાથેજ તમારે કેટલાક કામ અને એક્ટિવિટી કરવી જોઈએ નહિ. તેની બાળક અને તમારા પર વિપરીત અસર પડી શકે છે.
ગર્ભાવસ્થા દરેક સ્ત્રીના જીવનમાં એક એવો સમય હોય છે, જ્યારે તે ઘણી ખુશ થાય છે. પોતાના પેટનીe અંદર એક નવા જીવનું ભરણ-પોષણ કરતી સ્ત્રી માટે તે નવ મહિના ખૂબ જ પીડાદાયક પણ હોય છે. આ સમયે તે જે કંઈ પણ ખાઈ અથવા પીવે છે, તે બધામાં તેના બાળકનો પણ હિસ્સો હોય છે. તે જેવો અનુભવ કરે છે, જેવું તેનું સ્વાસ્થ્ય હોય છે, તેવું જ તેના બાળકનું પણ થાય છે. તેથી આ નવ મહિનામાં એક ગર્ભવતી સ્ત્રીએ કોઈ પણ એવું કાર્ય કરવું જોઈએ નહિ, જેનાથી તેના બાળકને તકલીફ પહોંચે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન તેના ખોરાકની સાથેજ તમારે તે પ્રવૃત્તિનું પણ ધ્યાન રાખવું જોઈએ, જે તમે કરો છો. કેટલીક પ્રવૃત્તિઓ કરવી તો સલામત રહે છે પરંતુ કેટલીક એવી હોય છે, જે તમારે ટાળવી જોઈએ. તેવાજ કેટલાક કાર્યોની અમે અહી યાદી કરી રહ્યા છીએ, જેમાં આ નવ મહિના એક ગર્ભવતી સ્ત્રીએ ધ્યાન રાખવુ જોઇએ.
ભારે સામાન ઉઠાવવો અથવા ફર્નિચર ખસેડવું:
તમને ભલે આ કામ નાનુ લાગે, પરંતુ તમારે કોઈપણ ફર્નિચરને ખસેડવાથી બચવું જોઈએ. તેવીજ રીતે કોઈપણ ભારે વસ્તુ ઉઠાવવાથી બચવું જોઈએ. આ સમયે હોર્મોનલ ફેરફારને લીધે તમારા સાંધાની પેશીઓ ઢીલી પડી જાય છે અને તમને ઇજા લાગવાની સંભાવના વધારે રહે છે. તેવામાં જો તમે આ કાર્ય કરો છો તો તમારી પીઠ પર અસર પડી શકે છે અને તમને ઇજા પહોંચી શકે છે.
લાંબા સમય સુધી ઊભા રેહવું:
લાંબા સમય સુધી ઉભા રહીને કોઈપણ કામ કરવાનું તમારે ટાળવું જોઈએ. તેવું ખાસકરીને સવારે કરવું જોઈએ નહિ કારણકે આ સમયે ગર્ભવતી સ્ત્રીઓને થાક અને માંદગી વધારે રહે છે. લાંબા સમય સુધી ઊભા રેહવાથી તમારા પગ પર દબાણ પડે છે, જેનાથી સોજા આવી શકે છે અને પીઠમાં દુખાવો પણ થઈ શકે છે. જો તમારે ભોજન બનાવવું જ છે તો પોતાને વચ્ચે-વચ્ચે થોડો આરામ આપતા રહો અને વધારે સમય ઊભા રેહવુ નહિ.
વળવાનું ટાળો:
કચરા પોતા કરવા, કપડા ધોવા જેવા કામ કરવા માટે પણ પોતાને વળવાની જરૂર પડે છે. ગર્ભાવસ્થામાં તેમ કરવું બિલકુલ યોગ્ય નથી. આ સમયે પ્રેગનેન્સીથી વજન વધી જાય છે અને શરીરની ગ્રેવીટી મા ફેરફાર થાય છે. આ સમયે વળવાથી સિયાટિક ચેતા ( પીઠના નીચેના ભાગથી લઈને પગના પંજા સુધી ) માટે વળવુ જોખમી થઈ શકે છે. તેથી, જો તમને ક્યારેય પણ કોઈ કામ કરવામાં થોડી પણ તકલીફ અનુભવાય તો તે સમયે જ તે કામ કરવાનું બંધ કરી દો.
ચડવુ અથવા સંતુલન વાળું કામ:
સામાન્ય દિવસોમાં પણ જો તમારું સંતુલન બગડી જાય તો ભારે પડી શકે છે. તેવામાં પ્રેગનેન્સી દરમિયાન તો ખુરશી અથવા સીડી પર ચડવું જોખમ ભરેલું છે, તેવામાં પોતાને સંતુલિત કરીને ચાલવું જ મોટું કાર્ય છે, પછી ચડવું તો મુશ્કેલ થશે જ. તેનાથી બાળકને સમસ્યા થઈ શકે છે, પ્રી ટર્મ લેબર કે પ્લેસેન્ટાના પૂર્વ પરિપક્વ જુદા થવાનું જોખમ રહે છે. જે તમારે માટે યોગ્ય નથી, તો તમારા બાળક માટે તેવા કામમાં બીજાની મદદ લેવામાં બિલકુલ અચકાશો નહિ.
કેમિકલ કલીનીંગ ઉત્પાદન અથવા પેસ્ટિસાઈડનો ઉપયોગ:
ઘણા સંશોધનકર્તા જણાવે છે કે પેસ્ટિસાઈડમાં પાઇપેરોનીલ ઓક્સાઈડ નામનું એક કેમિકલ જોવા મળે છે, જે ગર્ભના મગજના વિકાસ માટે જોખમી હોઇ શકે છે. આ પ્રકારની ગૂંચવણથી બચવા માટે તમારે જંતુનાશક દવાઓ અને અન્ય કલિનિંગ ઉત્પાદનની બચીને રેહવું જોઈએ. તમારે ઘરની દરેક વસ્તુ ઝેરી પદાર્થ રહિત ખરીદવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team