દરેક સ્ત્રી માટે ‘મા’ ‘બનવાનો વિચાર હદયને ઉર્જા આપનારો હોય છે. સ્ત્રી ઇચ્છતી હોય છે કે એ તેના બાળકને સારી રીતે કેર કરવામાં આગળ હોય. પણ પ્રેગનેન્સીના નવ મહિના સ્ત્રીની પરીક્ષા જેવા કઠીન પણ હોય છે, જેમાં શારીરિક તકલીફ ઘણી અનુભવાય છે. મનથી બેચેની, કોઈ પર ગમો-અણગમો વગેરે પણ અનુભવો થયા કરે છે. પ્રેગનેન્સીના નવ મહિના સ્ત્રીના જીવનમાં અતિ કાળજીપૂવર્કના દિવસો ગણાય છે, કારણ કે આ એ સમય છે જેમાં ખુદના શરીર ઉપરાંત ગર્ભમાં રહેલા બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
આ તો કોમન ટોક છે, વિશેષમાં ચર્ચા કરીએ તો પ્રેગનેન્સીના મહિના કે બે મહિના સુધી મહિલાઓને કોઇપણ જાતના કપડા પહેરવામાં તકલીફ પડતી નથી પણ આ સમય વીત્યા બાદ ગર્ભનો વિકાસ થતા રેગ્લ્યુલર કપડા પહેરતા તકલીફ પડે છે. રેગ્યુલર કપડા કે પછી એકદમ ફીટ ફીટીંગવાળા કપડા આરામદાયક રહેતા નથી અને અકળામણ કરે છે.
આજનો લેખ ખાસ પ્રેગનેન્ટ લેડી માટે છે, જેમાં જાણી શકાશે જે પ્રેગનેન્સી દરમિયાન કેવા કપડા પહેરવા જોઈએ. મેટરનિટી સ્યૂટેબલ ક્લોથ પહેરવાથી શરીરથી હલકા હોય એવું મહેસૂસ થાય છે તેમજ કપડાને લઈને ઇરીટેશનથી છુટકારો મળે છે.
પ્રેગનેન્સી દરમિયાન આ મુજબના કપડાની પસંદગી કરી શકાય છે…
(૧) વધુ બહાર આવવા જવાનું રહેતું હોય તો ફૂલ ડ્રેસ પહેરી શકાય છે, પણ ખાસ આ ડ્રેસ પેટના ભાગથી ફીટીંગમાં ન હોવો જોઈએ. વધુ ફીટીંગ હશે તો બેસવામાં તકલીફ પડી શકે છે.
(૨) આ મુજબનું વન પીસ પહેરવાના શોખીન હોય તો કલરની પસંદગીમાં પણ ધ્યાન રાખવું જોઈએ. લાઈટ કલરવાળા કપડાની પસંદગી કરવી જોઈએ. સાથે છાતી અને પેટના ભાગથી વધુ ફીટીંગ ન હોય તે ચકાસી લેવું.
(૩) ઉપરથી ઓપન ટાઈપના કપડા ખરીદી કરવા માંગતા હોય તો સલાહ છે કે આ સમયે બહુ ઓપન રહેતા હોય એવા કપડાની પસંદગી ન કરવી. એ ઓપ્શનમાં જો તમારે વધુ બેસીને કરવાનું કામ રહેતું હોય તો આરામથી શરીરથી હળવા રહી શકાય એવા કપડાની પસંદગી કરવી.
(૪) વધુ માહિતી માટે એન્ડ્રોઈડ એપ્લીકેશન પણ આવે છે, જેના પરથી મેટરનિટી કપડાની ખરીદી કરી શકાય છે.
(૫) ફૂલ કૂર્તી પહેરવાના હોય તો એ પણ ધ્યાન રાખવું કે ‘હાઈ હીલ સેન્ડલ’ પહેરવામાં તકેદારી રાખવી. પગ લપસતા બેબી બમ્પને નુકસાન થઇ શકે છે. એટલે કૂર્તી અને શૂઝના મેચિંગના મામલામાં નવ મહિના દૂર રહીએ તો સારું…
(૬) અમુક મહિલાઓ સાડી જ પહેરતી હોય છે તો તેના માટે પણ એક ઓપ્શન છે કે બેબી બમ્પને શો કરવા માંગતા હોય તો ડીઝાઈન કરીને બ્યુટીફૂલ બનાવી શકાય છે. જે મહિલાઓને પેટનો ભાગ ઢાંકીને રાખવાની આદત હોય છે તેના માટે તો કોઈ પ્રશ્ન જ નથી!
(૭) ટી-શર્ટ પહેરવાની શોખીન હોય એવી મહિલાઓ માટે મેટરનિટી દરમિયાન ઘણા ઓપ્શન મળી શકે છે, કારણ કે મેટરનિટી ટી-શર્ટ ફંકી આવે છે એટલે પહેરવાથી કપડા શરીરને શોભા આપે છે. જુઓ આ તસવીરમાં ઘણા ટી-શર્ટ દેખાડવામાં આવ્યા છે.
આ માહિતી સાથે કોન્ગ્રેચ્યુલેશન ફોર યોર બેબી….
અવનવી માહિતી જાણવા માટે ફેસબુક પર એક જગ્યા પર વિઝીટ કરવાનું ભૂલશો નહીં. જોડાયેલા રહો ફેસબુકમાં “ફક્ત ગુજરાતી” પેજ સાથે. અહીં તમામ માહિતી મળતી રહેશે આંગળીના ટેરવે…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel