સારી તંદુરસ્તી માટે ઘાટ્ટી ઊંઘ જરૂરી છે. એક સામાન્ય તંદુરસ્ત માણસે ઓછા માં ઓછી ૭ થી ૮ કલાક ની ઊંઘ જરૂર લેવી જોઈએ. ઘણી વાર યોગ્ય રીતે ઊંઘ નથી આવતી તો આગળનો દિવસ ખરાબ થઈ જાય છે. શરીર માં ઊર્જા ના ઘટાડાનો અનુભવ થાય છે અને કામ માં મન નથી લાગતું.
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ. માય ઉપચાર.કોમ થી જોડાયેલ એમ્સ ના ડૉ. લક્ષ્મી દત શુક્લા ના મત મુજબ, સારી ઊંઘ માણસ ને તણાવ મુક્ત રાખે છે અને જીવન શક્તિ બનાવી રાખવામાં મદદ કરે છે. તેના થી શરીર અને મગજ , બને ને આરામ મળે છે.
સમય ની સાથે જીવન જીવવાની રીત બદલી છે અને આધુનિક લાઈફ સ્ટાઈલ ની અસર છે કે આજના યુવાનો પૂરતી ઊંઘ નથી લઈ શકતા. સારી ઊંઘ માટે જરૂરી નથી કે ઊંઘ ની ગોળીઓ ખાવી પડે. કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવીને સારી ઊંઘ મેળવી શકાય છે.
સારી ઊંઘ જોઈએ તો ચા કોફી નું સેવન ઓછું કરી દેવું. ખાસ કરીને રાતે ચા કે કોફી ન પીવી. તેની જગ્યાએ દૂધ પી શકાય છે. બીજા પ્રકાર ના નશા થી પણ દૂર રહો. આયુર્વેદ કહે છે કે, દૂધ માં જાયફળ ભેળવી દેવામાં આવે તો સારી ઊંઘ આવે છે. તેના થી પાચન સારું થશે. હળદર વાળું દૂધ પણ પી શકાય છે. તેનાથી ગળા ને લગતા રોગો પણ દૂર થઈ જશે. દૂધ માં કેસર ભેળવવાથી પણ સારી ઊંઘ આવે છે. ઊંઘ ન આવવાની બીમારીને દુર કરવા નો સારો ઉપાય છે મસાજ. રાત્રે સૂતા સમયે પગમાં હળવો મસાજ કરો. શિયાળા ના દિવસો માં તો સરસવ ના તેલનું મસાજ હાડકા અને માંસપેશીઓ માટે ખાસ કરીને ફાયદા કારક છે. ઘાટ્ટી અને સારી ઊંઘ માટે આયુર્વેદ માં જડી બુટીઓ ના સેવન ની રીત બતાવી છે. અશ્વગંધા, તગાવ અને શંખ પુષ્પી નું સેવન શરીર ને સારો આરામ અપાવે છે અને સારી ઊંઘ અપાવે છે.
ડૉ. લક્ષ્મી દત શુક્લા ના મત મુજબ, સફરજન નો રસ થાક માં રાહત આપે છે. તેમાં એમિનો એસિડ હોય છે. આ ઉપરાંત મધ નું જુદી જુદી રીતે સેવન કરી શકાય છે. તે શરીર માં ઇન્સ્યુલીન નું પ્રમાણ વધારીને ઊંઘ માં મદદ કરે છે. એક બીજો ઉપાય છે મેથી નો રસ. મેથી ના થોડા પાંદડા નો રસ કાઢી લો અને તેમાં મધ ભેળવીને રોજ સેવન કરો. કેળા નું સેવન પણ સારી ઊંઘ નું કારણ બને છે. કેળા માં ટ્રીપ ટોપોન નામનો એમિનો એસિડ હોય છે. જે સારી ઊંઘ માં મદદરૂપ બને છે.
આ સામાન્ય વાતો નું ધ્યાન રાખો એટલે સારી ઊંઘ આવશે.
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ. માય ઉપચાર.કોમ સાથે જોડાયેલા એમ્સ ના ડૉ. કેએમ નાધિર ના મત મુજબ, રાત્રે સારી ઊંઘ ન આવવા ના કારણો ને ઓળખવું જરૂરી છે. દિવસે વધારે ઊંઘ આવવી એ પણ રાત્રે ઊંઘ ન આવવાના લક્ષણો છે. આ ઉપરાંત ચિડ્યા પણું, થાક, બેચેની, કામ પર ધ્યાન ન રેહવુ, નાની નાની વાતો ભૂલી જવી એ પણ ઊંઘ ની ઉણપ ના લક્ષણો છે. આ લક્ષણો ને ઓળખો અને તમારી જીવનશૈલી માં બદલાવ લાવો. કેટલીક દવાઓ ની આડ અસર પણ ઊંઘ ની ઉણપ ના રૂપે સામે આવી શકે છે. એટલા માટે જો દવાઓ લઈ રહ્યા હોય અને ઊંઘ નથી આવી રહી તો તમારા ડૉક્ટર ને બતાવો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team