બી આર ચોપડા ના મજબૂર ટીવી સીરીયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવિણકુમારને દરેક વ્યક્તિ જાણે છે. અને તેમને આ સીરિયલમાં ખૂબ જ જોરદાર પાત્ર ભજવીને દરેકના દિલમાં તેમનું નામ કર્યું છે. અને લોકોને તે પાત્ર ખૂબ જ પસંદ પણ આવ્યું હતું.
તે મશહૂર ભીમનુ પાત્ર ભજવનાર પ્રવીણ સોબતીનું નિધન થઇ ગયું છે. અને તે 74 વર્ષના હતા. પ્રવિણકુમાર એ પોતાના કેરિયરમાં એક્ટિંગ સિવાય રમત-ગમતમાં પણ ભાગ લીધો હતો અને તે એથલિટ પણ હતા.
પ્રવિણકુમાર એ બે વખત ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું એશિયન અને કોમનવેલ્થ ગેમમાં તેમને દેશ માટે ઘણા બધા ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ હાસિલ કર્યા. રમતના પ્રતિ તેમનું યોગદાન માટે વર્ષ 1967માં અર્જુન એવોર્ડ કે તેમને નવાજવામાં આવ્યા હતા.
રમત-ગમતમાં સફળ કેરિયર બનાવ્યા બાદ પ્રવીણ 70ના દશકની ના અંતમાં શોબીજ માં પોતાનું કરિયર શરૂ કર્યું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ની સાથે એક ઇન્ટરવ્યૂમાં પ્રવીણ કુમારે તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ વિશે જણાવ્યું હતું.
અને તે સમયે તે કાશ્મીરમાં એક ટૂર્નામેન્ટમાં રમતા હતા. અને તેમની પ્રથમ ભૂમિકા રવિકાંત નાગાઈચના નિર્દેશનમાં બનેલી એક ફિલ્મમાં હતી જ્યાં તેમનો કોઇ જ ડાયલોગ હતો નહીં.
ત્યારબાદ તેમને વર્ષ 1981માં ફિલ્મ ‘રક્ષા’માં પ્રમુખ ભૂમિકા નિભાવી અને બોલિવૂડમાં અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’મા ‘મુખ્તાર સિંહ’ ના રૂપે તેમની ખૂબ જ યાદગાર ઉપસ્થિતિ રહી.
પ્રવીણે કરેલ ફિલ્મોમાં ‘કુદરતનો કરિશ્મા’, ‘યુદ્ધ’, ‘જબરદસ્ત’, ‘સિંહાસન’, ‘ખુદગર્જ’, ‘લોહા’, ‘ મહોબ્બત કે દુશ્મન’, ‘ઇલાકા’ અને અન્ય બીજી ઘણી બધી ફિલ્મોમાં ભાગ લીધો હતો 80ના દશકના આખરે સમયમાં તેમને બી આર ચોપડા ની મહાભારતમાં ભીમ ની ભૂમિકા ભજવવા માટે તેમની પસંદગી કરવામાં આવી અને દર્શકના દિલમાં રોલ ખૂબ જ મહત્વનો રહ્યો.
વર્ષ 2013માં પ્રવિણ લુણી રાજનીતિમાં પણ પોતાનું કરિયર બનાવવાની કોશિશ કરી અને વજીર પુર નિર્વાચન ક્ષેત્ર થી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ તે હારી ગયા ત્યાર બાદ તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. પ્રવીણે 2021માં પંજાબ સરકાર થી પેંશન ન મળવાના કારણે નારાજગી પણ વ્યક્ત કરી હતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “બી આર ચોપડા ના મશહૂર ટીવી સીરીયલ મહાભારતના ભીમ પ્રવિણકુમાર 74 વર્ષની ઉંમરે દીધી આ દુનિયામાંથી વિદાય”