બટાકા એક એવું શાક છે જેને આપણે ઘણી બધી રીતે નાસ્તા અને ત્યાં સુધી કે તેની મીઠાઈ પણ બનાવવામાં આવે છે. અને તેવી જ રીતે આજે તમારા માટે એક બટાકા નો નાસ્તો લઈને આવ્યા છીએ જેનું નામ છે આલુ રીંગ્સ. જે ખાવામાં ખૂબ જ જોરદાર લાગે છે અને તેને તમે કોઈપણ સોસ અથવા ચટણી સાથે પણ ખાઈ શકો છો.
આ નાસ્તો દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ આવે છે અને ખાસ કરીને બાળકોને તો ખૂબ જ ગમે છે. આ આલુ રિંગ્સ ને તમે 20 થી 30 મિનિટમાં જ બનાવી શકો છો તો ચાલો ફટાફટ જાણીએ તેની રેસિપી.નોંધ: જ્યારે તમારે તેને ખાવાની હોય ત્યારે જ તેને બનાવો કારણ કે ત્યાર બાદ તે મુલાયમ થઈ જાય છે.
સામગ્રી
- બાફેલા બટાકા : 4
- કોર્ન ફ્લોર /સોજી પાવડર : 1/2 કપ
- મીઠું: 1/2 ચમચી
- ટેસ્ટિંગ મીઠું: 1/2 ચમચી
- જીરું પાવડર: 1/2 ચમચી
- કાળા મરી પાવડર: 1/2 ચમચી
- હળદર પાવડર: 1/4 ચમચી
- તેલ: તળવા માટે
આલુ રીંગ્સ બનાવવાની રીત
સૌપ્રથમ બટાકાને છોલીને તેને સારી રીતે સ્મેશ કરો.
ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર, મીઠું, જીરુ પાવડર કાળા મરી પાવડર અને હળદર પાવડર નાખો.
હવે દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા બાદ તે કંઈક આવી થઈ જશે.
હવે રસોડા પર થોડું તેલ પાથરો અને તેમાં તેને સારી રીતે ફેલાવો.
ત્યારબાદ બટાકા ના લોટ માંથી થોડું લો અને તેને આંગળીઓથી ફેલાવો.
તે લગભગ તૈયાર થઈ ગયું છે વધુ પાતળું કરવાનું નથી.
ત્યારબાદ કોઈ કોન અથવા તો તે સાઈઝના કોઈ ઢાંકણ થી કાપો
ત્યારબાદ નાના કોનથી તેની વચ્ચે કાપો.
ત્યારબાદ આ રિંગની વચ્ચેનો ભાગ બહાર કાઢી લો અને તેને ફરીથી ઉપયોગમાં લો.
ધીમી આંચ પર તેલ ગરમ કરો અને તેમાં રીંગ્સ નાખો.
બે થી ત્રણ સેકન્ડમાં રીંગ્સ ઉપર તરવા લાગશે તેને મધ્યમ આંચ પર આરામથી ગોલ્ડ રંગની ન થાય ત્યાં સુધી તળો
હવે તે લગભગ બનીને તૈયાર થઈ જાય ત્યાર બાદ તેને બહાર કાઢો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ક્રિસ્પી આલુ(બટેટા) રિંગ્સ ચિપ્સ, આજે જ બનાવો ઘરે આ રીતે”