ચહેરાને ગોરો અને સુંદર બનાવવા માટે અજમાવો બટાકાના ફેસ માસ્ક – એક ઘરેલુ અને અસરકારક ઉપચાર

બટાકાને ત્વચાથી લઈને શરીરના ઘણા રોગો દૂર કરવા માટે લાભદાયક માનવામાં આવે છે. આટલું જ નહીં ચહેરાને ગોરો બનાવવા માટે બટાકુ અસરકારક સાબિત થઈ શકે છે. કાચા બટાકાના રસનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના જુદા જુદા ફેસ માસ્કને તૈયાર કરી શકાય છે. આ ફેસ માસ્ક થી ત્વચાની ઘણા પ્રકારની સમસ્યાઓ જેવી કે ટેનિંગ, પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોર્ટ્સ ને દૂર કરી શકાય છે.

Image Source

આ લેખ દ્વારા બટાકા થી ગોરા થવાના ઉપાયો વિશે વિસ્તાર માં જાણીશું.

•ચહેરો ગોરો બનાવવા માટે બટાકાના ફેસમાસ્ક – બટાકાને અન્ય ચીજો સાથે ભેળવીને અલગ અલગ ફેસ માસ્ક બનાવી શકાય છે. જેમકે, બટાકાનું ફેસ માસ્ક, બટાકા અને લીંબુનું ફેસ માસ્ક વગેરે જેવા કેટલાય એવા ફેસ માસ્ક છે, જેનાથી તમે તમારી ત્વચાને ગોરી કરી શકો છો. ચાલો જાણીએ કે બટાકા દ્વારા ગોરા થવાની ટિપ્સ કઈ છે.

Image Source

•બટાકાનું ફેસ માસ્ક – બટાકાના ફેસ માસ્કથી ચહેરાને સરળતાથી ગોરો બનાવી શકાય છે. આ સ્પેશ્યલ ફેસ માસ્કને તૈયાર કરવાની રીત આ પ્રમાણે છે.

  • 3 મોટી ચમચી બટાકાના રસમાં બે મોટી ચમચી મધ ભેળવો.
  • તેને સરખી રીતે ફેટી લો અને ચહેરાની સાથે સાથે ગરદન પર લગાવો.
  • થોડો સમય સુકાયા પછી પાણીથી ધોઈ લો.
  • આ ફેસ માસ્ક ને નિયમિત લગાવવાથી તમને ઉત્તમ પરિણામ જોવા મળશે.
  • મધ અને બટાકાના મિશ્રણમાંથી બનેલું ફેસ માસ્ક એક મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ છે જે તમારી ત્વચાને મુલાયમ અને ચમકીલી બનાવવામાં મદદ કરે છે.

Image Source

•બટાકા અને લીંબુનું ફેસ માસ્ક – બટાકા અને લીંબુના રસને ભેળવીને એક સ્પેશિયલ ફેસ માસ્ક બનાવી શકાય છે જેનાથી ચહેરા પર ગોરાપણું લાવવામાં અસરકારક મદદ મળી શકે છે. આ ફેસ માસ્ક આવી રીતે બનાવી શકાય છે

  • બે ચમચી બટાકાનો રસ, બે ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ લો.
  • બટાકા તેમજ લીંબુના રસને ભેળવીને તેમાં મધને યોગ્ય રીતે મિક્સ કરો.
  • તેને સંપૂર્ણ ચહેરા અને ગરદન પર યોગ્ય રીતે લગાવી અને 15 મિનિટ માટે સુકાવા દો.
  • ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો અને દર બીજા દિવસે આ ફેસ માસ્ક લગાવો.
  • લીંબુ અને બટાકા માં કસૈલ ગુણ હોય છે, જે એક્સ્ટ્રા ઓઇલને દૂર કરીને ત્વચાને ક્લીન કરવામાં મદદ કરે છે. તેનાથી ચહેરા પર ગોરાપણું આવે છે.

Image Source

•બટાકા અને ટામેટાનો ફેસ માસ્ક – ચહેરાને ગોરો બનાવવા અને ખીલની સમસ્યા દૂર કરવા માટે બટાકા અને ટામેટાનો ફેસ માસ ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો આ ફેસ માસ્ક બનાવવાની રીત –

  • 1 મોટી ચમચી બટાકાનો રસ અથવા પેસ્ટ, 1 મોટી ચમચી ટમેટાનો રસ અથવા પેસ્ટ લો અને સાથે એક ચમચી મધ લો.
  • બટાકા અને ટામેટાંનો રસ ભેળવી લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો જેથી ચીકણું મિશ્રણ તૈયાર થશે.
  • તેને તમારા ચહેરા પર સમાન રૂપે લગાવો.
  • જ્યારે મિશ્રણ સુકાઈ જાય ત્યારે પાણી થી ધોઈ લો.
  • આવું દિવસમાં બે વાર કરવું જેથી તમને ઝડપથી અસર જોવા મળે.
  • ટામેટા અને બટાકા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાને કીટાણુઓ સામે રક્ષણ મેળવવા મા મદદ કરે છે અને ખીલની સમસ્યા દૂર કરી શકે છે. આ ઉપરાંત બટાકા માં રહેલો ગુણ ત્વચાને ગોરી બનાવવા માટે અસરકારક છે.

Image Source

•ચોખાનો લોટ અને બટાકા નો ફેસ માસ્ક – ચોખાના લોટ અને બટાકાને ભેળવીને ફેસ માસ્ક તરીકે લગાવવામાં આવે તો તમને પિગમેંટેશનની સમસ્યાથી રાહત મળે છે. જાણો આ ફેસ માસ્ક બનાવવાની રીત –

  • એક ચમચી બટાકાનો રસ, એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી લીંબુનો રસ લો.
  • બધી સામગ્રીઓને એકબીજા સાથે મિક્સ કરી લો.
  • વધારે ચીકાશ માટે તમે એક ચમચી મધ પણ ભેળવી શકો છો.
  • તેને તમારી ગરદન પર અને ચહેરા પર યોગ્ય રીતે લગાવો અને સુકાવા માટે રાખી દો.
  • ફેસપેક સુકાય જાય ત્યારે સ્ક્રબ કરવા માટે પાણીનો ઉપયોગ કરો.
  • બટાકાનો રસ ત્વચાને ટૈન અને સ્પોટ ઓછા કરવામાં મદદ કરે છે અને ચોખાનો લોટ તમારી મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી તમને પિગમેન્ટેશનની સમસ્યાથી રાહત મળે છે અને આ સાથે ચહેરાને ગોરો બનાવવામાં ઘણી મદદ મળે છે.

Image Source

બટાકાનો ત્વચા પર ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ –

  • શરીર પર ખંજવાળ અને બળતરા થવા પર બટાકુ કાપીને લગાવવાથી આરામ મળે છે.
  • ડાર્ક સ્પોર્ટની સમસ્યાને દૂર કરવા માટે બટાકાની સ્લાઈસને ચહેરા પર ઘસો અને ધીમે ધીમે મસાજ કરો.
  • તડકાને કારણે સન બર્નની સમસ્યા થવી એ એક સામાન્ય બાબત છે. બટાકાની સ્લાઈઝ કાપીને ફ્રીઝમાં રાખી મૂકો અને ઠંડા બટાકાને સન બર્ન વાળી જગ્યા પર મૂકો. જેનાથી ત્વચા સોફ્ટ અને ક્લીન થશે.
  • સ્કિન કલર ની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે બટાકાને ચહેરા પર 30 મિનિટ સુધી દરરોજ લગાવો, જેનાથી ત્વચાનો રંગ સાફ દેખાવા લાગશે.
  • સૂકી ત્વચા માટે બટાકાની છાલ ને સૂકા ભાગ પર યોગ્ય રીતે લગાવો અને થોડા સમય માટે લગાવેલું રહેવા દો જેથી ત્વચાનું શુષ્કપણું ઓછું દેખાય.

•સારાંશ – બટાકા હકીકતમાં સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગ કરવામાં આવતી શાકભાજી છે, જેનો લાભ આપણા શરીરની સાથે-સાથે ત્વચાને પણ મળી શકે છે. પછી ભલે તે સ્પેશિયલ બટાકા ફેસ માસ્ક હોય, જેના દ્વારા ચહેરાને ગોરો બનાવી શકાય કે પછી બટાકાના અન્ય ઉપયોગો જેનાથી ડાર્ક સ્પોર્ટ્સ, શુષ્ક ત્વચા તેમજ સન બર્ન જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. જો તમને ત્વચા સંબંધી કોઈપણ સમસ્યા હોય તો એકવાર ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment