પોઝિટિવ વિચારો સાથે દુ:ખને ભૂલી શકાશે, જાણો કેવી રીતે રાખશો મનને શાંત

માણસના જીવના સુખ અને દુ:ખ હંમેશા સમાન અવસ્થામાં રહે છે. કારણકે જે રીતે જીવનમાં સુખ આવે છે. તે રીતે જીવનમાં દુખ પણ આવેજ છે.પરંતુ અમુક લોકો દુ:ખને લાંબા સમય સુધી ભૂલી નથી શકતા અને તેમના પર તે દુ:ખ ભારે થઈ જતું હોય છે. માણસે માત્ર એક વાત તેના મગજમાં બેસાડી દેવી જોઈએ. કે આ વિશ્વમાં એવો કોઈ પણ વ્યક્તિ નથી કે 100 ટકા સુખી હોય. ત્યારે આજે અમે દૈવિક પુરાણોની એક વાર્તા તમને જણાવીશું , જેમા ગુરુ દ્વારા તેના શિષ્યને દુ:ખ કેવી રીતે દુર કરવું તેની સમજ આપવામાં આવી છે.

જૂના સમયમાં મોટા ભાગે લોકો સંતના આશ્રમોમાં અભ્યાસ કરવા માટે જતા હતા. તે સમયે ડીગ્રી કે કોર્સ જેવા શબ્દોનું કોઈ મહત્વ ન હતું. ત્યારે મહત્વ હતું માત્ર ગુરુ અને શિષ્યના સંબંધોનું. એક વખત એક ગુરુના આશ્રમમાં તેમનો શિષ્ય રજાઓમાં ઘરે રહીને પરત તેમના ગુરુ પાસે આવે છે. પરંતુ તેના સંતગુરુ જુએ છે કે તેમનો શિષ્ય દુ:ખી છે. અને તેનું ધ્યાન ક્યાય લાગી નથી રહ્યું

ત્યારે સંત તેને પુછે કે તને જીવનમાં શું દુખ છે. ત્યારે તેમનો શિષ્ય તેમને જણાવે છે. કે ઘરમાં રૂપિયાની તંગી છે. આર્થીક તંગીને કારણે મારા ઘરના સભ્યો બે સમયનું ભોજન પણ નથી કરી શકતા. અને તેમના વિચારો મારા મગજમાં ફર્યા કરે છે. જોકે ધીમે ધીમે બધું સામાન્યથી રહ્યું છે. પરંતુ હું મારા પરિવાર પર જે દુ:ખ આવ્યું છે. તેને ભુલાવી નથી શકતો.

આ શબ્દો સાંભળીને સંત તેના શિષ્યને લિંબુનું શરબત બનાવીને આપે છે. પરંતુ તેમા તેઓ મીટું વઘારે પ્રમાણમાં નાખે છે. બાદમાં તે તેમના શિષ્યને તે શરબત પિવા માટે આપે છે. તેમનો દુ:ખી શિષ્ય જેવું તે શરબત પિવે છે. ત્યારે તે તેના ગુરુને કહે છે. કે શરબતમાં વધારે મીઠું પડી ગયું છે.

આ વાત સાંભળીને સંત તેના શિષ્યને કહે છે. કે એ શરબત ફેકી દે હુ તને ફરીથી નવું શરબત બનાવીને આપું. પરંતુ ત્યારે તેમનો શિષ્ય કહે છે. કે ના રહેવાદો ખોટું આ શરબતને ફકશો નહી. આજ શરબતમાં હું ખાંડ નાખીશ જેથી તેનો સ્વાદ પહેલા જેવો થઈ જશે. અને પછી હુ પી લઈશ.

શિષ્યની આ વાત સાંભળીને સંત ખુશ થઈ જાય છે. અને તેમના મુખ પર હાસ્ય આવી જાય છે. ત્યારે તેમનો શિષ્ય તેમને પુછે છે , કે ગુરુજી તમે મારી સામે જોઈને આ મીઠું હાસ્ય શા માટે આપ્યું. હુ તમારું આ હાસ્ય સમજી ન શક્યો

ત્યારે સંત તેને સમજાવે છે. કે શરબતમાં જે રીતે વધારે મીઠું હતું . તે રીતે ક્યારેક આપણા સૌના જીવનમાં પણ મીઠું વધારે પડી જતું હોય છે. પરંતુ આપણે તે ખારા સ્વાદને ગળ્યો કેવી રીતે બનાવવો તે પણ આપણાજ હાથમાં છે.

સાથેજ ગુરુજી તેના શિષ્યને સમજાવે છે કે , જે રીતે તે શરબતમાં ખાંડ નાખીને શરબતને યોગ્ય બનાવ્યું તેજ રીતે જીંગદીમાં પણ કોઈ પણ દુખ આવશે. તો આપણે તેને ખાંડ નાખીને દૂર કરવું પડશે . જો તે દુખને લઈને બેસી રહીશું . તો જીવનમાં આગળ વધવામાં તકલીફ થશે. કારણકે જીંદગીમાં અપાર દુખોનો સામનો કરવો પડતો હોય છે. તો કેટલા કેટલા દુખોને તમે મનમા રાખશો.

આ ઉપરાંત સંત તેના શિષ્યને અંતમાં સમજાવે છે. કે જીવનમાં બનેલી નકારાત્નક ઘટનાઓને તમે હકારાત્મક રીતે વીચારો અને હકારાત્મક રીતેજ દૂર કરો. જેનાથી તમારું દુખતો દૂર થશે. સાથેજ સમય સાથે તમારે દરેક ઘટનાનો સામનો કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ આવી જશે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ronak Bhavsar & FaktGujarati Team

1 thought on “પોઝિટિવ વિચારો સાથે દુ:ખને ભૂલી શકાશે, જાણો કેવી રીતે રાખશો મનને શાંત”

Leave a Comment