ગરમી પતી જવા આવી છે. ધીરે ધીરે વરસાદની સીઝન શરૂ થશે. ત્યારે આ સીઝનમાં મોટા ભાગે મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. મોટા ભાગની જગ્યાએ મચ્છરોનો ત્રાસ રહેતો હોય છે. ઘણા લોકો મચ્છરોથી બચવા માટે અગરબત્તી, ઓલઆઉટ અને ઓડોમોસ જેવી ક્રીમ વાપરતા હોય છે. પરંતુ શુ તમને ખ્યાલ છે કે તમે ઘર આંગળે કે પછી ઘરમાંજ એવા છોડ વાવી શકો છો. જેનાથી મચ્છરો દૂર ભાગતા હોય છે. ત્યારે આજે અમે તમને તે છોડ વીશે સંપૂર્ણ માહિતી આપીશું.
ગલગોટાનો છોડ કામ લાગી શકશે
ગલગોટાનો છોડ સરળતાથી તમે કોઈ પણ સીઝનમાં લગાવી શકો છે. આપને જણાવી દઈએ કે ગલગોટાના ફુલને કારણે મચ્છરો તેનાથી દૂર રહેતા હોય છે. નાના એક કુંડામાં તમે ગલગોટાનો છોડ વાવી શકો છો. જે તમારા ઘરના બગીચાની શોભા વધારશે સાથેજ તમે ગલગોટાના ફુલને પુજામાં પણ વાપરી શકો છો.
લેવેંડર કામ લાગી શકશે
લેવેંડરના છોડની આસપાસ મચ્છર તો શું બીજા કોઈ પણ પ્રકારના જીવજંતુ નથી રહેતા. લવેંડરના પાંદડાઓમાં સુગંધ રહેલી હોય છે. જે સુંગધથી મચ્છરો દૂર ભાગતા હોય છે. આ છોડની ખાસીયત એ છે કે તમે ગમે તે સીઝનમાં તેને વાવી શકો છો. પરંતુ ગરમ જગ્યાએ આ છોડ જલ્દી વીકાસ પામે છે. જેથી જો તમે મચ્છરોને ભગાડવા મગો છો તો ગલગોટાનો છોડ તમે લગાવી શકો છો.
તુલસીનો છોડ કામ લાગી શકશે
તુલસીના છોડમાં ભરપૂર માત્રામાં ઔષધીયો રહેલી હોય છે. તેનો ઉપયોગ પૂજા ની સાથે સાથે ખાવામાં પણ કરી શકીએ છે. તેને માત્ર સૂર્યપ્રકાશની જરૂર હોય છે અને તે પણ થોડાક પ્રમાણમાં જેથી જો તમે ઈચ્છો તો ઘર આંગણે કે પછી ઘરમાં તુલસીનો છોડ વાવીને પણ મચ્છરોને દૂર કરી શકો છે.
કૈટનિપનો છોડ કામ લાગી શકશે
કૈટનિપ એક મિંટ જોવું હોય છે. તેને કોઈ પણ જગ્યાએ આપણે વાવી શકીએ છે. મચ્છરોને ભગાડવા માટે કેટનીપ સૌથી અસરકારક છે. ખેતરોમાં કીડા મારવા માટે પણ કેટનીપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેટનીપને તમે ઘરના કોઈ પણ ખૂણામાં વાવી શકો છો. તેના કારણે મચ્છરોથી તમને ચોક્કસથી રાહત મળી રહેશે.
રોઝમેરીનો છોડ પણ કામ લાગી શકશે
રોઝમેરી પોતેજ પ્રાકૃતિક રીતે મોસ્કિટો રિપ્લીયન્ટ છે. તેનો ઉપયોગ રસોઈ માટે પણ થતો હોય છે. ગરમીમાં તમે રોઝમેરીનો પ્લાન્ટ તમારા ઘર આંગણે વાવી શકો છો. રોઝમેરી મોસ્કિટો રિપ્લીયન્ટના 4 ટીપા થોડાક ઓવીલ ઓઈલ સાથે ભેગા કરીને ઘરના કોઈ એક સ્થાને મુકી દેજો જેથી તમને મચ્છરોથી રાહત મળી શકશે.
લેમન બામ પણ કામ લાગી શકશે
લેમન બામ પણ મચ્છરોને દૂર રાખતો હોય છે. તે ઝડપથી વધતો હોય છે. સાથેજ તેના પાંદડામાં સિટ્રોનેલા વધારે હોય છે. ઘણી બધી જગ્યાએ મચ્છરો ભગાડવા માટે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. તેમા 38 ટકા સિટ્રોનેલાની માત્રા રહેલી હોય છે. મચ્છરોને દૂર રાખવા માટે તમે લેમન બામને ઘરના આંગણે વાવી શકો છો. સાથેજ તેના પાંદડા તમારી સ્કિન પર લગાવશો તો મચ્છરો તમારાથી દૂર ભાગશે.
સિટ્રામેલાનો છોડ કામ લાગી શકશે
મચ્છરોથી બચવા માટે તમને સિટ્રાનેલાનો છોડ કામ લાગી શકશે. સિટ્રાનેલાનો છોડ આપણા માટે ઘણો ફાયદાકારક છે. મચ્છરોથી છૂટકારો મેળવવા માટે જે ક્રીમ બનતા હોય છે. તેમા પણ સિટ્રાનેલાના છોડનો પ્રયોગ કરવામાં આવતો હોય છે.
લસણનો છોડ પણ કામ લાગી શકશે.
એવું કહેવામાં આવે છે કે લસણ ખાવાને કારણે આપણા લોહીમાં તેની અલગજ અસર થતી હોય છે. ખાસ કરીને તેના કારણે મચ્છરો દૂર ભાગતા હોય છે. પરંતુ જો તમને લસણ ખાવાનું પસંદ નથી તો તમે ઘર આંગણે લસણનો છોડ પણ લગાવી શકો છો. જે તમને ઘણો કામ લાગશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team