વરસાદની ઋતુ શરૂ થઈ જતા જ ચારે તરફ હરિયાળી હરિયાળી થઈ જાય છે. અને કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે અને એકબીજા માટે કુદરતી જોડાયેલી કોઈ ખાસ જગ્યા પર જવાનું ખૂબ જ પસંદ કરે છે, અને ગરમી તે લગ્નની ઋતુ હોય છે અને તેના પછી જ તૈયારીમાં જ ચોમાસુ આવી જાય છે, અને તેની માટે કપલ હનીમૂન જવાનો પ્લાન કરે છે.
આમ તો નવા પરણેલા કપલ માટે આ ખૂબ જ મોટો ટાસ્ક હોય છે કે આપણે કઈ જગ્યાએ હનીમૂન કરવા માટે જવું જોઈએ એવામાં આજે અમે તમને જણાવીશું કોડેકનલ ની અમુક જગ્યાઓ વિશે જે તમારી માટે એ ખૂબ જ સારું ડેસ્ટિનેશન હોઈ શકે છે જો તમે જશો તો ચોમાસામાં આ જગ્યા ખૂબ જ રોમેન્ટિક થઈ જશે અને તમારે અહીં કઈ રીતે જોવું અને કઈ જગ્યાએ આ આ સુંદર જગ્યા આવેલી છે અને કેટલો ખર્ચ થશે તે દરેક વસ્તુ અમે તમને જણાવીશું.
કોડાઇક્કનાલ ભારતના તમિલનાડુ રાજ્યનું એક શહેર છે જો આ શહેરના ઇતિહાસમાં તમને દિલજસ્તી હોય તો તમને જણાવીશું આ શહેરનો ઉલ્લેખ ઇસવીસન પૂર્વે તમિલ સંગમ સાહિત્યમાં જોવા મળે છે, અને ઇતિહાસ જણાવે છે કે પલાની હિલ્સની આસપાસના ક્ષેત્રમાં આ સમયે પેલિયન્સ અને પુલિયન્સ નામના આદિમ જાતી રહેતા હતા. અને જ્યારે ભારતમાં અંગ્રેજ લોકોની હુકુમત આવી ત્યારે 1845 માં અંગ્રેજોએ અહીં સ્ટેશન સ્થાપિત કર્યું અંગ્રેજોના સમયની વાત કરીએ તો તે સમયે અંગ્રેજ ઓફિસરો અને તેમના પરિવાર માટે આ જગ્યા ખૂબ જ સારી હતી ગરમીમાં લગભગ અંગ્રેજો પોતાના પરિવારની સાથે પત્ની અથવા પ્રેમિકાની સાથે આ હિલ સ્ટેશન પર આવતા હતા.
અહીં એક ખાસ પ્રકારની કુરિનજી ફુલ જોવા મળે છે જ્યારે તે ખીલે છે ત્યારે કોડાઇક્કનાલ ની સુંદરતા વધી જાય છે. કહેવાય છે કે આ ફૂલ બાર વર્ષમાં એક વખત ખીલે છે જૂન જુલાઈ નો મહિનો અહીં ફરવા માટે ખૂબ જ બેસ્ટ માનવામાં આવે છે આ સમયે અહીં પ્રકૃતિનો સૌથી સુંદર નજારો જોવા મળે છે ત્યાંના પહાડ મોટા મોટા પથ્થર ઝરણા ફળના બાગ અને હરિયાળી વાળા દ્રશ્ય તમને જૂન જુલાઈના મહિલામાં જોવા મળશે જો તમે કપલની રીતે અહીં જાઓ છો તો કદાચ તેનાથી સુંદર સમય તમારી માટે બીજો કોઈ જ હોઈ શકે નહીં.
કોડાઇક્કનાલ ની ખાસ જગ્યાઓ.
બ્રાયન્ટ પાર્કઃ
સુંદર બ્રાયન્ટ પાર્કમાં તમને સુંદર અને અનેક જાતના વિવિધ ફૂલો જોવા મળશે.
સોલાર ભૌતિક પ્રયોગશાળા:
તમે અહીં આવેલ દેશની એકમાત્ર સોલાર ભૌતિક પ્રયોગશાળા પણ જોઈ શકો છો.
કોકર્સ વોક:
કોકર્સ વોકના નજારો જોવાલાયક છે.
કોડાઈક્કનાલ તળાવ:
તેના મુખ્ય આકર્ષણોમાં તારા આકારનું કોડાઈક્કનાલ તળાવ છે, જે એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવે છે.
બોટ ક્લબઃ
આ અંગ્રેજોના જમાનાની વાત છે, જેમ દરિયામાં ચા પર પાર્ટી કરવી એ જ રીતે થાય છે.
કુરીનજી અંદાવર મંદિર:
ભગવાન મુરુગનને સમર્પિત, કુરીનજી અંદાવર મંદિરમાં કોડાઇક્કનાલને આલિંગતા પર્વતોનો ભવ્ય નજારો છે આ દૃશ્ય જોયા વિના કોઈ પાછુ આવી શકતું નથી.
વાઘાઈ ડેમ:
ગ્રીન વેલીમાંથી દેખાતો વાઘાઈ ડેમનો નજારો પોતાનામાં જ અદ્ભુત છે.
ગ્રીન વેલી, પિલર રોક્સ અને બેર શોલા ફોલ્સઃ ગ્રીન વેલી, પિલર રોક્સ અને બેર શોલા ફોલ્સ જેવા ઘણા બધા મહાન સ્થળો છે.
શેન બાગનૂર મ્યુઝિયમઃ શેન બાગનૂર મ્યુઝિયમ પણ જોવાલાયક સ્થળ છે. આ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે.
આ જગ્યાએ પહોંચવા માટે અલગ અલગ માધ્યમ છે તમે હવાઈ અને રસ્તા બંને રીતે અહીં પહોંચી શકો છો ખૂબ જ સારું રહેશે કે તમે કોઈ ટ્રાવેલ કંપનીનો સહારો લઈને અહીં આવો નજીકનો હવાઈ અડ્ડો મદુરાઈમાં છે જે લગભગ 120 કિલોમીટર દૂર છે અને જો તમે રેલ્વે થી આવી રહ્યા છો તો કોડાઇક્કનાલ રોડ સૌથી નજીકનું રેલવે સ્ટેશન રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચોમાસામાં હનીમૂન જવાનો પ્લાન કરી રહ્યા છો તો કુદરત સાથે જોડાયેલા આ શહેરની જરૂરથી મુલાકાત લો”