આખી દુનિયા કોઈ ને કોઈ રોચક ઘટના બનતી હોય છે. એવી વાતો જાણવાની પણ કંઈક અલગ મજા છે. એવું જ એક ગામ, જેના વિશે જાણવામાં પણ તમને મજા આવશે. આ ગામમાં જે જોવા મળે છે એ તમને કોઈ અન્ય જગ્યાએ જોવા મળે.

ચાલો વધુ સમય લીધા વગર તમને જણાવી દઈએ કે, આ ગામમાં એવું તો શું ખાસ છે? તો સૌ પ્રથમ તમે તસવીરમાં જુઓ એક મકાન ઉપર હવાઈ જહાજ હશે એવું મકાન દેખાશે. આ જ રોચક કહાની છે આ ગામની…

જલંધર ડીસ્ટ્રીક અને એ સિવાય પણ ઘણા એવા ગામ છે જેના ઘરમાં પ્લેન છે. ભારત સિવાય અમુક એવા વિદેશમાં પણ ઘર અને હોટેલ છે. જ્યાં પ્લેન રાખવામાં આવ્યું છે. ઠીક છે કે બધે એરપોર્ટનું સુવિધા નથી હોતી છતાં આ ગામમાં એક એક ઘર પર હવાઈ જહાજ મુકવામાં આવ્યું છે.

આખા ગામમાં ગમે ત્યાં ફરો પણ એકેય એવું મકાન જોવા ન મળે કે જેમાં કોઈ હવાઈ જહાજ ‘ન’ હોય. જ્યાં તમારી નજર પડે ત્યાં મકાન ઉપર હવાઈ જહાજ તો હશે જ.
તમને એ પણ જણાવી દઈએ કે આ હવાઈ જહાજ અસલી નથી પણ અહીં દરેક મકાનની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવે છે કે જાણે અસલી પ્લેન હોય એવું જ દેખાય. આટલું સાંભળ્યા પછી કોઇપણને એ પ્રશ્ન થાય કે તો પછી મકાનની આવી ડીઝાઇન બનાવવા પાછળનો ઈતિહાસ??

આ ગામનું નામ છે ‘પ્લેન વિલેજ’ અને આ ગામમાં રહેતા બધા લોકો પૈસાદાર છે. મોટાભાગના આ ગામમાં વસતા લોકો વિદેશના રહેવાસી છે; તેની પાસે પૈસા પણ છે એટલે તે જાણી જોઇને આ ગામને પ્લેન વિલેજનો ટેગ મળે એ માટે દરેક ઘરની ડીઝાઇન પ્લેન જેવી જ બનાવે છે.

આ ગામ દુનિયાભરમાં જાણીતું બન્યું છે સાથે આ ગામને ‘પ્લેન વિલેજ’ નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં અમુક મકાનમાં જે પ્લેન બનાવ્યું છે તેમાં ‘એર ઇન્ડિયા’ નામ પણ લખવામાં આવ્યું છે. આપણે ભલે ઘરે ઘરે એરપોર્ટ ન જોયું હોય પણ ઘરે ઘરે પ્લેન જોયા છે. ક્યાં? તો કે એકમાત્ર ગામ – ‘પ્લેન વિલેજમાં…’
જાણવા જેવી રસપ્રદ માહિતી મેળવવા માટે “ફક્ત ગુજરાતી” પેજ સાથે જોડાયેલા રહો. અમે દરરોજ નવી નવી પોસ્ટ મુક્ત રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel