ઘરની ઉત્તર દિશામાં આ વસ્તુઓ મૂકવાથી ધન-ધાન્યની કમી ક્યારેય થતી નથી 

Image Source

વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર વાસ્તુ દોષથી બચવા માટે લોકોએ ઘરની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કહેવામાં આવે છે કે શું ઘરની ઉત્તર દિશા દોષમુક્ત હોય તો તેનાથી જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

ઘરમાં કોઈપણ પ્રકારની આર્થિક તકલીફ ન થાય તેના માટે લોકો પૂરી લગનથી મહેનત કરે છે. અને તેની સાથે જ દરેક લોકો અલગ-અલગ ઉપાયનો સહારો લે છે. પરંતુ ઘણીવાર કઠિન પરિશ્રમ કરવા છતાં લોકોને એ સફળતા નથી મળતી જેના તે હકદાર હોય છે. આમાં વાસ્તુદોષ ના કારણ પણ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક ભૂલના કારણે ઘણી વખત ઘરમાં વાસ્તુદોષ લાગી જાય છે અને તેની અસર લોકોના આર્થિક જીવન પર પણ જોવા મળે છે. અને તેની સાથે જ દુઃખ, બીમારી અને પરિવારમાં ક્લેશ પણ વધી જાય છે.

વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર વાસ્તુ દોષથી બચવા માટે લોકોએ ઘરની દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના દરેક હિસ્સાનું અલગ અલગ મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે જો ઘરનીઉત્તર દિશા દોષમુક્ત છે તો જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે તમને જણાવી દઈએ કે ધનના સ્વામી કુબેર ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ દિશાને દરેક આર્થિક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આવો જાણીએ આ દિશાને લઇને ખાસ વાતો. 

આર્થિક સ્તિથીને મજબૂત કરવાનાં ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધનલાભ માટે લોકો ઉત્તર દિશાની દીવાલ પર હંમેશા  સામાન્ય નીલા રંગનો પેઇન્ટ કરાવે છે.એવી માન્યતા છે કે તેનાથી આર્થિક લાભની સંભાવના બને છે અને તેની સાથે જ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવા થી લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે તે સિવાય બિઝનેસમાં કામયાબી હાંસલ કરવા માટે ઉત્તર દિશામાં અરીસો લગાવવાથી લાભકારી સિદ્ધ થશે.

ઘરમાં સુખ-શાંતિ લાવવાના ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઉત્તર દિશાની કોઈપણ દિવાલમાં તિરાડ દેખાયતો તરત તેને યોગ્ય કરાવી લો કહેવામાં આવે છે કે આ તિરાડ અશુભ હોઈ શકે છે એટલું જ નહીં તૂટેલી  દિવાલ પરીવારમાં ઝગડા વધારવાનું કારણ બની શકે છે ત્યાં જ જો ઘરમાં ઝઘડા વધી રહ્યા છે તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ જ લગાવવો જોઈએ તેની સાથે ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે ઉત્તર દિશામાં રસોઈ ઘર બનાવવું જોઈએ નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment