પિતૃ પક્ષ આરંભ થઈ ગયા છે. આ સમય માં દરેક પરિવાર માં મૃત વ્યક્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જેથી તેમની કૃપા અને આશીર્વાદ હમેશા તમારા પર રહે. કહેવાય છે કે પિતૃ પક્ષ માં યમરાજ મૃતકો ને પોતાના પરિવાર જનો ને મળવા માટે મુક્ત કરે છે. એટલે શ્રાદ્ધ કે તર્પણ વિધિ કરી ને તેમને ખુશ કરવા માં આવે છે. જેથી તેમની આત્મા ને શાંતિ મળી શકે. તેમનો આશીર્વાદ મેળવવા માટે પિતૃ પક્ષ માં આ વસ્તુ થી તેમને પ્રસન્ન કરી શકાય છે. કહેવાય છે કે તેમના આશીર્વાદ થી બધા જ દુખ અને તકલીફ માંથી મુક્તિ મળે છે.
ચાલો જાણીએ એ વસ્તુ વિશે..
તલ
પિતૃ પક્ષ માં તલ નું ખૂબ જ મહત્વ હોય છે. તલ એ ભગવાન વિષ્ણુ ના પસીના થી ઉત્પન્ન થયેલ છે. એટલે તે સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેના થી શ્રાદ્ધ કરવા થી પિતૃ ની આત્મા ને શાંતિ મળે છે.
અક્ષત
પિતૃ માટે સૌથી પહેલું ભોજન અક્ષત એટલે કે ચોખા જ માનવામાં આવે છે. એટલે જ તલ ની સાથે ચોખા નો ઉપયોગ શ્રાદ્ધ માં કરવા માં આવે છે. ચોખા થી જ પિંડ બનાવામાં આવે છે. ચોખા થી બનેલ પિંડ થી પિતૃ ઓ ને સંતુષ્ટિ થાય છે.
જળ
પિતૃ ને પોતાના સંતાન દ્વારા આપવામાં આવેલ જળ થી સંતુષ્ટિ થાય છે. જળ જ જન્મ લઈ ને મોક્ષ સુધી સાથ આપે છે. તર્પણ વિધિ થી પિતૃ જલ્દી જ પ્રસન્ન થાય છે. જેનાથી ઘર માં ક્યારેય પણ ધન ધાન્ય ની કમી નથી થતી.
શ્રદ્ધા
શ્રાદ્ધ માં જે વસ્તુ સૌથી જરુરી છે એ છે શ્રદ્ધા. વગર શ્રદ્ધા એ કરેલું શ્રાદ્ધ , એ ક્યારેય પણ પિતૃ સુધી પહોંચતુ નથી. બધી જ વસ્તુ ઓ ભૌતિક છે, એક અભૌતિક વસ્તુ છે શ્રાદ્ધ. જેના વગર શ્રાદ્ધ નું કઈ મહત્વ નથી રહેતું. શ્રદ્ધા શબ્દ થી શ્રાદ્ધ બને છે. પિતૃ પક્ષ માં જે પણ કાર્ય કરો એ શ્રદ્ધા થી કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team