પેલું કહેવાય છે ને કે…..
“નબળા મનના માનવીને રસ્તો મળતો નથી અને અડગ મનના માણસોને હિમાલય પણ નડતો નથી”
આ સુંદર ઉક્તિને સુરતની એક દિવ્યાંગ જેનું નામ છે દિવ્યા પ્રજાપતિ જેને સાર્થક કરી બતાવ્યું છે . જે માત્ર સાડા ત્રણ ફૂટની જ છે અને તે 27 વર્ષના છે, પરંતુ તેઓએ પોતાની હાઈટને મહત્વ ન આપતા પોતાના મક્કમ મનોબળના આધારે તે પોતાના વ્યવસાયમાં આગળ વધી છે અને તે પોતાના પગભર થઇ છે. પોતાના સ્કેચવર્ક ના શોખના કારણે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ આગળ વધી રહ્યા છે, અને તેના આધારે તેમને ઘણા બધા સ્કેચના ઓર્ડર પણ મળી રહ્યા છે.
તેઓ જણાવે છે કે જ્યારે આપણને ભગવાનમાં શ્રદ્ધા હોય છે ત્યારે શરીરની નબળાઈ પણ એક તાકાત બની જાય છે, અને ત્યારે જ અસંભવ કાર્ય શક્ય બની શકે છે. કારણ કે દરેક મનુષ્યની શક્તિ તેમની આત્મામાં રહેલી હોય છે.
તેમણે જણાવ્યું હતું કે ‘હું જન્મથી જ શારીરિક રીતે ખૂબ જ નબળી હતી. અને તેમની આ શારીરિક નબળાઈના કારણે તેમના માતા-પિતાએ ઘણા બધા ડોક્ટરો પાસે તેમનો ઇલાજ કરાવ્યો હતો પરંતુ તેમ છતાં તેમનામાં કોઈ જ ફેર આવ્યો ન હતો. ત્યારબાદ તેમના માતાપિતાએ વિચાર્યું કે હવે દીકરીને આપણે આગળ વધારવી જોઇએ, અને તેને અભ્યાસ કરાવવો જોઈએ.’ અને તેમને કહ્યું હતું કે મને સંગીતનો ખૂબ જ શોખ હતો અને ગીત ગાવાનો પણ શોખ હતો તેથી તેમને સંગીતની તાલીમ પણ અપાવી હતી.
તેઓ જણાવે છે કે જ્યારે હું મારા તાલીમ અર્થે અથવા અભ્યાસ અર્થે બહાર જતી હતી ત્યારે લોકો મારા નાના કદના કારણે મારી મજાક ઉડાવતા હતા. અને તેમાં પણ કોઈ મજાક ની દ્રષ્ટિ એ મને જોતું હતું અથવા તો કોઈક વ્યક્તિ મને દયા ની દ્રષ્ટિ એ જોતું હતું, પરંતુ તેઓ કેમ ભૂલી જાય છે કે મારા જેવા બાળકને દયાની નહીં પરંતુ હિંમતની જરૂર હોય છે. અને તેમને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. તથા તેઓ કહે છે કે મારા આવા કપરા સમયમાં મારો પરિવાર હંમેશા મારી સાથે જ રહ્યો છે, અને મને ઘણી બધી તકલીફ પડી છે તેમાં પણ તેઓએ મારો સાથ ક્યારેય છોડ્યો નથી અને તેઓએ હંમેશા મને હિંમત આપી છે.
દિવ્યા ને નાનપણથી જ પેઈન્ટિંગનો ખૂબ જ શોખ હતો, આમ તેઓ છેલ્લા ત્રણ વરસથી પ્રોફેશનલ પેઇન્ટિંગ નું કામ કરી રહ્યા છે. અને તેઓ આ પેઈન્ટિંગ બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. અને લોકોને તે પેઇન્ટિંગ ખૂબ જ ગમે છે ત્યારબાદ બીજા બધા લોકો પણ તેમને પેઇન્ટિંગ બનાવવાનો ઓર્ડર આપે છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 60 પેઇન્ટિંગ બનાવ્યા છે. અને તેમાંથી કુલ 40 પેઇન્ટિંગ ઓર્ડરના બનાવ્યા છે.
તેમની માતા જણાવે છે કે “”મારી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે. અમે અમારી દીકરીને ઊંચકી ને જ શાળાએ લેવા-મૂકવા જતા હતા. તેઓ જણાવે છે કે અમને અમારી દીકરીને મોટી કરવામાં ઘણી તકલીફ પડી છે. અમે તેની ધોરણ-૧૨ સુધી ભણાવી છે અને અમને અમારી દીકરી ઉપર ખૂબ જ કરવાનો અનુભવ થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team