નાગપુર ની શારદા ચોરગાડે જ્યારે કોઈ મુસીબત માં હોય છે ત્યારે પોતાને ફક્ત એ કહી ને સમજાવે છે કે બધુ સારું જ થશે. તેમના આ સકારત્મક વિચાર ત્યારે પણ એટલા જ સજાગ હતા જ્યારે તેમના પતિ તેમના પર અત્યાચાર કરતાં, મમ્મી ના ગુજારી ગયા પછી એકલાપણું જોયું,અને કેટલાય દિવસ ભૂખ્યા રહ્યા.
61 વર્ષ ના શારદા બેન એ સાત વર્ષ પહેલા પરિવાર નો ખર્ચ ઉઠવા માટે ઢોંસા બનાવી ને વેચવાનું ચાલુ કર્યું. લોકો તેમને ઢોંસા આજી(બા) પણ કહેતા હતા. જ્યારે તેમણે પોતાનું કામ શરૂ કર્યું ત્યાર થી જ તે બે રૂપિયા માં ઢોંસા વેચતા હતા. જ્યારે લોકો તેમને આટલી ઓછી કિંમત માં ઢોંસા વેચવાનું કારણ પૂછતાં તો તે ફક્ત હસતાં.
તેઓ કહેતા કે મે એટલી ગરીબી જોઈ છે કે ક્યારેક હું અને મારો પુત્ર ભૂખ્યા જ સૂઈ જતા. હું જાણું છું કે ભૂખ શું હોય છે. જ્યારે આપણે ભૂખ્યા રહીએ છીએ તો દિમાગ અને શરીર પર શું અસર થાય છે.
તેઓ પોતાનું ઘર પોતાના થકી જ ચલાવતા હતા. તો પણ તેમને એવું લાગે છે કે તેઓ બીજા કરતાં સારું કમાઈ લે છે. એટલે તેઓ બીજા ની મદદ ના હેતુ ઓછા પૈસા માં ઢોંસા ખવડાવતા હતા. શારદા બેન પોતાના ઢોંસા સ્ટોલ ના થકી મજૂરો અને સ્કૂલ ના બાળકો ને તાજો અને ગરમ ઢોંસા ખવડાવતી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team