જે શાકભાજીમાં બટાકા ન હોય તે શાકમાં સ્વાદ કેવો, ગાજર વગર બટાકા તમે સાંભળ્યું નહીં હોય, બટાકા વગરના સમોસા પણ તમે સાંભડ્યું નહીં હોય, a તેવી રીતે તમે દરેક વ્યક્તિ જાણો છો કે બટાકા લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે, અને તે ઘણી બધી વાનગી માં એક જરૂરી સ્થાન બનાવે છે બટાકા પણ અલગ-અલગ આકારમાં અને અલગ-અલગ પ્રકારનાં મળે છે. તેવામાં આજે અમે તમને રાત્રે સુવા માટે બટાકા બતાવીશું. આ બધું સાંભળીને કદાચ તમને આશ્ચર્ય લાગતું હશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે, અમેરિકા રાજ્યના ઇહાડો માં ઘણા મોટા બટાકા છે જેમાં લોકો આરામથી રહી શકે છે.
આ એક વિશાળકાય બટાકો છે જેનું વજન 600 કિલો છે
ખરેખર અમેરિકા રાજ્યના ઇહાડો માં થતો કિલો વજનનો એક ખૂબ જ મોટો બટાકો છે તે બટાકો ખરેખર એક હોટલ છે, તે એક નવી અવધારણા છે જ્યાં એક મોટા બટાકાના આકારમાં એક હોટેલ બનાવવામાં આવી છે, હોટલ અંદરની તરફથી ખુબ જ આલીશાન છે, હોટલ 28 લાંબુ 12 ફીટ પહોળુ અને 3.50 મીટર ઊંચું છે. આ બટાકાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમે આરામથી સુઈ શકો છો અને તમારું જીવન પસાર કરી શકો છો. પરંતુ તમે હેરાન થઈ જશો કે આ બટાકા નું વજન આટલું વધુ કઈ રીતે હોઈ શકે છે.
બટાકામાં ઘણી બધી ફેન્સી જગ્યાઓ છે
આ વિશાળકાય બટાકો એટલો અસલી લાગે છે કે મને તેને ખાવાનું મન થઈ ગયું છે, જ્યારે તમે તેને જોશો ત્યારે તે પહેલી નજરમાં જ લાગે છે કે ભાઈ આટલો મોટો બટાકો કેવી રીતે દેખાયો? બટાકાનો આકારની આ હોટલ આલિશાન સુવિધાઓથી ભરપુર છે. તેમાં બટાકો એક મોટો દરવાજો છે જેનાથી એક લકઝરી હોટેલની જાણકારી મળે છે. આ હોટલમાં એસી પાવર, આઉટલેટ, સોફા અને બેડ સહિત ઘણી બધી સુવિધાઓ છે. જે તમને એક સામાન્ય હોટલમાં મળી શકે છે અને તમે આ બટાકામાં રહેવાનો અનુભવ પણ લઈ શકો છો જે ખૂબ જ લાજવાબ છે.
આ છે દરરોજ નું ભાડું
બટાકા જેવી હોટલમાં બે લોકો એક સાથે રહી શકે છે, અહીં તમને એક નાનું બાથરૂમ અને રસોડું પણ મળે છે તમે આ રસોડામાં ભોજન બનાવી શકો છો. ત્યાં જ બીજી તરફ તમે ઈચ્છો તો ભોજન પણ મળી શકે છે, હોટલ નો અનોખો કોન્સેપ્ટ તમને ખૂબ જ પસંદ આવશે. પરંતુ આ આલિશાન અને અનોખા હોટલ રહેવા માટે તમારે ઘણી બધી કિંમત ચૂકવવી પડશે અહીં એક દિવસ વિતાવવા ના તમારે 18,000 રૂપિયા ભાડું આપવું પડશે.
બટાકાની આ હોટલમાં તમે સફેદ રંગમાં ઇન્ટિરિયર જોઈ શકો છો, આ હોટલથી તમને ખૂબ જ સારો નજારો દેખાય છે, અહીંનો નજારો વાતાવરણના હિસાબથી બદલાતો રહે છે. બટાકા જેવી આ હોટલ હંમેશાની જેમ બરફથી ઢંકાયેલાં રહે છે, અને ક્યારેક ક્યારેક ચાંદની રાતમાં ચમકવા પણ લાગે છે. જો તમે અહીં રોકાવવા માંગો છો તો તે તમારી માટે ખૂબ જ અવિસ્મરણીય પળ હશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team