પરિવારના સભ્યો નું માર્ગદર્શન તમારા સંબંધ ની સંભાળ લઇ શકે છે, તો પછી તેમની દખલઅંદાજી તમારા સંબંધોને બગાડી પણ શકે છે. આ દખલ અને માર્ગદર્શન માં ખુબ જ પાતળી રેખા જોવા મળે છે જે દરેક વ્યક્તિ એ સમજી લેવી જોઈએ આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? ચાલો આપણે જાણીએ.
શું તમે પણ સાસરીવાળા ના મહેણાં-ટોણા સાંભળી સાંભળીને થાકી ગયા છો તથા હવે તેનાથી તમને ખૂબ જ થાક અને ચીડ લાગવા લાગી છે? તો હવે સમય છે કંઈક કરવાનો. એવામાં બની શકે છે કે તમારા પાર્ટનર પાસે પણ એટલો આત્મવિશ્વાસ ન હોય કે તે પોતાના ઘરના લોકોને તમારા વિશે સમજાવી શકે. અથવા તો એવું પણ બની શકે કે તે તમારા કરતાં તેના પરિવારના લોકોની તરફદારી વધુ કરતા હોય. પરિવારના સભ્યો નું માર્ગદર્શન તમારા સંબંધોની માત્ર સંભાળ લઈ શકે છે. તથા તેમની દખલગીરી થી તમારા સંબંધો બગડી પણ શકે છે.
થોડું સહન કરો
આજકાલની પેઢી ખૂબ જ ઉતાવડી છે તે કોઈ પણ વાતને સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં જો તમે થોડા સહનશીલ બનશો તો બની શકે છે કે તમારો ઝગડો પૂરો થઈ જાય. કારણ કે તેમાં કોઇ એક વ્યક્તિ એ તો સહન કરવું જ પડશે પોતાના દિમાગ શાંત રાખો નહીં કે ગુસ્સા માં આવીને બધાને ગમે તેવું સંભળાવો.
અમુક વસ્તુ ભૂલી જાવ
જો તમારાથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ ગઈ છે અને તેના લીધે તમારા ઘરના લોકો સાથે તમારે બોલાચાલી થઈ છે તો તે વાતને વધુ યાદ ન કરો અને તેને ભૂલી જાઓ ત્યારબાદ તેને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લો. આ જ વસ્તુ પરિવારના લોકો એ પણ કરવી જોઈએ.
જનરેશન ગેપ ને સમજો
તમારા અને તમારી સાસરીવાળા ના વચ્ચે એક પેઢી નું અંતર છે તેથી તમારે આ જનરેશન ગેપ ને સમજવું જોઈએ અને તેની ઈજ્જત પણ કરવી જોઈએ. જો તમારા માતા-પિતા તમને પોતાના જમાના પ્રમાણે કંઈક કહે છે તો તેમની વાતોને પોતાના દિલ પર ન લેવી જોઈએ. જો તમને તમારા ઘરમાં શાંતિ જોઈએ છે તો તમારે આવી સ્થિતિ સમજવી પડશે.
શાંત રહો
લડાઈ ઝઘડા અને એકબીજામાં મતભેદ હોય તે ખૂબ સામાન્ય બાબત છે અને તે દરેક ઘરમાં થાય છે. એટલા માટે જ દરેક વાત પર ગુસ્સો ન કરતા શાંત દિમાગથી વિચારવું જોઈએ. પોતાના પરિવારના સભ્યોની પણ વાત સાંભળવી જોઈએ અને પોતાની વાત તેમને સમજાવી જોઈએ. જો તમે આવી રીતે શાંતિથી કામ લેશો તો દરેક વાત શાંતિથી હલ થઈ જશે.
સારું જોડાણ બનાવો
જો તમારા સાસરીના લોકો તમારા દરેક સંભવિત પ્રયત્નો પછી પણ તમને સમજી શકતા નથી તો ફક્ત તમારા પતિ જ તે લોકોને તમારા વિશે સમજાવી શકે છે. તેથી તમારે તમારા પાર્ટનર સાથે એક મજબૂત સંબંધ બનાવવો પડશે. જો તમારા બંને વચ્ચે સારું બોન્ડિંગ હશે તો નિશ્ચિતરૂપે સાસરિયાના લોકો સાથે પણ તમારા સંબંધ મજબૂત બનશે.
માતા-પિતા ને ભૂલી જાવ
આનો મતલબ એ નથી કે તમે તમારા નવા ઘરમાં આવવાથી પોતાના માતા-પિતાને ભૂલી જાવ. પરંતુ તમારે નવા લોકો સાથે એડજેસ્ટ થવા માટે તથા તે લોકોને સમજવા માટે થોડોક સમય લાગશે જે તમારે આપવો પડશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team