ધન પ્રાપ્તિ માંટે વાસ્તુ શાસ્ત્ર ની આ વાતો પર રાખો ધ્યાન

જીવન સારું રહે અને સુખ સમૃદ્ધિ થી ભરપૂર રહે તેવું કોણ ન ઈચ્છે?  દરેક વ્યક્તિ પોતાના પરિવાર માંટે દિવસ રાત મહેનત કરતો હોય છે. પણ તે પછી પણ આપણ ને ઇચ્છિત ફળ નથી ઘણી મળતું. ઘણી વખત વ્યર્થ ના પૈસા પણ વપરાઇ જતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘણી વસ્તુ એવી હોય છે જે વાસ્તુ દોષ થી પ્રભાવિત હોય છે. જેના લીધે વ્યક્તિ ની સફળતા માં બાધા આવે છે. આવાં માં જો તમે પણ તમારું જીવન સુખ અને સમૃદ્ધિ થી ભરપૂર માંગો છો તો અહી દર્શાવેલ કેટલીક વાતો નું ધ્યાન રાખવું.

  • જો તુલસી નો છોડ ઘર ની પૂર્વ કે ઉત્તર દિશા માં હોય તો વ્યક્તિ ને આર્થિક રીતે લાભ થાય છે. સાથે માનસિક અને શારીરિક લાભ થાય છે.
  • ઘર માં અરીસો પશ્ચિમ કે દક્ષિણ દિશા માં હોય તો તેને કાઢી લેવો. તેનાથી વ્યક્તિ કે ઘર માંટે પ્રગતિ ના રસ્તા બંધ થઈ જાય છે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારે પણ ચાલતા ચાલતા ઘરેણાં ન પહેરાવા. તેનાથી પ્રગતિ માં બાધા આવે છે.
  • ઘર ની ચારે બાજુ ખુલ્લી જગ્યા હોય તો ઘર માં બરકત આવે છે.

 

  • ઘર ની ઊંચાઈ પણ વાસ્તુ શાસ્ત્ર માં ઘણું મહત્વ હોય છે. તે દક્ષિણ અને પશ્ચિમ ભાગ માં વધુ અને ઉત્તર અને પૂર્વ ભાગ માં ઓછી હોવી જોઈએ. તેનાથી વ્યક્તિ ના કામ માં સફળતા મળે છે.
  • ઘર ના ઇશાન ખૂણા માં કચરા પેટી ન રાખવી. તેનાથી ધન નો નાશ થાય છે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘર ના નળ માંથી પાણી ટપકે છે તો તે આર્થિક રીતે નુકશાન કરાવે છે. સાથે જ ધન પણ વ્યર્થ નું ખર્ચ થાય છે.
  • જો ઘર નુ રસોઈ ઘર દક્ષિણ પૂર્વ દિશા માં હોય તો તે સારું ગણાય છે. જો પશ્ચિમ દિશા માં રસોઈ ઘર હોય તો ધન નું આગમન થાય છે. પણ બરકત નથી રહેતી.
  • જો ઘર માં તિજોરી ની દિશા સારી હોય તો આર્થિક જીવન સારું રહે છે. વાસ્તુ પ્રમાણે તિજોરી ને દક્ષિણ દિશા માં અડકાવી ને મૂકો. એવી રીતે મૂકો કે તેનું મોઢું ઉત્તર માં ખૂલે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર,ઘર માં રહેલ કોઈ પણ સીઢી નીચે કોઈ પણ કબાડ(પસ્તી વગેરે) ન રાખવું. તેનાથી ધન માં નુકશાન થાય છે.

ડિસ્કલેમર:

‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી અથવા વિશ્વસનીયતાની ગેરેન્ટી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકારોએ ફક્ત તેને માહિતી તરીકે ધ્યાનમાં લેવું જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે. ‘

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment