અલ્યા મિત્રો શું આ ખરેખર સાચું છે !!!!
તમે અત્યાર સુધી ઘણા આશ્રમ વિશે જોયું અને સાંભળ્યું હશે પરંતુ આજે એક એવાં આશ્રમ વીશે જાણવા મળ્યું કે એ વિષે લખવાનું હું રોકી શાલતો નહીં. આમ તો પહેલાં આનો ફોટો મેં વોટ્સએપ પર મેં જોયો હતો પણ મેં એ તરતજ એ ડીલીટ કરું દીધો હતો પણ આજે નેટમાં ફરતાં ફરતાં મને એજ વસ્તુ નજરેચડી અને મેં વાંચ્યું કે આતો સાચું લાગે છે પણ મન માનવાં તૈયાર નથી થતું …… અને હજી પણ હું અસમંજસમાં જ છું કે શું આ વાત સાચી હશે ખરી !!!!! સાલું ……નેટ પર તો એ સાચું બતાવે છે !!! પછી રામ જાણે !!!! હવે તો મને કોઈ બાબાઓ કે આશ્રમો પર વિશ્વાસ જ નથી રહ્યો !!!!
ત્યાં આ વળીઆ નવાં તુતની શોધ કોણે કરી ? આત્યાર સુધી શું એ ભૂગર્ભમાં હતો !!!! જવાલામુખીમાંથી આવો આશ્રમ બહાર નથી આવ્યો ને !!!
કે પછી સુનામીમાં તણાઈને તો નથી આવ્યો ને !!!
👉 નેટ પર મળતી માહિતી આ પ્રમાણે છે
👉 આ એક એવો આશ્રમ છે કે જે પત્ની પીડિતોએ બીજાં પત્ની પીડિતો માટે ખોલ્યો છે આવો અનોખો આશ્રમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં પત્નીઓથી ત્રાસેલાં- કંટાળેલા કેટલાંક પતિઓએ ખોલ્યી છે પત્ની દ્વારા સતાવાયેલા ઘણાં પતિઓ અહીંયા રહે છે તેમણે પત્નીઓ સામે કાનૂની લડાઈ કરવામાં પણ આ આશ્રમ એમને મદદ કરે છે ……. આ અશ્રમ્મમાં છતીસગઢ , ગુજરાત , કર્ણાટક અને આંધ્ર પ્રદેશથી કઈ કેટલાય લોકો આહીં કાનૂની સલાહ લેવાં આવે છે !!!!
👉 ઔરંગાબાદથી ૧૨ કિલોમીટર દૂર શિરડી – મુંબઈ હાઈવે પર સ્થિત આ આશ્રમમાં સલાહ લેવાં આવનારાંની સંખ્યા રોજબરોજ વધતી જ જાય છે. અત્યાર સુધીમાં૫૦૦ જણા અહીંથી સલાહ લઇ ચૂકયા છે !!!! હાઈવે પરથી તમે જુઓ તો એકસામાન્ય ઘર જ લાગે તમને !!!!! પણ આ આશ્રમ ની અંદર જાઓ તો તમને એક અલગ જ પ્રકારનો અનુભવ થાય છે !!!!
👉 અહીં દરરોજ કરવામાં આવે છે કાગડાની પૂજા
👉 આશ્રમમાં દાખલ થાઓ તો પ્રથમ ખંડ માં કાર્યાલય બનાવવામાં આવ્યું છે જ્યાં પત્નીનો ભોગ બનેલાઓને કાનૂની યુદ્ધ વિશે સલાહ આપવામાં આવે છે ઓફિસમાં થર્મોકોલનું બનેલું મોટું કાગડાનું પુતળું સૌનું ધ્યાન ખેંચે છે દર રોજ સવાર સાંજ અગરબત્તી જલાવીને આ કાગડાની પૂજા કરવામાં આવે છે આશ્રમમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે કાગડી ઈંડા મીકોને ઉડી જાય છે !!!! પરંતુ પુરૂષ કાગડો બચ્ચાઓ નું પાલન પોષણ કરે છે !!!!! આવી જ કોઈક સ્થિતિ -પરિસ્થિતિ પત્ની પીડિત પતિના અહી રહેવાથી કાગડાની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે !!!!
👉 પત્ની પીડિતોનું થાય છે પરામર્શન
👉 દર શનિવાર -રવિવારની સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી પત્ની પીડિતોમુ પરામર્શન કરવામાં આવે છે શરૂઆતમાં કેવળ શહેર અને એની આસપાસના લોકો જ આવતાં હતાં હવે સલાહ મેળવવા માટે છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં થી પણ લોકો આવી રહ્યાં છે જે રીતે અનુભવી વકીલ પાસે કેસની વિગતો હોય છે એ જ રીતે, આશ્રમના સંસ્થાપક ભારત ફૂલારે સાક્ષી અને પુરાવાઓની ફાઇલ બનાવે છે.
👉 આશ્રમનો ખર્ચ કેવી રીતે કાઢવામાં આવે છે?
👉 ભારત ફૂલારેએ તેના ૧૨૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આશ્રમ માટે ત્રણ રૂમ બનાવ્યાં છે. આશ્રમમાં રહેવાં વાળા ખીચડી, રોટીદાળ – ભાત , શાકભાજી અને કઠોળ એ બધું જ પોતાની જાતે બનાવે છે. પરામર્શ માટે આવનાર દરેક વ્યક્તિને ખિચડી બનાવીને ખવડાવવામાં આવે છે. આશ્રમમાં રહેનાર માણસો પોતે જાતે પૈસા કમાઈને આશ્રમનો ખર્ચો કાઢે છે આશ્રમમાં રહેતા લોકોમાં કોઈ દરજી છે તો કોઈ ગેરેજ મિકૅનિક છે. !!!!!
👉 આશ્રમ બનાવવાનો વિચાર આ રીતે આવ્યો
👉 આશ્રમના સંસ્થાપક ભારત ફૂલારે પોતેજ પત્ની પીડિત હોવાનો દાવો કરે છે. ઘરેલુ હિંસાના ચાર કાયદા હેઠળ તેમની પત્નીએ તેની સામે કેસ દાખલ કર્યો છે. થોડા મહિનાઓ માટે, કેસને કારણે ભારતને શહેરની બહાર રહેવાની ફરજ પડી હતી. કોઈ પણ સગા તેમના નજીકઆવતાં પણ ડરતાં હતાં કાનૂની સલાહ પણ મળવી મુશ્કેલ બની ગઈ હતી તે સમયે, તેમને તુષાર વખારે અને અન્ય ત્રણ લોકો મળ્યા હતા. – દરેકને પત્નીની ત્રાસ વેઠવો પડતો હોવાને કારણે એકબીજા પાસેથી ટેકો મળ્યો હતો !!!! અને તેમને કાનૂની લડાઈ લડવામાં મદદ કરી. આ પછી આશ્રમ બનાવવાનો વિચાર આવ્યો અને તે બનવવાની શરૂઆત કરી !!!! અને ૧૯ નવેમ્બર, ૨-૧૬ ના રોજ, આશ્રમની શરૂઆત મેન્સ રાઇટ્સ ડેના પ્રસંગે કરવામાં આવી હતી.
હાલમાં આ આશ્રમમાં ૭ લોકો રહે છે અને અત્યાર સુધીમાં ૫૦૦ લોકોએ પાંચ રાજ્યોમાંથી સલાહ લીધી છે. સલાહ લેતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.
👉 પીડિતોના પાડ્યા વિભાગો
👉 પત્નીએ ભોગ બનેલાના પતિને મદદ મળે તે હેતુસર આ આશ્રમમાં ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે A,B અને C જે માણસ પત્ની કે સસરા પક્ષ તરફથી પીડિત હોય છે અને તે એમનાથી ડરીને એમની સામે નથી આવતાં એવા વ્યક્તિઓને C કેટેગરીમાં મુકવામાં આવેલાં છે જે વ્યવ્યક્તિને પોતાની પત્ની માટે કોઈ શિકાયત હોય પરંતુ સમાજ શું કહેશે એવાં વિચારથી ચુપચાપ બેસી રહેતાં હોય છે તેવાં લોકો B કેટેગરીમાં આવે છે.. A કેટેગરીમાં નિડરોને સમાવવા,આવ્યાં છે !!!! જેલોકો નિર્ભીકપણે કોઈની પણ સમક્ષ સત્ય પરિસ્થિતિ રજુ કરી શકતાં હોય અને મદદ માટે રાહ જોતાં હોય એવાં લોકોને સમાવિષ્ટ કરાયાં છે અત્યારે તો A સમૂહના ૪૬ B સમૂહના ૧૫૨ અને C સમૂહના ૧૬૫ લોકો આશ્રમમાં આવીને વિશેષજ્ઞની સલાહ લે છે !!!!
👉 આ છે આશ્રમના નિયમ
[૧] પત્ની તરફથી ઓછમાં ઓછાં ૨૦ કેસ દાખલ થયેલાં હોવાં જોઈએ
[૨] ગુજરાન ચલાવવા માટેનું ભથ્થું ના ચૂકવી શકનાર વ્યક્તિને અહીં પ્રવેશ મળી શકે છે !!!!
[૩] પત્ની દ્વારા કેસ દાખલ કાર્ય પછી કોઈની નોકરી જાય રોએવો વ્યક્તિ અહીં રહી શકે છે ……
[૪] બીજું લગ્ન કરવાનો વીચાર પણ મનમાં ના લાવનાર વ્યક્તિને અહીં પ્રવેશ મળી શકે છે !!!!
[૫] આશ્રમમાં રહ્યાં પછી પોતાની કુશળતા અનુસાર કામ કરવું જરુરો !!!!
👉 મિત્રો … દેશમાં વિકાસ ગાંડો નથી થયો.. પણ ધર્મ , શ્રદ્ધા અને સંસ્કૃતિ જરૂર ગાંડી થઇ છે મને તો લાગે છે કે હું પણ હિમાલયમાં જઈને આવો એકાદ આશ્રમ ખોલી જ દઉં !!!! ખરેખર હોં – ભારત એ આશ્રમોનો દેશ છે !!!! શું થશે આ દેશનું !!! એ તો રામ જાણે !!!
— જનમેજય અધ્વર્યુ