પરણિત જીવન HAPPY રાખવું હોય તો આને એક વાર જરૂર વાંચજો😍

એવું કહેવાય છે કે જો પાયો મજબુત હશે તો મકાન મજબૂત બનશે, લગ્ન જીવન નું પણ કંઇક આવુજ છે. જો શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ છે, તો ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ તેમના સંબંધો ને બગાડશે નહીં.

લગ્ન પછી નાની નાની બાબતોની કાળજી લેવામાં આવે તો, પતિ અને પત્નીનો સંબંધ શરૂઆત થીજ મજબુત બની શકે છે. ચાલો જાણીએ:

પાર્ટનર ને ફેવરીટ ફૂડ ની પહેલી બાઈટ ખવડાવવી

તમારું ફેવરીટ ફૂડ સર્વ થયા બાદ તેની પહેલી બાઈટ પોતાના પાર્ટનર ને ખવડાવો. આ છે તો નાની વસ્તુ પણ તમારા પાર્ટનર ના પ્રેમ ને જીતવા માટે એક શ્રેષ્ટ રસ્તો છે. તમારું ફેવરીટ ફૂડ પહેલા તમારા પાર્ટનર ને ટેસ્ટ કરાવડાવું એ દર્શાવે છે કે તમે ખુદ થી વધારે પોતાના પાર્ટનર નું ધ્યાન રાખો છો.

કુકિંગ માં મદદ 

આજકાલ મોટાભાગના ઘરોમાં પતિ-પત્ની બન્ને વર્કિંગ હોય છે. પાર્ટનર નો મતલબ છે કે દરેક વસ્તુ માં એકબીજાને મદદ કરવી, તો પછી કીચન ની ડ્યુટી ફક્ત પત્નીજ શું કામ કરે. કુકિંગ કરતા સમયે પતીએ પણ પત્ની ની મદદ કરવી જોઈએ. આમ કરવાથી ખાલી ખાવાનું જલ્દી નહી બને પણ સાથેજ તમને વાતો કરવાનો સમય મળશે, એકબીજાને સમજવાનો અને બોન્ડીંગ સ્ટ્રોંગ કરવાનો પણ મોકો મળશે.

ખાસ પ્રસંગોના ફોટા

પરિવાર આગળ વધે તો પતી-પત્ની નું ધ્યાન પોતાના સંબંધ થી વધારે બાળકો અને તેમની પરવરીશ માં નિયંત્રિત થઇ જાય છે. આવામાં લગ્ન બાદ ના એ ખાસ પળો અને લમ્હો ને સંજોડી રાખો. આ ખાસ સમયની તસ્વીરો તમને એક બીજા માટે પ્રેમ ની યાદ આપતા રહશે, જે આગળ ના લાંબા સંબંધ માટે જરૂરી છે.

એક-બીજા સાથે સમય પસાર કરો 

પરિવાર એક તરફ છે, પણ લગ્ન બાદ પતિ-પત્નીએ એકલામાં પણ સમય પસાર કરવો જોઈએ. ડીનર અથવા લંચ પર જાઓ, જો એ ણા બને તો વિકેન્ડ પ્લાન કરો, આવી નાનકડી વસ્તુઓ સંબંધ ને મજબુત કરવા માટે ખુબ મદદગાર રહે છે.

ગીફ્ટ આપો 

આપણે કોઈને ગીફ્ટ એટલા માટે આપીએ છીએ કારણકે તે લોકો આપણા માટે ખાસ હોય છે તો પછી પતી-પત્ની વચ્ચે આવું કેમ નહી? પોતાની પત્ની અથવા પતી ને ગીફ્ટ સાથે સરપ્રાઈઝ આપો. જરૂરી નથી કે ગીફ્ટ આપવા માટે તમે તેમનો બર્થ ડે અથવા તમારી એનીવર્સરી ની રાહ જુઓ. ગીફ્ટ તો ક્યારેય પણ આપી શકાય છે વગર કોઈ ઓકેશને.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

1 thought on “પરણિત જીવન HAPPY રાખવું હોય તો આને એક વાર જરૂર વાંચજો😍”

Leave a Comment