બીજા બાળક માટે માતા-પિતાના તરફથી કઈ વસ્તુ અલગ હોય છે અને તેમાં આ વખતે અનુભવ પણ ઘણો હોય છે જેનાથી બીજા બાળક માટે ખુબ જ આસાની થઈ જાય છે
પહેલી વખત જયારે માતા બને છે ત્યારે દરેક મહિલાઓ અથવા માતા-પિતાને દરેક વ્યક્તિ સલાહ અને સૂચન આપવા લાગે છે પરંતુ બીજી વખત માતા-પિતા બને છે ત્યારે દરેક માતા-પિતાને જાણ હોય છે કે બાળક માટે શું અને કેવી રીતે કરવાનું છે. જ્યારે પહેલા બાળક વખતે તમે ખૂબ જ મૂંઝવણ માં રહો છો કે કોની વાત માનવાની અને કોની વાતને ઇગ્નોર કરવાની છે. ત્યાં જ બીજી વખતે તમને ઘણી બધી વસ્તુઓની પહેલેથી જ જાણ હોય છે.
હવે તમે પહેલી વખતમાં જ જે ભૂલ કરી હશે તેને બીજી વખતમાં તેને ફરીથી કરશો નહીં અને આ જ પ્રકારથી બીજા બાળક માટે ઘણી વસ્તુઓ અલગ થઈ જાય છે.
અહીં અમે તમને એવી જ અમુક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે બીજા બાળક થવા ઉપર માતા પિતાએ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઈએ.
બાળકને પલંગ ઉપર એકલું ન મૂકો
પહેલા બાળકનું ધ્યાન રાખ્યા બાદ તમને ખબર પડી જ ગઈ હશે કે બાળકને પલંગ ઉપર એકલું સુવડાવવું સલામત નથી. બાળક પલંગ ઉપરથી નીચે પડી શકે છે તેથી કોઈને કોઈ વ્યક્તિ હંમેશા તેની પાસે જ રહેવું જોઈએ.
તમે તમારા બીજા બાળકને ઘોડિયામાં સુવડાવવાની આદત જલ્દી નાખો છો જેથી અમુક વર્ષ પછી તેને પલંગમાં સુવડાવવાથી કોઈ જ તકલીફ ન થાય. જો તમે પહેલા બાળક ને બેડ પર સૂવાની આદત રાખી ન હતી તો હવે બીજા બાળક વખતે આ ભૂલ ફરીથી ન કરશો.
વહેલું શીખવાડો દાંતને બ્રશ કરવાનું
કઠોર આહાર શરૂ કર્યા બાદ બાળકો માટે દાંતને સાફ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પહેલું બાળક હોય છે ત્યારે તમે ઓરલ હાઇજીન નું ખૂબ જ ધ્યાન ન રાખ્યું હોય પરંતુ બીજા બાળક વખતે તમારે આ વસ્તુને નજર અંદાજ ન કરવી જોઈએ.
તમારી આંગળી થી બાળકના દાંત અને મોં સાફ કરો આ પ્રકારે બાળક ધીમે ધીમે બ્રશ કરતા પણ શીખી જશે.
વધુ કપડા ન ખરીદવા
પ્રેગનેન્સી ની જાણ થતા જ તેના પછી તમે તમારા બાળક માટે કપડા અને જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા લાગો છો. પહેલા બાળક વખતે સામાન્ય બાબત છે કે તમારે દરેક વસ્તુ નવી લાવી પડી હશે પરંતુ બીજા બાળક ઉપર તેમ કરવાની જરૂર નથી.
તમે પહેલા બાળકના કપડા, રમકડા અને બીજી ઘણી બધી વસ્તુઓ સંભાળીને રાખી શકો છો જે બીજા બાળક વખતે કામ લાગે.
બ્રેસ્ટ-ફીડિંગ નો અનુભવ
લગભગ માતાને પહેલી વખત સ્તનપાન કરાવવામાં ખૂબ જ તકલીફ આવે છે.ત્યારે તમને જાણ નહિ હોય કે બાળકને ભૂખ લાગી છે કે નથી અથવા તમે તેમને જબરજસ્તી દૂધ પીવડાવવાની કોશિશ કરો છો પરંતુ બીજી વખતે તમે એવું કરશો નહીં કારણકે તમે જાણો છો કે જબરજસ્તી કરવાથી બાળક દૂધ પીશે નહીં અને બાળકને જ્યારે ભૂખ લાગશે ત્યારે જ તમે તેમને દૂધ પીવડાવશો.
સમય ઉપર મેળવો સિપ્પી કપ
અમેરિકન ડેન્ટલ એસોસિયેશન અનુસાર સિપ્પી કપ થી બાળકોના દાંતમાં કીડા પડવાની સંભાવના રહેતી નથી અને બાળકો જ્યારે એક વર્ષના થાય તે પહેલા બોટલથી સિપ્પી કપ પર આવી જવું જોઈએ. બની શકે છે કે પહેલી પ્રેગ્નન્સી વખતે તમને આ વાતની જાણ ન હોય પરંતુ બીજા બાળક વખતે તમે બાળક 6 મહિનાનું થાય ત્યારે જ સિપ્પી કપ આપવાનું શરૂ કરી દેવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team