પનીર શેઝવાન રેસિપી હવે ફટાફટ બનાવી લો ઘરે, સ્વાદ એવો કે મજા પડી જશે

પનીર શેઝવાન રેસિપી :

ચાઇનીસ લવર્સ માટે આ લાજવાબ ડીશ છે. આ ટેસ્ટ ડીશ ખાધા પછી તમારી ફેવરેટ બની શકે છે. તેની ગ્રેવી જાડી, મસાલેદાર અને ચટપટી હોય છે. જેમાં શેઝવાન અને સોયાનો ટેસ્ટ મળે છે. રાઈઝ વાઈન એમાં મીઠાશ આપે છે, જો તમે સ્પાઇસિ પસંદ કરો છો તો રાઈસ વાઈન અવોઇડ કરી શકો છો. આ સરળતાથી બનતી ડીશ 30 મિનિટમાં તૈયારી થઇ જાય છે.

પનીર શેઝવાનની રેસિપીની સામગ્રી :

  • 2 ચમચી તલનું તેલ
  • 2 ચમચી બારીક કાપેલું લસણ
  • 1 ચમચી બારીક કાપેલું આદુ
  • 1/2 કપ કાપેલી લીલી ડુંગળી
  • 1/2 કપ કાપેલા શિમલા મરચા
  • 4 કાપેલા મરચા
  • 4 ચમચી શેઝવાન સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 2 કપ પાણી
  • 6 ચમચી કોનફ્લોર
  • 400 ગ્રામ ક્યુબ્સમાં કાપેલું કોટેજ ચીઝ
  • 2 ચમચી રાઈસ વાઈન
  • સજાવટ માટે કાળા મરચા, ખાંડ અને મીઠું

પનીર શેઝવાન રેસિપી બનાવવાની પદ્ધતિ :

  • સ્ટેપ 1: સૌથી પહેલા કોર્ન સ્ટાર્ચનું મિક્સચર બનાવો. તેમાં 1/4 કપ પાણી મેળવો અને જાડુ ગોલ બનાવી દો. હવે તેમાં કાપેલા સ્પ્રિંગ અનિયન, લસણ, આદુ, શિમલા મરચા અને પાતળા કાપેલા લીલા મરચા મેળવો.
  • સ્ટેપ 2 : હવે એક નોન સ્ટિક તવો લો. તેમાં તલનું તેલ નાખી મધ્યમ તાપ પર ગરમ કરો. તેમાં કાપેલું લસણ, આદુ નાખી 2 મિનિટ સુધી ફ્રાય કરો. જયારે લસણ હલકું ભૂરું થઇ જાય તો તેમાં કાપેલી લીલી ડુંગળી શિમલા મરચા નાખી સબ્જીઓને સરખી રીતે મિક્સ કરો.
  • સ્ટેપ 3 : સબ્જીઓને મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી ચડવો. જયારે સબ્જીઓ ચડી જાય ત્યારે શેઝવાન સોસ નાખી સબ્જીઓને સરખી રીતે મિક્સ કરો. ધીમા તાપે ચડવો અને તેમાં સોયા નાંખો. તેમાં મીઠું અને કાળા મરચાનો પાઉડર નાંખો. તેને સરખી રીતે ચલાવો.
  • સ્ટેપ 4 : વધેલું પાણી કડાઈમાં નાખી હલકી જાડી ગ્રેવી તૈયારી કરી લો. તેમાં હજુ પાણી નાખી શકો છો. ખાંડ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાંખો. તાપ ધીમો કરી, વચ્ચે વચ્ચે ચલાવતા રહો.
  • સ્ટેપ 5 : હવે તેમાં કોનફ્લોર મિક્સચર નાખી સરખી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે તેમાં લમ્પસ ના આવે. તેને ધીમા તાપે ચલાવો. જયારે ગ્રેવી બની જાય ત્યારે કોટેજ ચીઝ ક્યુબ્સ નાંખો અને તાપ ધીમો રાખો. આ ગ્રેવીને વધેલા સ્પ્રિંગ અનિયનથી ગાર્નિશ કરી લો. તેમાં રાઈસ વાઈન નાંખો અને નુડલ્સ સાથે પીરસો.

 

  • તૈયારીનો સમય:- 10 મિનિટ
  • કુલ સમય:- 30 મિનિટ
  • સર્વિંગ્સ:- 4
  • કેલરી:- 205
  • કેટેગરી:- વેજ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Comment