ન ફક્ત શરીર ને સ્વસ્થ બનાવા માટે પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ પગ પાળા ચાલવું ખૂબ જ જરુરી છે. વિશેષજ્ઞ નું કહેવું છે એક દિવસ માં 500 કેલોરી બર્ન કરવા માટે વ્યક્તિ દિવસ માં 10000 પગલાં તો અવશ્ય જ ચાલવા જોઈએ. પરંતુ અત્યાર ની જીવન શૈલી અને કામ ની વ્યસ્તતા ને કારણે આટલા પગલાં ચાલવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
એનો મતલબ એવો નથી દરરોજ 10000 પગલાં ન ચાલી શકો. જો તમે ફિટ રહેવા માંગો છો તો તમારે 10000 પગલાં ચાલવાનું લક્ષ્ય તો હાસિલ કરવાનું જ રહ્યું. આજે આ લેખ માં અમે તમને 10000 પગલાં ના લક્ષ્ય સુધી કેમ પહોંચવું તેની થોડી ટિપ્સ આપીશું.
રોજ 300 પગલાં વધારવા
ધ્યાન રહે કોઈ પણ વ્યક્તિ એક જ દિવસ માં 10000 પગલાં ચાલવું લક્ષ્ય ક્યારેય પણ પૂરું નહિ કરી શકે.નિશ્ચિત રૂપ થી તેની માટે થોડી પ્લાનિંગ કરવી પડશે. જો તમે દરરોજ થોડા પગલાં પણ ચાલો છો તો સારું રહેશે કે તમે તેમા 300-300 પગલાં વધારતા જાઓ.
ઉદાહરણ તરીકે, હમણાં તમે 1000 પગલાં ચાલો છો તો તેમા 300 પગલાં વધારી દો. જો તમને 1300 પગલાં ચાલવામાં કોઈ તકલીફ ના થતી હોય તો બીજા 300 પગલાં વધારી દો. જો તમે દરરોજ થોડા થોડા પગલાં ચાલો છો તો તેમા 300-300 પગલાં ઉમેરતા જાઓ.
ઘર ની નજીક જ ચાલવાનું રાખો.
આજ કાલ લોકો ઘર ની નજીક ની જ દુકાને જવા માટે પણ સ્કૂટી કે બાઇક નો ઉપયોગ કરે છે. તેવી જ રીતે ઓફિસ કે માર્કેટ જવું હોય તો કાર એવી જગ્યા પર પાર્ક કરશે કે જેથી કરી ને ચાલી ને ન જવું પડે. આ આદત ને બદલવું પડશે. જો તમે નજીક માં જ ક્યાંક જાવ છો તો સ્કૂટી કે રિક્ષા ની જગ્યા એ ચાલીને જ જાવ. અને કાર ને પણ થોડી દૂર જ પાર્ક કરો.
Image by Ekkapop Sittiwantana from Pixabay
સીઢી નો ઉપયોગ કરો.
ભાગ્યે જ કોઈ લિફ્ટ ની જગ્યા પર સીઢી નો ઉપયોગ કરતું હશે. જો તમે પણ લિફ્ટ નો ઉપયોગ કરતાં છો તો તમારી આ આદત ને બદલી નાખો. ક્યારેક તમે લિફ્ટ નો ઉપયોગ કરી શકો પણ બને ત્યાં સુધી સીઢી નો જ ઉપયોગ કરો.
તમારા પાલતુ જાનવર ને ફરવા લઈ જાઓ.
જો તમારા ઘર માં પાલતુ જાનવર છે તો, એને તમે ફરવા લઈ જાઓ. સામાન્ય રીતે પાલતુ જાનવર સાથે 15 મિનિટ માં એક વ્યક્તિ 1000 પગલાં તો ચાલી જ લે છે. તે ફક્ત જાનવર માટે જ નહીં પણ તમારી માટે પણ સારું છે. સવારે કે સાંજે તમે વોક માટે નીકળી શકો છો.
પેડોમિટર નો ઉપયોગ કરો.
પેડોમિટર એક મશીન છે, જે તમારા પગલાં ની સંખ્યા ગણશે. ચાલતી વખતે કુલ્લા ના ઉપર-નીચે થવાની ક્રિયા ને પેડોમિટર રેકોર્ડ કરશે. તમે ઘડિયાળ કે એપ્લિકેશન થી પેડોમિટર જોઈ શકો છો.
તેની મદદ થી તમે જાણી શકો છો કે તમે તમારા લક્ષ્ય થી કેટલા દૂર છો, અને તમારું લક્ષ્ય પૂરું કરવામાં તમારે કેટલી મહેનત કરવી પડશે. જો તમે દરરોજ ઓછું ચાલો છો તો લંચ બ્રેક માં કે ડિનર પછી પણ કહલી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team